ગુજરાતમાં પોતાની સેવાકીય પ્રવૃતિઓ થકી ખુબ લોકપ્રિયતા ધરાવતા પોપટભાઈ આહીર હંમેશા માનસિક વિકલાંગ અસહાય જેના આગળ પાછડ કોઈ નથી એવા લોકોને મદદ કરવા હંમેશા આતુર રહે છે સાથે એમને પોપટભાઈ પોતાના ચેરીટેબલ ટ્રસ્ટ માં લાવીને એમને એક નવું જીવન આપે છે તેમના કાર્ય ને લોકો ખુબ પસંદ કરે છે.
તાજેતરમાં નવસારી થી ફોન આવતા સ્ટેશન વિસ્તારમાં પોપટભાઈ આહીર પહોંચ્યા હતા ત્યાં એક રસ્તા પર પડેલા ગટરના નાલામાં એક વ્યક્તિ ખુબ ગંદી હાલતમાં કચરાના ઢગલાની અંદર પડેલો હતો પોપટભાઈ એમને હાથ પકડીને બહાર લાવે છે અને એમને નામ પુછતાં રામદેવ ચૌધરી જણાવે છે આજુબાજુ ના લોકોને પુછતા જાણવા મળેછે આ ભાઈના બનેવીની.
ભંગારની દુકાન આજુબાજુ માં છે અને તેઓ અહીંયા પેલા માલસામાન ખસેડવા હાથલારી ચલાવતા હતા તેમની માનસિક હાલત ખરાબ થતા બનેવીએ ઘર બહાર કાઢી મુક્યા તેઓ છેલ્લા બે મહીનાથી આ ગટરમાં જ જીવન વિતાવી રહ્યા હતા આજુબાજુ ના લોકો જે ખાવા માટે વધ્યું ઘટ્યું આપતા એ ખાઈ ને પેટ ભરતા પોપટભાઈ એ રામદેવ ચૌધરી ને પોતાની સાથે ગાડીમા બેસાડી.
બાજુના પોલીસ સ્ટેશન માં વેરીફિકેશન કરાવી સુરત પોતાના ચેરીટેબલ ટ્રસ્ટ માં લાવીને તેમના પોતાના હાથે વાળ કાપી નવડાવીને સ્વચ્છ કપડાં પહેરાવી ને રહેવા માટે આશરો અને જમવા ભોજન આપીને પોતાના આશ્રમમાં રહેવા માટેની સગવડ કરી આપી પોપટભાઈની આ કામગીરી આપને વાચકમિત્રો પસંદ આવી હોય તો શેર જરુર કરજો.