બોલીવુડમાં ચાલતા ગમ અને ચિંતા વચ્ચે ખુશીની કિલકારી ગૂંજી છે. રાજકુમાર રાવ એટલે કે વિક्की ના ઘરે હવે સાચા અર્થમાં આવી ગઈ છે ‘સ્ત્રી’. લગ્નને ચાર વર્ષ થયા બાદ રાજકુમાર અને પત્રલેખાને લક્ષ્મીરૂપ દીકરીનો આશીર્વાદ પ્રાપ્ત થયો છે.
લગ્નવાર્ષિકાના દિવસે જ દીકરીનો જન્મ થતા નવનવેલા મમ્મી–પપ્પા હવે ડબલ ઉજવણી કરશે.શનિવારની સવાર બોલીવુડ માટે ખુશખબર લઈને આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી મયા નગરીમાં છવાયેલા ગમ અને તણાવ વચ્ચે, રાજકુમાર રાવ અને પત્રલેખાએ પોતાના ઘરે નાની પરીના જન્મની માહિતી આપી અને સૌને ખુશીની લહેરમાં ડૂબાડી દીધા. હા, લગ્નના ચાર વર્ષ પછી કપલ માતા–પિતા બન્યું છે. વિશેષ વાત એ છે કે
આજે જના દિવસે ચાર વર્ષ પહેલાં તેમની લગ્નજીવનની શરૂઆત થઈ હતી અને આજના જ દિવસે તેઓ પેરેન્ટહુડના સુંદર સફર પર નીકળ્યા છે.રાજકુમાર અને પત્રલેખા 15 નવેમ્બરની સવાર તેમની ચોથી લગ્નવાર્ષિકીના શુભ પ્રસંગે દીકરીના માતા–પિતા બન્યા છે. દીકરીના જન્મની ખુશી તેમણે ઇન્સ્ટાગ્રામ પર પિંક રંગના એક પોસ્ટર દ્વારા વ્યક્ત કરી.
તેમાં મોટા અક્ષરોમાં લખ્યું હતું – ‘અમે ચાંદ પર છીએ. ભગવાને અમને દીકરીનો આશીર્વાદ આપ્યો છે.’ પોસ્ટ સાથે કપલે લખ્યું કે ભગવાને અમારી ચોથી લગ્નવાર્ષિકાના દિવસે અમને જીવનનું સૌથી મોટું ગિફ્ટ આપ્યું છે.જેમ જ રાજકુમાર અને પત્રલેખાએ દીકરીના જન્મની ખુશખબર જાહેર કરી, તેમ જ અભિનંદનનો તાંતો લાગી ગયો. ફેન્સ અને બોલીવુડના કલાકારો કપલને મમ્મી–પપ્પા બનવા બદલ દિલથી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
જણાવી દઈએ કે રાજકુમાર અને પત્રલેખાએ 9 જુલાઈએ ‘બેબી ઓન ધ વે’ પોસ્ટ શેર કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. ત્યારથી બંને નાની ખુશીના આવકાર માટે આતુર હતા. ઘણી વખત પત્રલેખાને ક્લિનિકની બહાર પણ જોવામાં આવી હતી. અને હવે તેમની લગ્નવાર્ષિકાના દિવસે જ બંનેને દીકરી સ્વરૂપે જીવનનું સૌથી સુંદર ભેટ મળી છે. આજે તેમના ઘરે ડબલ સેલિબ્રેશનનો માહોલ છે.ઉલ્લેખનીય છે કે રાજકુમાર રાવ અને પત્રલેખાએ લગ્ન પહેલાં 11 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા.
બંનેની મુલાકાત વર્ષ 2010માં થઈ હતી. ઓક્ટોબર 2021માં રાજકુમારે પત્રલેખાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને એક મહિના બાદ 15 નવેમ્બરના રોજ ચંદીગઢમાં બંનેએ ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું. લગ્નમાં થોડા નજીકના મિત્રો અને પરિવારજનો જ સામેલ હતા. તેમની લગ્નવિધિ અનેક કારણોસર ચર્ચામાં રહી હતી. દુલ્હન પત્રલેખાએ પોતાના ઘુંઘટ પર બંગાળી કવિતા લખાવી હતી અને રાજકુમારે પણ પોતાની દુલ્હન પત્રલેખાથી જ સિંથુર ભરાવ્યું હતું.-