બોલીવુડ અને હોલીવુડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો હાલમાં જ એક વિડિયો પણ વાયરલ થયો હતો જેમાં પ્રિયંકા પતિ નિક સાથે ડાન્સ કરતી જોવા મળી હતી જેને લઇને તે ખૂબ ચર્ચામાં રહી હતી જો કે આજે ફરી એકવાર પ્રિયંકા ચર્ચામાં આવી છે જેનું કારણ પણ એક વાયરલ વિડિયો જ છે.
હાલમાં પ્રિયંકા ચોપડાનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં તે શુટિંગ દરમિયાન જોર જોરથી રડતી અને માફી માગતી જોવા મળી રહી છે.તમને જણાવી દઇએ કે આ વીડિયો ફિલ્મ જય ગંગાજલ શૂટિંગ દરમિયાનનો છે જેમાં પ્રિયંકા તેના કો એક્ટર માનવ કૌલની માફી માગતી જોવા મળી રહી છે.
વીડિયોમાં અભિનેત્રી પ્રિયંકા પોલીસની વર્દીમાં જોવા મળી રહી છે તો સામે માનવના માથામાંથી પ્રવાહી નીકળતું જોવા મળી રહ્યું છે ખબર પ્રમાણે એક એક્શનસીન દરમિયાન પ્રિયંકા એ ભૂલથી માનવને એટલી જોરથી મારી દીધું હતું કે તેના માથામાંથી ર!ક્તનીકળવા લાગ્યુ હતું.
જે બાદ પ્રિયંકા ગભરાઈ ગઈ હતી તે હાથ જોડી રહી હતી અને માનવની માફી માંગી હતી જો કે માનવે પણ પ્રિયંકાને શાંત કરતા તેને સમજાવ્યું હતું કે જે થયું તે અજાણતા થયું છે વાત કરીએ ફિલ્મ જય ગંગાજલ વિશે તો આ ફિલ્મ ગંગાજલ ફિલ્મનો બીજો ભાગ હતી.
જે સુપર ફ્લોપ સાબિત થઈ હતી.વાત કરીએ પ્રિયંકાની આવનારી ફિલ્મ વિશે તો તે કલ્પના ચાવલાની બાયોપિકમાં જોવા મળવાની છે આ સિવાય ફિલ્મ ફરહાન અખ્તર ની ફિલ્મ જી લે જરામા પણ જોવા મળી શકે છે.