દેનેવાલા જબ ભી દેતા દેતા છપડ ફાડકે આમ તો આપણે ત્યાં કહેવાય છે કે નસીબ પલડતા વાર નથી લાગતી. ઘણી વખત કોઈના સંઘર્ષ સામે જીવન ટૂંકું પડે છે તો કોઈ એક ક્ષણમાં સફળતાના શિકરે બિરાજમાન થઈ જાય છે. તો ઘણી વખત કોઈના માથા પરથી પરસેવાની નદીઓ વહેતી હોય છે અને કપાળ કોરું ધાક રહી જાય છે. ત્યારે આજે આપણે એક એવી જ ઘટના વિશે વાત કરવી છે જેના વિશે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો
. જી હા એક શ્રમિક જે ખૂબ જ સામાન્ય જીવન જીવતો હતો તે આજે અચાનક કરોડપતિ બની ગયો છે અને એ પણ ફક્ત 500 રૂપિયા ખર્ચીને તમને પણ થશે કે એવું તે શું થયું કે ફક્ત 500 રૂપિયા ખર્ચીને આ શ્રમિક છે તે કરોડપતિ બની ગયો નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને માત્ર 500 રૂપિયા ખર્ચીને રાતોરાત કરોડપતિ થનાર આ શ્રમિકની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આમ તો દરેક વ્યક્તિના જીવનમાં નસીબ નામનો શબ્દ અલગ અલગ રીતે જોડા ેલો અને સંકળાયેલો હોય છે એક સાંધે ત્યાં 13 તૂટે એવી સ્થિતિ હોય એની વચ્ચે સામાન્ય જિંદગી જીવતો વ્યક્તિ છે એ ક્યારેય કરોડપતિ થવાની કલ્પના પણ નથી કરતો પરંતુ રાતોરાત એક શ્રમિક કરોડપતિ થાય તો
તાજેતરમાં પેટીઓ રળીને દિવસ પસાર કરતા એક શ્રમિકે 500 રૂપિયાની લોટરીની ટિકિટ ખરીદી હતી અને તેને 10 કરોડનો જેટપોટ લાગતા તે રાતોરાત કરોડપતિ થઈ ગયો છે. જો વિગતે વાત કરીએ તો હરિયાળાના સિરસા જિલ્લાના એક નાનકડા ગામ મહમદપુરિયાના રહેવાસી પૃથ્વીસિંહનું નસીબ છે તે રાતોરાત બદલાઈ જાય છે. આ શ્રમિકે પંજાબ સ્ટેટ ડીયર લોટરીમાં પ્રથમ ઇનામ જીત્યા પછી તેમનું જીવન અચાનક બદલાઈ ગયું છે. અંધકારમય જીવનમાં અચાનક આશાઓનો સુરજ ઉગે છે. આ શ્રમિકના જીવનમાં ભાગ્યના દરવાજા એવા તે ખુલ્યા કે ફક્ત 500 રૂપિયા ખર્ચીને આ શ્રમિક છે તે રાતોરાત કરોડપતિ બની ગયો. લોટરીના સમાચાર સાંભળતા તેમની ખુશીનો કોઈ પાર નહતો. લોટરી જીતનાર પૃથ્વીશિએ જણાવ્યું હતું કે તેમણે કિલિયાવાલી મંડીમાં લોટરી વેચનાર મદનલાલ પાસેથી 500 રૂપિયામાં લોટરીની ટિકિટ છે તે ખરીદી હતી. તેમનો ટિકિટ નંબર 327706 હતો. આંખોમાં રોજ શ્રમણા આંજીને સુતા શ્રમિકને ક્યાં ખબર હશે કે તેમની જિંદગી છે આ રાત પછી બદલાઈ જશે. આપને જણાવી દઈએ કે પૃથ્વી તેમના પત્ની સુમન અને તેના બાળકો સાથે હશી ખુશીથી રહેતા હતા. તેમની પુત્રીનું નામ રીતિકા છે
જ્યારે છ વર્ષના દીકરાનું નામ દક્ષ છે. પિતા દેવીલાલ પણ તેમની સાથે જ રહે છે. સંઘર્ષમય જીવન વચ્ચે સંતાનોના સપના પૂરા કરવા બંને પતિ પત્ની રાત દિવસ એક કરીને મહેનત કરતા હતા. પૃથ્વીસિંહ ડ્રાઇવર અને શ્રમિક તરીકે કામ કરે છે જ્યારે તેમના પત્ની છે તે સુમન નજીકની શાળામાં કામ કરે છે. પરંતુ આખરે નસીબ આડેનું પાંદરું છે તે ખસે છે. પરિવારને લોટરીની જીતની ખબર મળતા જ ઘરે ઉજમણીનો માહોલ હતો. સબંધીઓ અને ગ્રામજનો પણ તેમના ઘરે પહોંચ્યા હતા. ઢોલ અને શરણાઈ સાથે ચલણી નોટના હાર પહેરાવીને પૃથ્વીસિંહનું સ્વાગત છે તે કરવામાં આવ્યું. પૃથ્વીશિએ લોટરીને લઈને જણાવ્યું હતું કે તે મદદલાલ નામના લોટરી વેચનાર પાસેથી ત્રણ ટિકિટ ખરીદી હતી. એક ટિકિટ 500 રૂપિયામાં બીજી 200 રૂપિયામાં અને ત્રીજી છે તે 100 રૂપિયામાં ખરીદી હતી. ભગવાને મારી પ્રાર્થના સાંભળી જ્યારે નોટરી જીતી ત્યારે મને વિશ્વાસ પણ નહોતો આવતો. ટિકિટ વેચનાર મદનલાલે તેમને ફોન પર તેમની જીતની જાણ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમણે અગાઉ 5 લાખથીપ કરોડ સુધીના ઇનામો સાથે ટિકિટો વેચી હતી પરંતુ આટલું ઇનામ લાગ્યું એવું પહેલીવાર બન્યું છે.
પત્ની સુમનનો પણ ખુશીનો પાર નહતો હર્ષના આંસુ સાથે તેમને કહ્યું હતું કે આ જીત એક આશીર્વાદ છે અને પરિવારે ક્યારેય તેમના જીવનમાં આ પરિવર્તનની કલ્પના પણ નહોતી કરી અમે ક્યારેય સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે અમે 10 કરોડ રૂપિયા મળશે. હવે અમે અમારા બાળકોનું દરેક સ્વપ્ન પૂર્ણ કરીશું તો ગામના સરપંચે પણ પૃથ્વીને અભિનંદન આપતા કહ્યું હતું કે આવા મહેનતું માણસને આ લોટરીનું ઇનામ મળવું એ આખા ગામ માટે આનંદની વાત છે અને આ પરિવારની બધી આર્થિક મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે કહેવાય છે કે કોઈને ખબર નથી હોતી કે ક્યારે કોનું નસીબ કેવી રીતે બદલાય એ કઈ કહી શકાય નહીં આ શ્રમિક સાથે પણ કંઈક આવું જ બન્યું એક લોટરીની ટિકીટે તેમનું જીવન છે તે કાઈમી માટે બદલી નાખ્યું આશાના 10 વર્ષ સામે નસીબનો એક દિવસ આ શ્રમિકના જીવનમાં પરિવર્તનનું કારણ બન્યો.
જો કે ઘણી વખત લાલચમાં આવીને આ પ્રકારની લોટરી પાછળ કોઈ વ્યક્તિ છે તે પોતાની કમાણી છે તે વેડફી નાખતા હોય છે. અનેક એવા કિસ્સાઓ પણ આપણે સાંભળતા હોઈએ છીએ કે લોટરી જીત્યા બાદ કોઈપણ પ્રકારના પૈસા ન મળ્યા હોય અને આમ પણ કહેવાય છે નસીબનો દરવાજો પણ ત્યારે જ ખુલે છે જ્યારે કર્મના ટકોરા પડે. કર્મ અને નસીબની હંમેશા ચર્ચાઓ થતી રહે છે પણ કહેવાય છે કે જે માણસના હાથની વાત છે તે કર્મ છે અને જે માણસના તાબામાં નથી તે નસીબ છે તો આપ સૌ આ અંગે શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહેશું વાત ગુજરાતી પર