સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના બે સ્ટાર નયન તારા અને વિગ્નેશ શિવને આજે 9 તારીખના ગુરુવારે લગ્ન કરીને હંમેશા માટે એકબીજાના થઈ ગયા જણાવી દઈએ નયન તારા અને વિગ્નેશે ચેન્નાઇના મહાબલીપુરમમાં પરિવારના સદસ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કરી લીધા નયન તારા અને વિગ્નેશની પહેલી ફોટો સામે આવી છે.
લાંબા સમયથી સોસીયલ મીડિયામાં ચર્ચા જોવા મળી રહી હતી કે બંને આજે લગ્ન કરે કે કાલે કરે હવે ફેન્સની એ લાંબી જોવાઈ રહેલી રાહ પુરી થઈ છે બંને કપલ હંમેશા માટે એકબીજાના થઈ ગયા છે નયન તારા અને વિગ્નેશે પરિવાર અને ખાસ મિત્રોની હાજરીમાં લગ્નના સાત ફેરા ફરી લીધા છે જેની એક પહેલી તસ્વીર સામે આવી છે.
જણાવી દઈએ વિગ્નેશે પોતાના ટ્વીટર અકાઉંટમાં એક તસ્વીર શેર કરી છે જેમાં તેઓ અને પતિ નયન તારા જોવા મળી રહ્યા છે તસ્વીરમાં બંનેએ હાથોમાં હાથ નાખેલ છે જયારે વિગ્નેશ નયન તારાને કિસ કરતા જોવા મળી રહ્યા છે કપલના લગ્નની પહેલી ફોટો સામે આવતાજ ફેન્સ એમને નવા લગ્નજીવનની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.