Cli

ગુજરાતમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત! આ જિલ્લાઓએ ભારે વરસાદ માટે તૈયાર રહેવાનું!

Uncategorized

ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ ધીરે ધીરે મજબૂત થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડિપ્રેશનમાં જશે એ સિસ્ટમ અને એની અસરો આખા ગુજરાતમાં દેખાશે. વહેલી સવારથી મધ્ય ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ કરંટ છે એટલે ઊંચા મોજા ઉછળી રહ્યા છે ભારે પવન સાથે ત્યાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાંભારે વરસાદ પડશે. વહેલી સવારે 6 વાગ્યાથી ઊંઝા મહેસાણા અને ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે આ બધા જ વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતો અત્યારે ખૂબ ટેન્શનમાં છે

કારણ કે આજે પાછોતરા વરસાદ હોય છે એમાં ખેડૂતોને નુકસાન થતું હોય છે અને આ ક મોસમી વરસાદ માવઠાને કારણે ખેડૂતોને નુકસાન થાય એવી સંભાવનાઓ છે કારણ કે હજુ 30 તારીખ સુધી આ વરસાદ યથાવત રહેવાનો છે. આજે હવામાન વિભાગની આગાહી જોઈએ તો આજે કેટલા જિલ્લાઓમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યા છે તો અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણદાદરા નગર હવેલી અનેડાંગમાં યલ્લો એલર્ટ છે એટલે ત્યાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. સાથે જ પછી અમદાવાદ, ગાંધીનગર આ બધા વિસ્તારોમાં કાલે વરસાદ પડવાની સંભાવના છે એટલે કાલે મોટાભાગના જિલ્લાઓ એવા છે સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં વરસાદ પડશે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે. એટલે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે.

ઊંઝામાં વહેલી સવારથી આપણે વરસાદની વાત કરી એનાસિવાય જાફરાબાદ, અમરેલી આ બધા વિસ્તારોમાં પણ દરિયા કાંઠે ખૂબ વધારે પવન ફૂકાઈ રહ્યો છે. દરિયા કાંઠે ભારે મોજા પણ ઉછળી રહ્યા છે. જાફરાબાદના શિયાળ બેટમાં અત્યારે દરિયામાં મોજા ઉછળી રહ્યા છે. સાથે ત્યાં બધી જ જગ્યાએ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે ભયજનક સિગ્નલો જે લાગતા હોય એ લગાવી દેવામાં આવ્યા છે. ત્રણ નંબરનું સિગ્નલ ત્યાં લાગુ કરી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં પણ વાતાવરણમાં અચાનકથી વહેલી સવારથી પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ એ સ્થિતિછે. દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણદાદરાનગર, હવેલી, તાપી, નવસારી આ બધા વિસ્તારોમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવી ગયો છે

ત્યાં પણ હવે ટૂંક સમયમાં આજે વરસાદ પડે તેવી સંભાવના છે એટલે મોટા મોટી આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાનો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાનો છે અને વહેલી સવારથી જ્યાં વરસાદ પડ્યો એના દ્રશ્ય તો તમે જોઈ જ રહ્યા છો. ખેડૂતોને વધારે નુકસાન ન થાય એ આશા રાખી શકીએ આપણે બાકી આ માવઠું જે છે એ ભયંકર આવવાનું છે કારણ કે બે અરબી સમુદ્ર અને બંગાળની ગાડી બેયમાં સિસ્ટમ બનેલી છે

અરબી સમુદ્રનીસિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચે એના આઉટર ક્લાઉડ એ ગુજરાત સુધી પહોંચેલા હોય અને આખા ગુજરાતમાં જ્યારે આઉટર ક્લાઉડ ફેલાયેલા હોય ત્યારે એની અસરો તો ભયાનક થવાની જ હોય છે આગામી 29 તારીખ સુધી આગાહીઓ બદલાતી રહેશે બધી માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા રહીશું તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ્સમાં જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *