Cli

રાજકારણમાં પૈસા કે પૈસામાં રાજકારણ?

Uncategorized

પૈસા હોવાથી રાજકારણમાં અવાય છે કે રાજકારણમાં આવવાથી પૈસાદાર બનાય છે એ પ્રશ્ન પહેલા મુરગી કે પહેલા ઈંડુ આવ્યું જેવો છે ઘણા રાજકારણીઓને પોલિટિક્સમાં આવ્યા પહેલા મોટરસાયકલના વાંધા હતા હવે એક નહીં ચાર ચાર ગાડીઓમાં ફરે છે ઉત્તર ગુજરાતમાં તો એવું કહેવાય છે કે 20-25 વર્ષ ભણવા કરતાં કોઈ પાર્ટીનો ઝંડો પકડી લો પાલિકાની ચૂંટણીમાં નગરસેવક બનશો તોય ભણેલા ગણેલા કરતાં સારું કમાશો એમાંય જો તમે વિધાનસભ્ય બની ગયા તો સાત પેઢી સુધી વાંધો ન આવે બસરતા તમને ખાતા આવડવું જોઈએ ખવડાવવા વાળા ઘણા છે. જાણો ગુજરાતના ટોપ 10 માલેતુજાર એમએલએની સંપત્તિ વિશે તમનેપણ થશે મારું બેટું રાજકારણને કેરિયર બનાવવા જેવું ખરું હોદમાં નંબર પર છે કાંતિભાઈ બલર તેવો ત્રણ ચોપડી નાપાસ છે ને 2017 થી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા આવ્યા છે.

સુરત ઉત્તર તેમનો મત વિસ્તાર છે જેમની કુલ સંપત્તિ 54 કરોડ રૂપિયા છે. રાજકારણ ઉપરાંત તેઓ બિલ્ડર અને કોન્ટ્રાક્ટરનો વ્યવસાય ધરાવે છે. તેમના ઉપર 3 કરોડ 49 લાખ અને 42,000 રૂપિયાનું દેણું છે. લ્યો બોલો જેમની પાસે અડધો અબજથી વધારે સંપત્તિ છે છતાં આવડી રકમનું દેણું પણ છે. રાજકારણીઓનું બધું આવું જ હોય છે. કાંતિભાઈ પાસે પોતાનું કોઈવાહન નથી પણ આશરે સાડા આઠ લાખ રૂપિયાના ઘરેણા છે. નવમા નંબર ઉપર આવે છે ગુજરાત વિધાનસભાની લાઠી બેઠકના ભાજપના ધારાસભ્ય જનકભાઈ તડાવિયા જેમની કુલ સંપત્તિ અંદાજે ₹58.14 કરોડ છે. જોકે તેમના ઉપર ₹4.16 16 કરોડનું દેણું છે. બિચારા જનકભાઈ હપ્તા કેવી રીતે ભરતા હશે? તેમની પાસેટોટોઇનોવાફોરચ્યુનર 2022 મોડેલ અને વોલ્સવેગન પોલો નામની મોટર ગાડીઓ છે. તેમજ વેકેશન કરવા આવેલા છોકરા બાકરા ચલાવી શકે એ માટે વેસ્પા સ્કૂટર પણ છે. ચોપડે દેખાડી શકાય એવું 3.5 32 લાખનું સોનું અને જ્વેલરી છે રાજકારણીઓ જે કહે અને ચૂંટણી ટાણે જે લખાવે એ આપણે માની લેવાનું બાકીજ્યારે રેડ પડે ત્યારે કબાટમાંથી બિસ્કિટના બિસ્કિટ નીકળી પડતા હોય છે હું જનકભાઈની નહીં પણ સર્વસામાન્ય વાત કરું છું આઠમાં નંબરના મુરતિયા સોરી એમએલએનું નામ છે બાબુભાઈ જમનાદાસ પટેલ જેઓ અમદાવાદ દાસકરોઈથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે છાપા વાંચતા હોય તો તમને ખબર પડે કે તેમના ઉપર કુલ ચાર કાનૂની ની કેસ નોંધાયેલા છે.

જેમાં કેટલાક ગંભીર ગુનાઓ જેવા કે ઠગાઈ આઈપીસી 420 દસ્તાવેજોની નકલ આઈપીસી 468 468 અને ગુનાહિત સંજોગો આઈપીસી 120બી સામેલ છે. તમારી ઉપર ગમે તેટલા કેસ હોય રાજકારણમાં આવો ને એમાય સત્તા પક્ષમાંહો તો તમે નિર્મળ જળ જેવા થઈ જાવ છો. બાબુભાઈની કુલ સંપત્તિ 61 કરોડ રૂપિયા છે અને 31 લાખનું દેણું છે તેમની પાસે પોતાનું કહી શકાય એવું એકય વાહન નથી હા હા નથી એટલે નથી ઘરના સભ્યોના નામે જે વાહન હોય એ એમનું વાહન થોડું જ ગણાતું હશે સાતમાં નંબરે આવે છે ગુજરાતના ધાનેરા વિધાનસભ્ય બેઠકના ધારાસભ્ય માવજીભાઈ મગનભાઈ દેસાઈ જેમની કુલ સંપત્તિ 63 કરોડ રૂપિયા છે તેમના ઉપર બે કાનૂની કેસ નોંધાયેલા છે જેમાં ઠગાઈ આઈપીસી 420 નો કેસ પણ સામેલ છે. રાજકારણીઓના કાંઈકને કાંઈક તો લોચા નીકળવાના જ. સામાન્ય જનતા હવે રાજકારણીઓના ગુનાને નામ પાછળનીડિગ્રીની જેમ જોતી થઈ ગઈ છે. માવજીભાઈ દેસાઈ ઉપર સાડા કરોડ રૂપિયાનું દેણું છે. ચોપડે દેણું દેખાડવું એ પણ એક પ્રકારની કલા છે જેના અનેક ફાયદા પણ છે. શું ફાયદા છે એ તો તમે રાજકારણી બનો તો જ ખબર પડે. માવજીભાઈ પાસે બે ટોયોટો ઇનોવા કાર છે. માવજીભાઈ તુમ ટોયોટો ગાડી મેં બેઠ કે આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ છઠ્ઠા નંબર પર આવે છે

ભાજપના નેતા અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા તેઓ જામનગર ઉત્તરથી ભાજપના ધારાસભ્ય છે જેમની પાસે આશરે 100 કરોડ રૂપિયાની સંપત્તિ છે જેમાં ઘર દાગીના રેસ્ટોરન્ટ વ્યવસાય સહિત અનેકસંપત્તિનો સમાવેશ થાય છે. ઘરેણાની વાત કરીએ તો તેમની પાસે એક કરોડ રૂપિયાના દાગીના છે. શ્રીવાબા એક સામાજિક કાર્યકર અને બિઝનેસમેન તરીકે પણ ઓળખાય છે કારણ કે તેઓ ફૂડ બિઝનેસમાં છે અને રેસ્ટોરન્ટ ચલાવે છે. ભાગ્ય જ જોવા મળે છે કે રાજકારણીઓ વેલ એજ્યુકેટેડ હોય રીવાબા તેમાંના એક છે. તેમણે જીટીયુ અમદાવાદમાંથી બીઈ મેકેનિકલનો અભ્યાસ કર્યો છે. રીવાબા પાસે પોતાનું કોઈ વાહન નથી પણ રવિન્દ્ર જાડેજા પાસે wો 2 ફોર્ડ એન્યુવિયર અને ઓડી q7 નામની કાર છે ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ રાજકોટ જામનગરમાં તેમની પાસે કુલ છ ઘર છે

આ ઉપરાંત રાજકોટ અને જામનગરમાં પણ કમર્શિયલ કોમ્પ્લેક્સ અને દુકાનો આવેલી છે આટલું તો ઘણું ભલા માણસ રીવાબાબા સામે કોઈ ફોજદારી કેસ નથી સંપત્તિની દ્રષ્ટિએ પાંચમા નંબરે જેમનું નામ છે એ છે વાઘોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ રાણુભા વાઘેલા ઉર્ફે બાપુ તેમની કુલ સંપત્તિ છે 111 કરોડ રૂપિયા તેમની પાસે કમર્શિયલ વાહન જેવા કે ટ્રક ટ્રેક્ટર ડમ્પર વગેરેનો મોટો કાફલો છે. ઉપરાંત એક બોલેરો અને બે ઇનોવા કાર છે. તેમના પર 1.4 કરોડનું દેણું છે. સદનસીબે તેમના ઉપર કોઈ ફોજદારી કેસ નોંધાયેલો નથી. ચોથા નંબરે આવે છે આઠ ચોપડી પાસ પબુભા માણેક તેઓદ્વારકા વિધાનસભા બેઠક પરથી 1990 થી 2022 સુધી સતત આઠ વખત વિધાનસભાની ચૂંટણી જીતતા આવ્યા છે. મોરારીબાપુએ આપેલા એક વિવાદાસ્પદ નિવેદન માટે પબુભા મોરારીબાપુને મારવા દોડ્યા હતા

એ વખતે તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા હતા. તેમની કુલ સંપત્તિ છે 115 કરોડ રૂપિયા તેમના ઉપરએ કરોડ અને 77 લાખનું દેણું છે તેમની પાસે ત્રણટોટો ફોર્ચ્યુનર એકમારુસ્ફટ અને એક મરસડીઝ કાર છે પબુભા બહુ હાકલ પડકારા કરતા ભાજપી નેતા છે છતાં તેમના પર કોઈ કેસ નોંધાયાના દાખલા નથી ત્રીજા નંબરે રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા આવે છેતેમની કુલ સંપત્તિ 175 કરોડ રૂપિયા છે તેમની સામે 200 કરોડ રૂપિયાની પારિવારિક જમીન હડપવાનો આક્ષેપ છે આ આક્ષેપ બીજા કોઈએ નહીં પણ તેમની સગીબેન દયાબેન ઉઘાળ અને ભાણેજ ચેતનભાઈ ઉઘાડે કર્યો છે આ મામલો સાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે

પરંતુ પોલીસે આક્ષેપોને નકારી કાઢ્યા છે ને બેન સોશિયલ મીડિયામાં રાતાપાણીએ રોવે છે રમેશભાઈ પાસે 68હ000 નું સોનું છે પણ તેમના નામે કોઈ વાહન નથી બીજા નંબર ઉપર ગુજરાતના સિદ્ધપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત આવે છે તેમની કુલ સંપત્તિ ચૂંટણી એફિડેવિટ અનુસાર અંદાજે 373 કરોડ રૂપિયા છે બલવંતસિંહનું. મૂળ ગોત્ર તો કોંગ્રેસ પણ 2017 માં તેમણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો. પહેલેથી જ ભાજપમાં હોય એવા લોકોએ જમવા આવવું એવું પાટીયું મારી જમણવાર રાખો

તમારો 50% ખર્ચ બચી જશે. એકદમ હેન્ડસમ દેખાતા બલવંતસિંહ ગ્રેજ્યુએટ છે તેમની પાસે બે કાર છે અને આપણે બધા બેકાર છીએ બલવંતસિંહ ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે તેમના પર કોઈ કેસ નોંધાયાનો દાખલો નથી પોલિટિક્સમાં અમુક અમુક સારા માણસો પણ હોય છે પણ અમુક અમુક જ હોય છે અને હવે તમે જેની આતુરતાપૂર્વક રાહ જુઓ છો એ નંબર વન ધારાસભ્ય નામ છે ગુજરાતના માનસા વિધાનસભા બેઠકના જયંતીભાઈ ભાઈ સોમાભાઈપટેલ તેમની કુલ સંપત્તિ છે ₹પિયા 661 કરોડ જયંતીભાઈ 10 ચોપડી પાસ છે. તેમણે તેમના જીવનની શરૂઆત ખેડૂત પરિવારમાં કરી અને પછી અમદાવાદમાં નોકરી કરી ત્યારબાદ તેમણે લોખંડના વેપારથી વ્યવસાયિક જીવનની શરૂઆત કરી અને આજે રિયલ એસ્ટેટ અને બિઝનેસ ક્ષેત્રના મોટા ખેલાડી છે.

હવે રાજકારણમાં આવવું પહેલા કરતાં સહેલું બની ગયું છે. ક્યાંય આંદોલન ચાલતું એમાં જોડાઈ જાવ શેનું આંદોલન ચાલે છે જાણવાની જરૂર નથી બસ બીજા નારા લગાવે છે એવા નારા લગાવો સોશિયલ મીડિયામાં થોડા એક્ટિવ રહો અને કોઈ વિવાદાસ્પદ બયાન આપીને પ્રખ્યાત થઈ જાવ અથવા કોઈ મોટા નેતાની સભા ચાલતી હોયત્યારે વચ્ચે બોલવા ઊભા થઈ જાવ એકવાર નામ થઈ જાય પછી શાસક પક્ષ ભલે પૂછવા ન આવે વિરોધ પક્ષવાળા તમને મોટરમાં બેસાડીને લઈ જશે વાત મારી સાચી છે કે ખોટી ઠોકો કમેન્ટ નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *