હાલમાં શિલ્પા શેટ્ટી અને સંજય દત્ત એક ઇવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા. બંને મીડિયા માટે પોઝ આપી રહ્યા હતા અને તેમની સાથે સિક્યોરિટી પણ હાજર હતી. એ દરમિયાન રાજ કુન્દ્રા ત્યાં પહોંચ્યા.મિડિયા સામે પોઝ આપતા સમયે રાજ કુન્દ્રા શિલ્પા અને સંજય દત્ત તરફ જઈ રહ્યા હતા. પરંતુ સંજય દત્તના બોડીગાર્ડે તેમને ઓળખ્યા નહોતા. તેને લાગ્યું કે કોઈ અજાણ્યો વ્યક્તિ તેમની નજીક આવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
તેથી બોડીગાર્ડે રાજ કુન્દ્રાને પાછળ ધકેલી દીધા.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે આ પરિસ્થિતિ રાજ કુન્દ્રા માટે ઘણી ઓકવર્ડ હતી. હકીકતમાં બોડીગાર્ડને કદાચ ખબર નહોતી કે તેઓ શિલ્પા શેટ્ટીના પતિ છે અને માત્ર પોતાની પત્ની પાસે જઈ રહ્યા હતા, કોઈ ફેન તરીકે ફોટો પડાવવા માટે નહીં.પછી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ, પરંતુ ત્યાં સુધી વીડિયો ઇન્ટરનેટ પર ફેલાઈ ચૂક્યો હતો.
રાજ કુન્દ્રાએ અગાઉ પણ આવી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. તેઓ હંમેશા શિલ્પા શેટ્ટીના કરિયરનો માન રાખે છે અને તેમને સંપૂર્ણ સમર્થન આપે છે. આવી ઘટનાઓથી તેમના સંબંધ પર કોઈ અસર પડતી નથી.છેલ્લા કેટલાક સમયથી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા કાનૂની મામલાઓને લઈને ચર્ચામાં રહ્યા છે. તાજેતરમાં 60 કરોડ રૂપિયાના કથિત ફ્રોડ કેસને કારણે તેમને વિદેશ મુસાફરીમાં મુશ્કેલીઓ આવી હતી અને કેટલાક મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ રદ કરવા પડ્યા હતા.