Cli

પ્રિયા સચદેવનો 20 કરોડનો દાવો, મંદિરા કપૂર વિરુદ્ધ કેસ

Uncategorized

Sanjay Kapoorની 300 કરોડની સંપત્તિ મુદ્દે કાનૂની વિવાદ વધુ ગરમાયો છે. પરિવારના સંબંધો હવે કોર્ટરૂમ સુધી પહોંચી ગયા છે. સંજય કપૂરની પત્ની Priya Sachdevએ તેમની નણંદ Mandira Kapoor વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે અને 20 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે. સાથે જ તેમણે પોતાની સાસુ Rani Kapoor પર પણ ખોટા નિવેદનો આપવાનો આક્ષેપ કર્યો છે.આ મામલો હાલમાં Delhi High Courtમાં ચાલી રહ્યો છે. પ્રિયા સચદેવે અદાલતમાં માંગ કરી છે

કે મંદિરા કપૂરને તેમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારના જાહેર નિવેદન આપવાથી રોકવામાં આવે. મળતી માહિતી અનુસાર પ્રિયાએ દિલ્હી ના પટિયાલા હાઉસ કોર્ટમાં મંદિરા કપૂર અને પોડકાસ્ટર પ્રિયા ચૌધરી સામે પણ માનહાનિનો કેસ નોંધાવ્યો છે. પ્રિયાનો આક્ષેપ છે કે સોશિયલ મીડિયા, પોડકાસ્ટ અને ઇન્ટરવ્યુ દ્વારા તેમના પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

મંદિરા કપૂરે આરોપ મૂક્યો હતો કે પ્રિયા સચદેવ સંજય કપૂરની સમગ્ર સંપત્તિ પર કબજો જમાવવાનો પ્રયાસ કરી રહી છે. પ્રિયાએ આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે અને તેમને ખોટા તથા અપમાનજનક ગણાવ્યા છે.આ સાથે જ પ્રિયાએ પોતાની સાસુ રાની કપૂર પર પણ અદાલતમાં ખોટી ગवाही આપવાનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, રાની કપૂરે એક ફેમિલી ટ્રસ્ટ રદ કરવાની માંગ સાથે અરજી કરી હતી, જેમાં તેમણે દાવો કર્યો હતો કે આ ટ્રસ્ટ છેતરપિંડીથી બનાવવામાં આવ્યો હતો

અને સંપત્તિ ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવા માટે તેનો ઉપયોગ થયો હતો. પ્રિયાનો દાવો છે કે મહત્વપૂર્ણ તથ્યો છુપાવીને અદાલતને ભ્રમિત કરવામાં આવી છે.બીજી તરફ, સંજય કપૂરની પૂર્વ પત્ની Karisma Kapoorના બાળકો તરફથી પણ દાવો કરવામાં આવ્યો છે કે પ્રિયાએ સંજય કપૂરની સંપત્તિ વિશેની ઘણી માહિતી જાહેર કરી નથી. અદાલતે પ્રિયા કપૂર પાસેથી સંજય કપૂરની સંપત્તિ અંગે વિગતવાર માહિતી માંગેલી છે.સંજય કપૂરના નિધન બાદથી જ તેમની સંપત્તિનો મુદ્દો કોર્ટમાં ચાલી રહ્યો છે અને હવે નણંદ-ભાભી વચ્ચેની કાનૂની લડાઈએ મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે. અંતે સત્ય કોના પક્ષે છે તેનો નિર્ણય અદાલત જ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *