90ના દશકા ના બોલીવુડ સુપર સ્ટાર અભિનેતા ગોવિંદા જેમને 1986 માં આવેલી ફિલ્મ ઈલ્જામ થી બોલિવૂડ ડેબ્યુ કર્યુ અને તેઓ ની આ ફિલ્મ સુપરહિટ રહી ત્યાર બાદ તેઓએ લગાતાર હીટ ફિલ્મો આપી તેમને 164 જેટલી ફિલ્મો માં દમદાર અભિનય થકી 12 ફિલ્મફેર એવોર્ડ ચાર સીને એવોર્ડ સહીતના ઘણા વિશેષ એવોર્ડ મેળવ્યા.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેમના ડાન્સિંગ અને એક્શન અભિનેતા તરીકે પોતાની શરૂઆત કરીને ત્યારબાદ કોમેડી અભિનેતા તરીકે પણ બહાર આવ્યા તેમણે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી કોમેડી ફિલ્મ પણ આપી તેમની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે તાજેતરમાં ગોવિંદા તેમની પત્ની સુનિતા અહુજા સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા.
જયા તેમને જોતાજ ફેન્સ ગોવિંદા સાથે સેલ્ફી લેવા પડાપડી કરવા લાગ્યા એ દરમિયાન તેમની પત્ની સુનિતા આ જોઈને ખુબ જ ખુશ થઈ હતી ગોવિંદાએ ફેન્સના ટોળામા રહેલા બધા જ લોકો સાથે સતત એક કલાક પોતાનો ટાઈમ આપીને આનાકાની કર્યા વિના બધા સાથે સેલ્ફી આપી હતી આ દરમિયાન.
ઘણા ફેન્સ તેમની પત્ની સુનિતા સાથે પણ સેલ્ફી લેતા જોવા મળ્યા ગોવિંદા આજે પણ ખુબ હેન્ડસમ અને સ્માર્ટ દેખાતા હતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા બ્લેક કોમ્બિનેશન કપડામાં જોવા મળ્યા હતા ફેન્સ ગોવિંદા ને જોઈ હરખ થી કુદી પડ્યા હતા જે જોતા સુનિતા ને પણ પોતાના પતિ પર ગર્વ થયો હતો.