નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ. ગુજરાતમાં વરસાદે આમ તો છેલ્લા કેટલાય સમયથી બ્રેક લીધો છે. પણ ફરી એકવાર એવો વરસાદ આવવાની સંભાવના છે જે ભૂકા બોલાવે એવો હોય જે પૂર લાવે એવો હોય અને વરસાદ ક્યારે આવવાનો છે? ક્યાં એવો વરસાદ પડવાનો છે. કઈ સિસ્ટમ એવી એક્ટિવ છે જેના કારણે ખૂબ વધારે વરસાદની આગાહી છે બધી જ વાત કરીશું. પહેલા વિંડીના માધ્યમથી આપણે જોઈએ તો ગુજરાતના મધ્યના ભાગોમાં દાહોદ છોટા ઉદયપુર નર્મદાવાળા પટ્ટામાં આજે વરસાદની સંભાવના દેખાય છે. વડોદરામાં વરસાદ પડી શકે છે.
સાથે જ આ બાજુ જામનગર અને દેવભૂમિ દ્વારકાના પટ્ટામાં જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે. છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પડવાની સંભાવનાઓ આજના દિવસ પૂરતી છે. સાંજ સુધીમાં વરસાદ પડવાનો છે. બાકી આજના દિવસમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી. અમુક જિલ્લાના અમુક જગ્યાએ છૂટો છવાયો સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. અહીંયા એક સિસ્ટમ બની બંગાળની ખાડીમાં અત્યારે બંગાળની ખાડી એક્ટિવ નથી. બંગાળની ખાડીમાં સતત સિસ્ટમો નથી બની રહી પણ આ હૈદરાબાદની આસપાસ એક સિસ્ટમ અને એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધે. સિસ્ટમ આગળ વધે એટલે નીચેના જેટલા પણ પ્રદેશો છે. મહારાષ્ટ્રને એની અસર થાય.
મધ્યપ્રદેશને આગળ જતા એની અસર થાય અને એના કારણે ગુજરાતના મધ્યના ભાગો અને દક્ષિણના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે 10 તારીખ સુધીમાં એ સિસ્ટમ અહીંયા પહોંચી જાય છે પછી આ બધા જ એના આઉટરક્લાઉડ છે એટલે આપણે જે કહીએ કે એક સિસ્ટમ બની છે એની આસપાસ જે વાદળો ઘેરાયેલા હોય એની આજુબાજુ એટલે સાયક્લોનની જે આંખ હોય એ શાંત હોય પણ આજુબાજુ જે વાદળો હોય ત્યાં પવનની ગતિ ખૂબ વધારે હોય પવન ખૂબ ફૂકાતો હોય એટલે જે આઉટર ક્લાઉડ હોય એ વધારે મજબૂત હોય અને એ સિયર ઝૂન જે બનતું હોય એ સિયર ઝોનની અંદર જેટલા પણ જિલ્લાઓ જેટલા પણ રાજ્યો આવતા હોય ત્યાં ખૂબ વધારે વરસાદની આગાહી હોય 11 12 તારીખ સુધીમાં ગુજરાતના દક્ષિણના ભાગોમાં અને મધ્યના ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે
15 તારીખ પછી અરબી સમુદ્ર પણ એક્ટિવ થાય છે બંગાળની ખાડીમાંથી પણ એક સિસ્ટમ બની અને આગળ વધે છે એટલે 15 તારીખ પછી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે 16 17 18 તારીખની આસપાસ બધા જ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે એટલે બધા જ જિલ્લાઓમાં વરસાદ પડી જાય તેવી સંભાવનાઓ છે. આ વર્ષે જે ચોમાસું છે એની પેટર્ન ખૂબ અલગ રહી છે.
ઓગસ્ટ મહિનામાં પણ શરૂઆતમાં જે એવું કહેવાતું હતું કે સાવ વરસાદ નહીં પડે એવી સ્થિતિ જ રહી છે. અમુક જિલ્લાઓમાં જ ક્યાંક વરસાદ પડ્યો છે બાકી ક્યાંય વરસાદ નથી પડ્યો બધી જ જગ્યાએ છૂટો છવાયો સામાન્ય વરસાદ પડ્યો છે પણ અડધું અડધું ચોમાસું અને એવું કહેવાય કે અડધું ઓગસ્ટ પતી જશે ત્યાં સુધી વરસાદની કોઈ આગાહી નથી.
સપ્ટેમ્બરમાં એવું કહેવાય કે જે ચોમાસુ છે એ વિથડ્રોલની પ્રોસેસ શરૂ થઈ જતી હોય છે પણ આ વખતે સપ્ટેમ્બરમાં પણ વરસાદની સંભાવનાઓ છે આખો સપ્ટેમ્બર ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે એટલે સપ્ટેમ્બરમાં આ વખતે વરસાદની સંભાવના ચોમાસુ થોડું લાંબુ ખેંચાય એવી સંભાવનાઓ છે 14 15 તારીખ સુધી તમે જુઓ કે ગુજરાતના કોઈ ભાગોમાં વરસાદ નથી દેખાઈ રહ્યો એટલે ક્યાંય અતિભારે વરસાદ હોય કે પછી કોઈ એવી મજબૂત સિસ્ટમ હોય જે ગુજરાત તરફ આવતી હોય એવું ક્યાંય નથી દેખાઈ રહ્યું એટલે ગુજરાતમાં માં જે આગાહી કરવામાં આવી હતી એ પ્રમાણે ક્યાંય વરસાદ અત્યારે નથી દેખાઈ રહ્યો. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત બધા જ એવું માને છે કે ચોમાસુ જે સતત પોતાની પેટર્ન બદલી રહ્યું છે એટલે એકસાથે ખૂબ બધો વરસાદ પડે છે એક સાથે વરસાદ બ્રેક પર પણ જતો રહે છે. જુલાઈમાં પણ કઈક એવું થયું જુલાઈની શરૂઆતમાં બિલકુલ વરસાદ ન હતો