લગ્નના 8 વર્ષ પછી Priyanka Chopra અને Nick Jonasના સંબંધો અંગે સોશિયલ મીડિયા પર ફરી એકવાર ચર્ચા તેજ બની છે. કેટલાક ટ્રોલર્સ દાવો કરી રહ્યા છે કે માલતીના મમ્મી-પપ્પા માત્ર હેપ્પી કપલ હોવાનો દેખાવો કરે છે અને તેમનું લગ્નજીવન તૂટવાની કગાર પર છે
.43 વર્ષની ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડાના ચાહકો દેશ-વિદેશમાં જોવા મળે છે, પરંતુ હેટર્સ પણ ઓછા નથી. ખાસ કરીને પોતાથી આશરે 10 વર્ષ નાના નિક જોનસ સાથે લગ્ન કર્યા પછીથી તેમના સંબંધો પર વારંવાર સવાલો ઊભા કરવામાં આવે છે. કેટલાક લોકો તો એ પણ કહે છે કે બંને એકબીજા સાથે ખુશ હોવાનો ફક્ત નાટક કરે છે.આ તમામ અફવાઓ વચ્ચે હવે પ્રિયંકાએ ખુલીને પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે અમારી શાદીને 8 વર્ષ થઈ ગયા છે.
જો કોઈ હજુ પણ રાહ જોઈ રહ્યો હોય કે આ સંબંધ ક્યારે તૂટશે, તો તે તેમની ઇચ્છા છે. મેં તો હવે આવી વાતો વિશે વિચારવાનું જ બંધ કરી દીધું છે. કદાચ લોકોને આપણો સંબંધ એટલા માટે ખટકે છે કારણ કે અમે અલગ દેશના છીએ, અલગ ધર્મના છીએ અને ઉંમરમાં પણ ફરક છે. પહેલા આવી નકારાત્મક વાતો સાંભળીને દુઃખ થતું હતું, પરંતુ હવે નહીં.પ્રિયંકાએ નિક વિશે વાત કરતા કહ્યું કે અમારી શાદી ખૂબ જ ઝડપથી થઈ ગઈ હતી. ફક્ત છ મહિનાની ઓળખાણ પછી અમે લગ્ન કર્યા.
શરૂઆતમાં મને પણ લાગતું હતું કે આ સાચું છે કે નહીં. પરંતુ નિકમાં સચ્ચાઈ અને ઈમાનદારી છે. મારા વ્યવસાયમાં ઘણી વખત દેખાવ કરવો પડે છે, પણ નિક હંમેશા જે છે તે જ રહે છે. એ જ વાત મને દરરોજ પ્રેરણા આપે છે.તેમણે નિકના પરિવાર વિશે પણ વખાણ કરતા જણાવ્યું કે તેમના માતા-પિતા ખૂબ જ સારા અને સંસ્કારી છે, અને નિકના સ્વભાવમાં આવેલી સચ્ચાઈ ત્યાંથી જ આવી છે.આ રીતે પ્રિયંકાએ પોતાના નિવેદન દ્વારા ટ્રોલર્સને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે તેમના અને નિક વચ્ચે પ્રેમ, આદર અને વિશ્વાસ છે. હાલ તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.