Cli

ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધનું સૌથી મોટું લાભાર્થી બનીને રશિયા કેમ ઉભર્યું?

Uncategorized

જાન્યુઆરી મહિનામાં જ્યારથી અમેરિકા દ્વારા પશ્ચિમ એશિયામાં સૈન્ય જમાવડો વધારવામાં આવ્યો ત્યારે જ ઈરાન દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી કે આગામી સમયમાં યુદ્ધ પ્રાદેશિક સ્તરે ફાટી નીકળશે અને સ્થારે સાથે જ ઇકોનોમિક વોરફેર પણ કરવામાં આવશે. 28મી ફેબ્રુઆરી પછી ઈરાન સતત ખાડી દેશોમાં સાઉદી અરેબિયા બહેરીન કતાર ઓમાન યુએઈમાં ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તો હુમલા કરી જ રહ્યું છે સાથે જ હોરમુઝની સામુદ્ર ધુની પણ બંધ થવાથી વિશ્વની સામે એક ભયંકર ઉર્જા સંકટ પેદા થયું છે ત્યારે આ યુદ્ધમાં પ્રમુખ પ્રશ્ન એ સામે આવ્યો છે કે શું આ સમગ્ર યુદ્ધમાં રશિયા વિજેતા બનીને ઉભરી રહ્યું છે તો આજે આપણે આ વીડિયોમાં આ સવાલનો જવાબ શોધીશું નમસ્કાર જમાવટ સાથે હું છું પશ્ચિમ એશિયા હંમેશાથી મહાસત્તાઓ વચ્ચે હરીફાઈનું એક મેદાન રહ્યું છે

તેના સંસાધનો જેવા કે ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ પર સૌ કોઈની નજર રહી છે નકશાની મદદથી સમજીએ તો આ તમે સ્ક્રીન પર પશ્ચિમ એશિયાનો મેપ જોઈ રહ્યા છો ને પશ્ચિમ એશિયામાં આવે છે ઈરાન ઈરાક સાઉદી અરેબિયા યુએઈ ઓમાન કતાર બહેરીન કુવેત જોર્ડન સીરિયા લેબનોન ઇઝરાયલ અને યમન આ દેશોના જે કુદરતી સંસાધનો છે જેમ કે ક્રૂડ ઓઇલ નેચરલ ગેસ તેની પર હંમેશાથી અમેરિકા અને 1990 પહેલા યુએસએસઆરની નજર રહી છે. શીત યુદ્ધ સમયે અમેરિકાએ યુએસએસઆર ને પશ્ચિમ એશિયામાં પગ પેસારો કરતો રોકવા માટે એક સેન્ટો નામનું સંગઠન બનાવવામાં આવ્યું હતું. જેનું ફૂલ ફોર્મ થાય છે સેન્ટ્રલ ટ્રીટી ઓર્ગેનાઈઝેશન અને તેને બગદાદ પેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે 1955 માં તે અસ્તિત્વમાં આવ્યું હતું તેના સભ્ય દેશોની વાત કરીએ તો તેમાં તુર્કી ઈરાક ઈરાન આ ઉપરાંત પાકિસ્તાન અને યુનાઇટેડ કિંગડમ પણ તેમાં જોડાયા હતા જો કે ઈરાનમાં 1979 માં આપણે સૌ જાણીએ છીએ

તેમ એક ઇસ્લામિક ક્રાંતિ થઈ અને તે પછી આ સંગઠન નિષ્ક્રિય થઈ ગયું વાત વાત કરીએ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની તો તેમણે હવે 28મી ફેબ્રુઆરીના ઈરાન પરના આક્રમણની ટીકા કરી છે અને આ ઉપરાંત તેમના દ્વારા ઈરાનના જે નવા સુપ્રીમ લીડર આયા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી છે અને મધ્યસ્થી કરવાની ઓફર આપી છે આનાથી હવે યુરોપિયન દેશોને ચિંતા વધી છે અને હવે તેમનું કહેવું છે કે પુતિન આ યુદ્ધના એકમાત્ર લાભાર્થી બનીને ઉભર્યા છે તો હવે આપણે જાણીએ કે કેવી રીતે વ્લાદિમિર પુતિન આ યુદ્ધના મુખ્ય લાભાર્થી ભારથી બનીને ઉભર્યા છે તો પહેલું કારણ એ છે કે ઈરાન યુદ્ધના કારણે યુક્રેન યુદ્ધ પરથી વિશ્વનું ધ્યાન હટી ગયું છે 2022 ના ફેબ્રુઆરીમાં રશિયા યુક્રેન પર આક્રમણ કર્યું અને હવે ઈરાન યુદ્ધના કારણે સમગ્ર વિશ્વનું ધ્યાન ત્યાંથી હટી ગયું છે પ્રમુખ વ્લાદિમીર પુતિન પર આ યુદ્ધ રોકવા હવે કોઈ દબાન નથી

એ જ કારણે સુનિશ્ચિત શાંતિ મંત્રણા પણ મુલતવી રાખવામાં આવી છે વધુમાં પુતિનના ભાષણમાં એક નવું તીર સામે આવ્યું છે કે અમેરિકા જો ઈરાન પર હુમલો કરી શકે છે તો તે રશિયા અને યુક્રેન પર હુમલો ન કરવાનું કેવી રીતે કહી શકે બીજું કારણ એ છે કે આ યુદ્ધથી રશિયાની ઉર્જા આવકમાં વધારો થયો છે ખાડી દેશોનું ઓઇલ અને નેચરલ ગેસ સપ્લાય ચેનમાંથી બહાર થઈ ગયું છે અને સપ્લાય ચેનમાંથી એટલે બહાર થઈ ગયું કેમ કે સ્ટેટ ઓફ હોરમુઝ ઈરાન દ્વારા બંધ કરી દેવામાં આવી છે જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જબરજસ્ત વધારો થયો આ ઉપરાંત રશિયાના જે ક્રૂડ ઓઇલ છે નેચરલ ગેસ તેની માંગમાં પણ હવે વધારો થયો છે અને અમેરિકાએ તો હવે ઘણા બધા દેશોને રશિયન ગેસ અને તેલ ખરીદવા માટે મંજૂરી આપી છે કેમ કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવોને નિયંત્રણમાં રાખવા પણ જરૂરી છે વાત કરીએ પશ્ચિમ એશિયામાં રશિયાના પ્રભુત્વની તો રશિયા અને પશ્ચિમ એશિયામાં મુખ્યત્વ બે દેશો સાથે સંબંધો હંમેશાથી સારા રહે છે તેમાં આવે છે એક આ ઈરાન અને બીજું આવે છે આ સીરિયા વાત કરીએ સીરિયાની તો રશિયાનું જે સીરિયામાં પ્રભુત્વ છે તે 2024 માં તેનો અંત આવી ગયો કેમ કે 2024 માં અંતમાં જ્યારે ત્યાના સરમુખત્યાર બશર અલ અસદનો તખતા પલટ થયો તે પછી આ પ્રભુત્વ રશિયાનું ઓછું થઈ ગયું અને આપણે એ પણ જણાવી દઈએ કે રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને 2015 ના વર્ષમાં સીરિયન ગૃહ યુદ્ધમાં બશર અલ અસદને મદદ કરી હતી

અને જેના કારણે અસદ લગભગ 2015 થી લઈને 2024 સુધી એટલે લગભગ નવ વર્ષ સુધી તેઓ સત્તામાં ટકી રહ્યા હતા પરંતુ 2022 થી રશિયા યુક્રેન યુદ્ધમાં વ્યસ્ત હોવાના કારણે બશર અલ અસદની સરકારને ડિસેમ્બર 2024 માં કોઈ બચાવી ન શક્યું અને તર્કીની મદદથી સીરિયામાં ત્યાં તખતા પલટ થઈ ગયું હવે સીરિયામાં તખતા પલટ થઈ ગયો તેનું નુકસાન રશિયાને થયું કેમ કે સીરિયાથી ભૂમધ્ય સમુદ્રમાં રશિયાને લતાકિયા બેઝની એક્સસેસબિલિટી મળતી હતી જેનાથી તે ભૂમધ્ય સમુદ્રમાં ઓપરેટ કરતું હતું નકશા પર નજર કરીએ તો લતાક્યા પોર્ટ એ એક અહીંયા આવેલું છે અને બીજું એક આવેલું છે ટારટસ એ એરબેસ છે આ બેવની મદદથી રશિયાને ભૂમધ્ય સમુદ્રમાં તેમને એક્સસેસીબલિટી મળતી હતી અને વાત કરીએ ટાર્ટસની તો ટાર્ટસની નજીક રશિયાનું નેવલ બેઝ જેનું નામ છે ખોમેમ તે આવેલું છે સીરિયામાં નવી સરકાર આવી ગઈ અને આ બંને બેઝ હાલમાં તો નિષ્ક્રિય થઈ ગયા છે ટૂંકમાં બંને બેઝ હવે નિષ્ક્રિય હોવાથી રશિયાનું ભૂમધ્ય સમુદ્રમાં માં કનેક્ટિવિટી જતી રહી છે. વાત કરીએ રશિયા અને ઈરાનના સંબંધોની તો વર્તમાન ઈરાન યુદ્ધમાં રશિયાએ તહેરાન સાથેના સંબંધો ઘાળ બનાવ્યા છે. ઈરાને રશિયન સૈન્યને શાહિદ આત્મઘાતી ડ્રોન પૂરા પાડ્યા છે.

આ એ જ શાહિદ આત્મઘાતી ડ્રોન છે જેના થકી ઈરાન યુએઈ બહેરીન, કતાર, સાઉદી અરેબિયા, કુવેત અને ઓમાનમાં ખૂબ મોટાપાય હુમલા કરી રહ્યું છે. આ ઉપરાંત હાલ રશિયા ઈરાનને એના બદલામાં મુખ્ય લક્ષ્યાંકો રડાર અને સંભવિત હુમલાના સ્થળો વિશે ઇન્ટેલિજન્સ પૂરું પાડી રહ્યું છે અને આ કારણે અમેરિકા હાલમાં ઈરાન યુદ્ધમાં ભીસમાં આવી ગયું છે અને આપણે જણાવી દઈએ કે વર્તમાન આધુનિક યુગમાં જે દેશનું ઇન્ટેલિજન્સ પર પ્રભુત્વ વધારે હોય તે જ દેશ વિજયી બને છે તો આમ તો હાલમાં રશિયા ખૂબ મોટાપાએ ઈરાનને ઇન્ટેલિજન્સ આપી રહ્યું છે તો હવે જોવાનું એ રહે છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ કયો નવો વળાંક લે છે પરંતુ એક વસ્તુ 100% છે કે આ બંને દેશો વચ્ચેના યુદ્ધમાં રશિયા સૌથી મોટું લાભાર્થી બનીને ઉભર્યું છે અને સપ્લાય ચેનમાં તેનું જે નેચરલ ગેસ છે જે તેનું ક્રૂડ ઓઇલ છે તેની વાપસી થઈ છે અને ભારતે પણ તાજેતરમાં ખૂબ મોટા પાયા રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં વધારો કર્યો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *