અમરેલી જિલ્લામાં ફરી એકવાર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જૂનાગઢમાં લીલી પરિક્રમા રદ કરવાનો નિર્ણય કરવો પડ્યો છે. વરસાદના કારણે રોડ બધા ધોવાઈ ગયા એના કારણે સામાન્ય રસ્તો પણ એવો સંભવ નથી બચ્યો કે ત્યાં સાધુ-સંતો સિવાય એક પરંપરા નિભાવવા સિવાય સામાન્ય યાત્રિકો જઈને આ પ્રવાસ કે પરિક્રમા કરી શકશે અને એટલે જ આટલો મોટો નિર્ણય કરવો પડ્યો છે અને એટલા જ માટે તમે કલ્પના કરી શકો છો કે આ સ્થિતિની અંદર ખેડૂતની હાલત શું હશે?
નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું દેવાંશી અને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે હજુ પણ આ ખતરો ટળ્યો નથી અને એટલે જ આજે સિસ્ટમ બની છે એ ગુજરાત પર એટલી મોટી અસર પાડી રહી છે કે સૌરાષ્ટ્રના ખેડૂતો અને સૌરાષ્ટ્ર પૂરતું સીમિત ન રહેતા આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદે મોટા ભાગની જગ્યાએ સ્થિતિ બહુ જ બેકાબુ કરી છે ખેડૂતની પાસે એક ઓપ્શન સર્વેનો આપવામાં આવ્યો છે એક એપ્લિકેશન આપવામાં આવી છે અને જેના પર કૃષિ પ્રગતિ પરથી એ પોતે જાતે સર્વે કરી શકે પણ અમરેલીમાંથી એવા દ્રશ્યો પણ સામે આવ્યા કે જેને કારણે ખેડૂતો જાતે એ સર્વે કરવા માટે નહોતા એપ્લિકેશન ઓપન નહોતી થઈ રહી અને એને કારણે પણ એમને સમસ્યા આવી ગ્રામસેવક જો કે સર્વે કરી રહ્યા છે સર્વે કર્યા પછી પણ જે ટેકાના ભાવે ખરીદીનું દબાણ વિપક્ષ કરશે અથવા ખેડૂતો પણ કરશે સરકારે મગફળ ખરીદીને શું કરશે એ બહુ મોટો સવાલ છે
કેમ કે મગફળી બધાએ જોઈ છે બાકીના પાક જોયા છે હાલત કેટલી ખરાબ છે એટલે સરકાર એને સ્ટોર નહીં કરી શકે સરકાર સાચવી નહી શકે અને એટલે જ અત્યારે સરકારે થોડું એ હૃદય રાખવાની જરૂર છે કે આ ખરીદી કરો એની પ્રક્રિયા એના માટે બારદાન ખરીદો ગોડાઉન ભાડે રાખો આ બધી પ્રક્રિયા કરતા સરકાર એવું હૃદય રાખે કે આ તમે એક્સટ્રા ખર્ચો જે કરી રહ્યા છો એની જગ્યાએ તમે ખેડૂતને સીધી એ સહાય આપો કેમ કે લીધા પછી પણ તમે સાચવી નથી શકવાના અનેહજારો કિલો હજારો મણ પાકનો નાશ થાય બરબાદ થાય એના કરતાં ખેડૂતને મદદ પહોંચે આ વસ્તુ જરૂરી છે જો કે ભાવાંતર યોજનાને જે મધ્યપ્રદેશમાં જે તે સમયે લાગુ હતી એને સરકારે સ્વીકારી નથી. ગુજરાતમાં પણ કૃષિ નિષ્ણાંતો કહી રહ્યા છે.
કે ભાવફેર આપવા સિવાય સરકાર પાસે કોઈ રસ્તો નથી બીજો સહાય કરવાનો છતાંય સરકાર આ મુદ્દાને કેટલી ગંભીરતાથી લે છે એ ખબર નથી કયા વિસ્તારોમાં હજુ પણ વરસાદની આગાહી કે શક્યતા કે સંભાવના એના પર પણ નજર કરીએ અને એટલે જ આ દ્રશ્ય પરથી તમને સમજાશે કે આ હજી સિસ્ટમ બહુ જ સરળતાથી શાંત થઈ જશે એ પ્રકારની સ્થિતિ નથી આ બધો જે યલ્લો ઝોન છે ભાવનગરથી લઈને ઉના સુધીનો આખો અમરેલી સુધીનો પટ્ટો ત્યાં અસર રહેશે દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ છે વડોદરામાં પણ વરસાદની સંભાવના છે અમદાવાદમાં પણ સતત વરસાદ ચાલુ હોય છે એટલે એ સવાલ તો રહે છે જ કે આપણે ખરેખર શિયાળો આવ્યો છે.
એ બધાને કન્ફ્યુઝન છે કેમ કે આવી સીઝનમાં લોકો રેનકોટ પહેરીને નીકળતા હોય એ દ્રશ્યો પણ સામે આવે છે બીજું ઠંડી પણ બહુ છે વરસાદને કારણે એટલે આ બે પ્રકારની ઋતુનો એક સાથે સામાન્ય માણસો પણ સામનો કરી રહ્યા છે બીમારીઓ બહુ ફેલાઈ રહી છે જૂનાગઢમાં સુરેન્દ્રનગરના થાનમાં વડોદરામાં આ વધી રહેલી સિસ્ટમ 31 તારીખે રાત્રે 10વાગ્યાના દ્રશ્યો એના પછી પણ આ સિસ્ટમ એક બે દિવસમાં શાંત નથી થવાની ભાવનગરથી લઈને જામનગર સુધી દ્વારિકા સુધી આ બાજુ ઉનાનો પટ્ટો અહીંયા દાહોદનો વિસ્તાર કે પછી દક્ષિણ ગુજરાત સતત એનાથી પ્રભાવિત છે.
આખો કાંઠો વિસ્તાર અહીંયાથી એનાથી પ્રભાવિત છે અને સિસ્ટમ જેમ જેમ ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ જેમ વધારે નજીક આવી રહી છે એમ એ ખતરો તો યથાવત છે ચાલુ છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર એટલી મોટી છે ગુજરાત પર કે જેમ કે તમે જૂનાગઢમાં જુઓ કે લીલી પરિક્રમાના સમયે પણ ખૂબ વધારે વરસાદ રહેશે એવી સંભાવનાઓ છે અને એટલે જ આ આખો દરિયાઈ કાંઠાનો વિસ્તાર સૌરાષ્ટ્રનો એ પ્રભાવિત છે કચ્છમાં પણ વરસાદ વરસી રહ્યો છે આ પૂર્વ વિસ્તાર ગુજરાતનો ત્યાં પણ છૂટી છવાઈ સિસ્ટમ વચ્ચે વચ્ચે બને છે.
ને એના કારણે આ હું તમને બીજી તારીખે રાત સુધીના દ્રશ્યો એકસાથે બતાવીશ એટલે તમને સમજાશે કે બીજી તારીખે રાત સુધી તો વરસાદ ચાલુ જ રહેવાનો છે અને આ સિસ્ટમ જેવી અહીંયા દ્વારિકા જામનગર બાજુ ગુજરાતમાં પ્રવેશે છે અને ઉપર કચ્છ અને આ બાજુ ઉત્તર ગુજરાત બાજુ આગળ વધે છે એમ એ ઉત્તર ગુજરાતમાં પણ વધારે વરસાદ લઈને આવશે એટલે મહેસાણા પાલનપુર આ બાજુ રાજસ્થાનનું ડુંગરપુર આ ત્રીજી તારીખ સુધીમાં આ સિસ્ટમઆગળ વરશે એ સિસ્ટમ ક્રોસ કરીને આપણને જાય ચોથી તારીખની આજુબાજુ ત્યાં સુધી આ વરસાદ અને આ સ્થિતિ યથાવત રહેશે અને એટલે જ આ તમે ત્રીજી તારીખે સાંજના આજના રાતના દ્રશ્યો જોઈ રહ્યા છો ત્રીજી તારીખની આજુબાજુ ઉત્તર ગુજરાત પૂર્વ અને નીચે દક્ષિણ સુધીનો વારો આવવાનો છે.
દાહોદની આજુબાજુ બહુ વધારે વરસાદ રહેશે ચોથી તારીખ પછી આ વરસાદ છે એ બંધ થવાની શરૂઆત થશે એટલે લગભગ ચોથી કે પાંચમી નવેમ્બરની આજુબાજુ સ્થિતિ સામાન્ય થાય આકાશ થોડું ચોખ્ખું દેખાય શિયાળાનો અહેસાસ થાય ત્યારે ખબર પડશે સરકારે ટેકાના ભાવે ખરીદી કરવામાં વિલંબ કર્યો છે અને એ વિલંબભાવફેર આપવા માટે હોય એવી અપેક્ષા છે જે સીધી દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે કે બધાને નુકસાન છે પણ એમાં ખેડૂતને મહાનુકસાન છે. તો સરકાર આ વાતની ગંભીરતાને જે પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે
કે સરકાર સમજી રહી છે પણ ખાલી હું એ સમજુંને તમે સમજો ને બધા જ સમજેને પછી બધા ભેગા થઈને એવું કહીએ કે બિચારો કે બાપડો ખેડૂત તો એનાથી સોલ્યુશન નથી આવતું અમે લોકો ખાલી સમજી શકીએ છીએ અથવા બતાવી શકીએ છીએ લાગુ કરવાનું કામ એટલે અત્યારે સરકારનું મક્કમ દેખાવવાનું કામ છે બાકી બધાને દુઃખ તો ખબર પડી જ રહી છે કોઈ આકાશમાંથી પેદા નથી થયુંબધાને ખબર છે કે અન્ન ક્યાંથી આવે છે એટલે દરેક વ્યક્તિ ખેડૂતની સ્થિતિ સમજી રહ્યા છે સરકાર પણ સમજી રહી છે સરકારનું કામ હવે ખાલી સમજવાનું નથી એક્શન લેવાનું છે. અને એ દેખાય એવી અપેક્ષા નમસ્કાર