આજે ગુજરાત રીજનમાં ભારે થી અતિ ભારે વરસાદ સાથે અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. કાલે ગુજરાત રીજન માટે કોઈ ભારે વરસાદની ચેતવણી નથી. સૌરાષ્ટ્ર માટે આજે ભારે થી અતિ ભારે અને અલગ-અલગ સ્થળોએ અતિ અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને કાલે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાત રીજનમાં આજે જે જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે વરસાદ માટે રેડ વોર્નિંગ આપવામાં આવી છે તે છે બનાસકાંઠા અને પાટણ. મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે.સૌરાષ્ટ્રમાં કચ્છ જિલ્લામાં અતિ અતિ ભારે વરસાદ માટે રેડ વોર્નિંગ આપવામાં આવ્યું છે.
દ્વારકા, જામનગર, મોરબી અને સુરેનદ્રનગર જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ વોર્નિંગ છે. પોરબંદર, જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી છે.કાલે 9 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના કચ્છ જિલ્લામાં પીળી ચેતવણી સાથે ભારે વરસાદની આગાહી છે.આજે અને કાલે બંને રીજનમાં ગાજવીજ સાથેના વરસાદની શક્યતા છે. પવનની ગતિ 30 થી 40 કિ.મી. પ્રતિ કલાક રહેશે.
માછીમારો માટે આગાહી મુજબ આવતા ત્રણ દિવસ દરિયાકાંઠે 50 થી 60 કિ.મી. પ્રતિ કલાક પવન સાથે 70 કિ.મી. પ્રતિ કલાક સુધીના ઝાટકા રહેશે અને સમુદ્રમાં ઉથલપાથલ સ્થિતિ રહેશે. 9 અને 10 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે પવનની ગતિ થોડું ઓછું થઈ 40 થી 50 કિ.મી. પ્રતિ કલાક સાથે 60 કિ.મી. પ્રતિ કલાકના ઝાટકા રહી શકે છે. પોર્ટ માટે એલસીએસ-3 વોર્નિંગ આપવામાં આવી છે.
હાલમાં દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને જોડાયેલા રાજસ્થાન-કચ્છ વિસ્તારમાં ડિપ્રેશન સક્રિય છે. તેનું મૂવમેન્ટ ઉત્તર પશ્ચિમ દિશામાં છે અને ધીમે ધીમે નબળું થશે. મોનસૂન ટ્રફ હાલ કોટા–સિદ્ધી–રાંચી–દીઘા સુધી પૂર્વ તરફ ઉડીસા અને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્તરેલું છે.ગઇકાલે કેટલાક સ્ટેશનો પર અતિ ભારે વરસાદ નોંધાયો હતો. ગુજરાત રીજનમાં સુઈગામમાં 40 સેમી, ભાભરમાં 35 સેમી, વાવમાં 30 સેમી અને થરડમાં 29 સેમી વરસાદ નોંધાયો.
કચ્છના એક સ્ટેશન પર 36 સેમી વરસાદ નોંધાયો હતો, જ્યારે ત્યાંનો ઓલ ટાઈમ રેકોર્ડ 47 સેમી છે. આ મહિનાનો અત્યાર સુધીનો રેકોર્ડ 19.5 સેમી રહ્યો છે.આજ સુધી ગુજરાત રાજ્યમાં કુલ 814 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 28 સેમી વધારે છે. સામાન્ય વરસાદ 634.6 મીમી હોય છે. એટલે કે આ સિઝનનો અત્યાર સુધીનો વરસાદ 114.3% નોંધાયો છે.છેલ્લા બે-ત્રણ વર્ષથી ખાસ કરીને બનાસકાંઠા અને કચ્છમાં,
જ્યાં સામાન્ય રીતે ઓછો વરસાદ પડતો હતો, ત્યાં હવે વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે. તેનું કારણ મોનસૂન ટ્રફનું સ્થાન છે. જ્યારે સિસ્ટમ બંગાળમાં બને છે અને મોનસૂન ટ્રફ સામાન્ય કરતાં દક્ષિણ તરફ રહે છે, ત્યારે એ સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ પસાર થાય છે અને તેથી ત્યાં ભારે વરસાદ થાય છે.હાલમાં બે સિસ્ટમ સક્રિય છે. એક મહત્વનું ડીપ ડિપ્રેશન દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને કચ્છ વિસ્તારમાં છે. બીજું ઉપરનો સિસ્ટમ પંજાબ-ઉત્તર પ્રદેશ તરફ છે, જે તેટલું મહત્વનું નથી.