કેમ લાગ્યું છે? કેટલાંક દિવસોથી ટેન્શન હતું અને હવે થોડો રાહતનો અનુભવ થઈ રહ્યો છે. હું હાલ રાહત અનુભવું છું અને સૌને શુભેચ્છા પાઠવું છું.તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ રાજપાલ યાદવને આખરે જામીન મળી ગયા છે.
10 દિવસ પછી તેઓ જેલમાંથી મુક્ત થયા છે. તેમના ઘરે ખુશીની લાગણી જોવા મળી. પત્ની રાધા ખુશીથી ઝૂમી ઊઠી અને દીકરીઓએ પણ રાહતનો શ્વાસ લીધો.દિલ્હી હાઈકોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા. મળતી માહિતી મુજબ, જામીન આપવા પહેલાં કોર્ટના આદેશ મુજબ રાજપાલ યાદવે ડિમાન્ડ ડ્રાફ્ટ મારફતે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડને રૂપિયા 1.5 કરોડ જમા કરાવ્યા.
આ કેસની આગામી સુનાવણી હવે 18 માર્ચે થવાની છે.રિપોર્ટ્સ મુજબ, 12 જાન્યુઆરીએ તેમના વકીલે જણાવ્યું હતું કે મૂળ રકમ રૂપિયા 5 કરોડ હતી, પરંતુ હવે તે વધીને રૂપિયા 11 કરોડ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં આશરે રૂપિયા 5 કરોડ ચૂકવાઈ ચૂક્યા છે. અગાઉ રજિસ્ટ્રીમાં લગભગ રૂપિયા 1 કરોડ જમા કરાવાયા હતા અને 16 ફેબ્રુઆરીએ વધુ રૂપિયા 1.5 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ સબમિટ કર્યો હતો.
બપોરે લગભગ 2 વાગ્યે સુનાવણી શરૂ થઈ હતી. રાજપાલ યાદવના વકીલે કોર્ટમાં જણાવ્યું કે એક્ટર કોઈ શરત વિના ફિક્સ્ડ ડિપોઝિટ રસીદ મારફતે રૂપિયા 1.5 કરોડ જમા કરવા તૈયાર છે. ત્યારબાદ જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ રકમ જમા થયા પછી તેમને જામીન મંજૂર કર્યા.આ સમગ્ર મામલો વર્ષ 2012ની ફિલ્મ અતા પતા લાપતા સાથે જોડાયેલો છે, જેનું નિર્માણ અને દિગ્દર્શન રાજપાલ યાદવે કર્યું હતું. ફિલ્મ બનાવવા માટે લગભગ રૂપિયા 5 કરોડનું કર્જ લેવામાં આવ્યું હતું. ફિલ્મ નિષ્ફળ જતા તેઓ સમયસર લોન પરત આપી શક્યા નહોતા. ત્યારબાદ મામલો કોર્ટ સુધી પહોંચ્યો. અદાલતે રકમ પરત કરવાની સૂચના આપી હતી
, પરંતુ સમયસર ચુકવણી ન થતાં 5 ફેબ્રુઆરી 2026એ સરેન્ડર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારથી તેઓ તિહાર જેલમાં હતા.14 ફેબ્રુઆરી 2026એ પણ તેમની જામીન અરજી પર સુનાવણી થઈ હતી, પરંતુ ફરિયાદી પક્ષ તરફથી પ્રતિસાદ ન મળતાં અરજી ફગાવી દેવામાં આવી હતી. હવે અંતે તેમને જામીન મળી ગયા છે. જોકે બાકી રહેલી રકમ હજુ ચૂકવવાની રહેશે.હાલ માટે યાદવ પરિવાર ખુશી અનુભવી રહ્યો છે અને 18 માર્ચની આગામી સુનાવણીની રાહ જોઈ રહ્યો છે.