Cli

રાજુ શ્રીવાસ્તવના મૃત્યુ પછી પણ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ!

Uncategorized

એક્ટર ધર્મેન્દ્રના અવસાન પછી કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ ચર્ચામાં આવ્યા, કારણ કે 2022માં તેમનું અવસાન થઇ ચૂક્યા છતાં તેમના અકાઉન્ટ પરથી ‘તમે હંમેશા અમારા દિલોમાં રાજ કરશો ધર્મ જી’ જેવી પોસ્ટ આવી; લોકો ટ્રોલ પણ કર્યા અને પછી ખબર પડી

કે તેમની ઇન્સ્ટા બાયો મુજબ અકાઉન્ટ પરિવાર ચલાવે છે. આથી ફરી ચર્ચા શરૂ થઈ કે મૃત્યુ પછી કોઈના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સનું શું કરવું — મોટાભાગની કંપનીઓ બે વિકલ્પ આપે છે: મેમોરિયલાઇઝેશન, જેમાં અકાઉન્ટ લૉગિન વગર સ્મૃતિરૂપ બની રહે છે,

અને ડિલીટ, જેમાં પરિવાર ડેથ સર્ટિફિકેટ આપી અકાઉન્ટ પૂર્ણતઃ હટાવી શકે છે. Instagram પર બંને વિકલ્પ છે, Facebookમાં Legacy Contact પણ છે જે જીવતા માણસ સેટ કરી શકે છે, X (Twitter) માત્ર ડિઍક્ટિવેટ કરે છે,

જ્યારે Google પાસે Inactive Account Manager છે જેમાં સમય સેટ કરીને અકાઉન્ટ આપમેળે ડિલીટ થતું કે પસંદ કરાયેલા લોકોને ડેટાનો એક્સેસ મળતો રહે છે. આજના સમયમાં જ્યાં જીવનનો મોટો ભાગ ડિજિટલ છે, ત્યાં પોતાની ડિજિટલ લેગસી સંભાળવાનું કામ વ્યક્તિએ જ જીવતા જીવનમાં કરી લેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *