Cli

પ્રેમી માટે પ્રેમિકાએ પોતાના જ ઘરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી !

Uncategorized

પ્રેમ આંધળો હોય છે, પ્રેમ પામવા માટે આજની યુવા પેઢી ગમે તે કરી શકે છે. ભીમ પામવા માટે પ્રેમીઓ ગમે તે હદ સુધી જઈ શકે છે આવો જ એક કિસ્સો રાજકોટના જેતપુરમાં સામે આવ્યો છે. જેમાં પ્રેમી માટે પ્રેમિકાએ પોતાના જ ઘરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી સૂત્રો મુજબ એ સોના ચાંદીના દાંગીના ની કિંમત આઠ લાખ સુધીની હતી.

જેતપુરમાં બાપુની વાડીમાં રહેતા અને ફોટોગ્રાફીનું વ્યવસાય કરતા, ફરિયાદીએ ફરિયાદ નોંધાવી કે પોતાના 8.20 લાખ દાગીના ની ચોરી થઈ છે. પોતાની સગીર પુત્રીએ બેડ માંથી રહેલા દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું. જ્યારે ફરિયાદી જમીનના દસ્તાવેજ શોધવા માટે બેડમાં જોવે છે ત્યારે દાગીના ગાયબ હોવાનું એમને નજરી પડે છે દાગીના બેડમાં હતા નહીં પછી એમને પુત્રી અને પુત્રને પૂછતા એમને થોડા થોડા દાગીના ચોરી કરી હોવાનું કબૂલ્યું.

પછી પુત્રીની વધુ દબાણપૂર્વક પૂછતા એને એ દાગીના પોતાના પ્રેમી અજયની આપ્યા હોવાનું કબુલાત કરી. પોલીસે તપાસ કરતાં જણાવ્યું કે એ દાગીના ચોરી કરેલા દાગીના અજય તેના મિત્ર અભયને આપ્યા હોવાનું સામે આવ્યું. અભય કે જે અજયના મિત્ર હતા અજય ઉર્ફિકેતન બાવળીયા હવે એ દાગીના અભય રાજકોટ અને મુંબઈમાં વેચવા હોવાનું સામે આવ્યું આ રીતે પોલીસે ફરિયાદીની પુત્રી અજય અને એના મિત્ર અભયની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *