આદમી પાર્ટી (AAP) માં છેલ્લા કેટલાક સમયથી બધું બરાબર નથી ચાલી રહ્યું તેવી અટકળોએ જોર પકડ્યું છે. ખાસ કરીને કથિત દારૂ કૌભાંડમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓ નિર્દોષ છૂટ્યા હોવા છતાં, રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની રહસ્યમય ચૂપકીદીએ અનેક સવાલો ઉભા કર્યા છે. શું રાઘવ ચઢ્ઢા પાર્ટીથી નારાજ છે? શું તેઓ ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે?
આ તમામ સવાલોના જવાબ તાજેતરમાં સાંસદ સંજય સિંહે એક ઈન્ટરવ્યુમાં આપ્યા છે.ચૂપકીદી પાછળનું રહસ્ય અને સંજય સિંહનો જવાબએક ખાનગી ચેનલ સાથેની વાતચીત દરમિયાન જ્યારે સંજય સિંહને પૂછવામાં આવ્યું કે શું રાઘવ ચઢ્ઢા પાર્ટીથી અલગ થઈ ગયા છે, ત્યારે તેમણે સ્પષ્ટ નકાર આપ્યો હતો.
જોકે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આટલી મોટી જીત છતાં રાઘવ ચઢ્ઢાએ એક ટ્વીટ કેમ ન કર્યું અથવા તેઓ પાર્ટી ઓફિસ કેમ ન આવ્યા, ત્યારે સંજય સિંહે બધો જ દારોમદાર રાઘવ ચઢ્ઢા પર છોડતા કહ્યું કે, “આ સવાલ તમે તેમને જ પૂછો તો વધુ સારું રહેશે, તેઓ જ આનો સાચો જવાબ આપી શકશે.”
ભાજપમાં જોડાવાની અટકળો પર કડક વલણરાઘવ ચઢ્ઢા પંજાબ ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો પર સંજય સિંહે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, “મને નથી લાગતું કે એવું કંઈ હોય, પણ જે દિવસે તેઓ આવું પગલું ભરશે, ત્યારે તેમની વિરુદ્ધ બોલનાર હું પહેલો વ્યક્તિ હોઈશ.” તેમણે ઉમેર્યું કે પરિવારમાં રહીને સમસ્યાઓ ઉકેલાય છે, પણ જો મામલો હાથ બહાર જશે ત્યારે જોયું જશે.રાજકીય સક્રિયતા પર ઉઠતા સવાલો .
રાઘવ ચઢ્ઢા પેશાથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને AAPમાં નાણાકીય બાબતો અને નીતિગત વ્યૂહરચનામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. પંજાબથી રાજ્યસભાના સૌથી યુવા સભ્ય અને દિલ્હી જલ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા રાઘવ ચઢ્ઢાની વર્તમાન રાજકીય ઉથલપાથલ વચ્ચેની નિષ્ક્રિયતા ઘણું બધું કહી જાય છે. હવે જોવાનું એ રહેશે કે રાઘવ ચઢ્ઢા પોતે આ બાબતે ક્યારે મૌન તોડે છે.