સતીશ શાહના ઓન-સ્ક્રીન પુત્રે સગા સંતાનનો ફરજ નિભાવ્યો. અર્થીને ખભો આપવાથી લઈને મુખાગ્નિ આપતાં દિલના સંબંધોની એક અનોખી મિસાલ આપી. પિતાના અંતિમ સંસ્કાર પછી રાજેશ કુમાર તૂટી પડ્યા. 21 વર્ષના ગાઢ સંબંધની પીડામાં તેમના આંસુ રોકાયા નહીં. ટીવી શો સારાભાઈ વર્સેસ સારાભાઈમાં સતીશ શાહના ઓન-સ્ક્રીન પુત્રની ભૂમિકા ભજવનારા અભિનેતા રાજેશ કુમાર પોતાના પિતાસમાન સતીશ શાહના અવસાનથી ભારે દુઃખી થયા છે.
74 વર્ષની ઉંમર સુધી નિસંતાન રહેલા સતીશ શાહના અંતિમ સંસ્કારની તમામ વિધિઓ તેમના ઓન-સ્ક્રીન પુત્ર રાજેશે જ પૂર્ણ કરી. પોતાના ઓન-સ્ક્રીન પિતાના પ્રત્યે સગી સંતાન કરતાં પણ વધારે ફરજ નિભાવતા રાજેશે અર્થીને ખભો આપ્યો અને મુખાગ્નિ આપી. આંખોમાં આંસુ, ચહેરા પર દુઃખ અને હૃદયમાં તડપ સાથે સતીશ શાહને અંતિમ વિદાય આપવી ટીવી અને ફિલ્મ જગતના અનેક કલાકારો માટે પણ અત્યંત કઠિન ક્ષણ હતી.શ્વશાનમાંથી બહાર નીકળતા રાજેશ કુમારની આંખોમાંના આંસુ અને હૃદયની પીડા ના કેમેરામાં કેદ થઈ. પિ
તાને ગુમાવ્યા બાદ રાજેશે કહ્યું – “મારા પપ્પા ગયા યાર… બસ એટલું જ કહું છું. 21 વર્ષના દરેક પળ યાદ આવી રહ્યા છે. થેન્ક યુ સો મચ… આજનો દિવસ એકદમ ખાલી ખાલી લાગ્યો.”વિડિયો મુજબ, રાજેશ કુમાર બિહાર ખાતે શૂટિંગ કરી રહ્યા હતા, પરંતુ સતીશ શાહના અવસાનના સમાચાર મળતાં જ તેમણે શૂટિંગ છોડીને આખી રાત મુસાફરી કરીને મુંબઈ પહોંચ્યા અને અંતિમ સંસ્કારમાં હાજર રહી દરેક જવાબદારી નિભાવી.
સતીશ શાહને 74 વર્ષની ઉંમર સુધી સંતાનનો આનંદ ન મળ્યો હતો, પરંતુ રાજેશે સાબિત કરી દીધું કે દિલના સંબંધો લોહીના સંબંધો કરતાં પણ ઊંચા હોય છે.જણાવવામાં આવ્યું છે કે સતીશ શાહના પરિવાર તરીકે હવે ફક્ત તેમની પત્ની મધુ શાહ જ છે, જેઓ છેલ્લા કેટલાક વર્ષોથી અલ્ઝાઈમર જેવી પીડાદાયક બીમારીથી પીડિત છે.
સતીશ શાહ પોતે પણ લાંબું જીવન જીવવા ઈચ્છતા હતા જેથી તેઓ પોતાની પત્નીની સંભાળ લઈ શકે.પતિના અચાનક અવસાનથી મધુ શાહને ગભરાટ અને માનસિક રીતે આઘાત પહોંચ્યો હશે. હવે પ્રશ્ન એ છે કે શું ઓન-સ્ક્રીન પુત્ર રાજેશ કુમાર તેમના “પિતાસમાન” સતીશ શાહની બીમાર પત્નીની જવાબદારી પણ ઉઠાવશે?આ તો આવનારો સમય જ બતાવશે કે બિમાર અને હવે વિધવા મધુ શાહને વૃદ્ધાવસ્થામાં કોણ સહારો આપશે. પરંતુ સતીશ શાહના અવસાનથી આખા ટીવી જગતમાં અને બૉલીવુડના કલાકારોમાં શોકની લાગણી છે. સૌએ નમ આંખોથી દિગ્ગજ કલાકારને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે.