નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થયો અનેક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની શરૂઆત થઈ ગઈ આજનો દિવસ અને આગામી 24 કલાકે ગુજરાત માટે ભારે છે કારણ કે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે વરસાદ પડવાના અનેક કારણો છે એની વાત કરી એની પહેલા ક્યાં એલર્ટ છે
એની વાત કરી રહીએ આજે 29 તારીખ અને આજે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ બધા જ વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં છૂટાયા છવાયા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈ કાલ રાતથી જ ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે છૂટો છવાયો વરસાદ કચ્છમાં પડવાની શરૂઆત થઈ ગઈ. વેસ્ટર્ન ડિસ્ટરબન્સની જે સિસ્ટમ છે
એ સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત પરથી એનો ટ્રોફ પસાર થઈ રહ્યો છે ને એના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. 29 તારીખ પછી 30 તારીખે પણ સ્થિતિ એવી જ રહેવાની છે 30 તારીખે જે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે 30 તારીખની જે આગાહી છે એ પ્રમાણે મધ્યના ભાગો એમાં વધારે એડ થશે અને ક્યાં વરસાદ પડશે તો કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા કચ્છ મહીસાગર અને દાહોદ આ વિસ્તારો એવા છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે એટલે 29 અને 30 તારીખે વરસાદ પડશે 31 તારીખે પણ અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવનાઓ બાકીના વિસ્તારોમાં ક્યાંય જ વરસાદની આગાહી નથી છતાં પણ દરિયાકાંઠાનો આ જે વિસ્તાર છે
એટલે દેવભૂમિ દ્વારકાથી લઈ અને ભાવનગર આ મેપમાં સતત બદલાવ આવતો રહેશે વિંડીમાં આપણે જોઈએ તો આપણને ખબર પડે કે દેવભૂમિ દ્વારકાથી લઈને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારમાં સાથે જ 30 તારીખે અમદાવાદમાં પણ વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે ગાંધીનગરમાં પણ દેખાય છે હવામાન વિભાગ 24 કલાકમાં આ અપડેટ જે છે એટલે કે વેધરના જે જિલ્લાઓ છે એ બદલતા રહેતા હોય છે એટલે 24 કલાકની અંદર આ આગાહીઓમાં પણ ઘણી ફેરફાર આવી શકે છે પણ મુખ્યત્વે આટલા વિસ્તારો એવા છે કે જ્યાં 30 તારીખે વરસાદ પડશે 29 તારીખે આ બધા જ વિસ્તારો પર વરસાદ પડશે પહેલી બીજી તારીખ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. કારણ શું છે તો ઉપરના પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સ પસાર થાય છે નીચેના પ્રદેશો દક્ષિણના પ્રદેશો છે ત્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે અને ઈરાન તરફથી આવતી એક સિસ્ટમ પાકિસ્તાન તરફ થઈ અને કચ્છ ઉપરથી એનો ટ્રક પસાર થશે.
રાજસ્થાન તરફ જ્યારે આગળ વધશે એના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. આજનો દિવસ અને કાલનો દિવસ એવો છે કે જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી બીજા બે દિવસ પણ એ લાંબુ ચાલે એવી સંભાવનાઓ છે અત્યારે તો જ્યાં જ્યાં વરસાદ પડી રહ્યો છે ત્યાં ત્યાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે વેસ્ટર્ન ડિસ્ટરબન્સની અસરને કારણે ભારે પવન સાથે વરસાદની આગાહી આગામી બે દિવસ માટે છે તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વીડિયોને લાઈક અને શેર કરજો