Cli

માતૃત્વથી વંચિત દીકરીને ખાખીએ આપ્યો નવો જન્મ!

Uncategorized

તે તેની માનું પ્રિય સંતાન હતી પણ માતાની કમનસીબી એવી હતી તે સંબંધને નામ આપી શકે તેમ નહોતી તેની કમનસીબી હતી તે પોતાની દીકરીને દીકરી કહી શકે તેમ નહોતી તે તેની દીકરી હતી પણ આ મારી દીકરી છે એવું કહેવાની તેની હિંમત નહોતી અને તે એક ઘોર અપરાધ કરે છે પોતાની જણેલી દીકરીને તળા વના પાળે મૂકીને જતી રહે છે તેને માની લીધું હતું કે તેનું સંતાન તેની દીકરી નો આ છેલ્લો દિવસ હશે પણ કુદરતે તેને બચાવવાનું નક્કી કર્યું હતું

અને એટલે જ જ્યારે ઉપરવાળો બચાવવા માંગે તો લાખ મદદ મોકલે છે આવી જ મદદ આવી પોલીસની અને એક મહિલા પીએસઆઈ ત્યાં પહોંચે છે બાળકીનેજીવન આપે છે અને પછીની કથા બહુ બહુ જ રોમાંચક છે ઈશ્વરનો આભાર માનવો પડે તેવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે એક એવી કથાની વાત કરવી છે એક એવી દીકરીની વાત કરવી છે કુદરતની કમાલની કે ઈશ્વરનો આપણે આભાર માનવો પડે ઘટના સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનની છે ડિંડોલીના પોલીસ ઇન્સ્પેક્ટર ચુડાસમાને ફોન આવે છે કે નજીકમાં આવેલા એક ગામના તળાવના પાળે દીકરી છે રાતનો સમય હતો રાતના સાડા દસ વાગી રહ્યા હતા સુરજ ઠૂઠવાઈ રહ્યું હતું

કારણકે ઠંડી કાતિલ હતી સંદેશો મળતા સુરતના પોલીસ ઇન્સ્પેક્ટર ચુડાસમાં પોતાના સ્ટાફને ત્યાં રવાના કરે છે ત્યાં જઈ પોલીસ અધિકારીઓ જોવે છે તો કડકરતી ઠંડીમાં તળાવની પાળે એક કંતાનમાં લપેટાયેલી દીકરી હતી જેની ઉંમર હજી માત્ર એક દિવસ હતી બસ એક દિવસ પહેલા જ આવેલી આ દીકરીએ જોઈ લીધું કે આ જગત કેટલું કઠોર છે તેને કોઈ સ્વીકારવા તૈયાર નહોતું સગી માં પણ નહીં માટે તે તળાવના પાળે મૂકીને ચૂપચાપ ચાલી નીકળી હતી કદાચ માતાએ માની લીધું હશે કે આ કડકડતી ઠંડીમાં મારી દીકરીનો આ છેલ્લો દિવસ હશે તેનું હૃદય રુદન પણ કરતું હશે પણ એ રુદન એટલું નબળુંહતું કે તે મારી દીકરી છે એ કહેવાની આ માતામાં હિંમત નહોતી ત્યાં મહિલા પીએસઆઈ વડેરા પહોંચે છે દીકરીને ઉપાડે છે છાતી સરસી ચાપે છે આ એક દિવસ પહેલા જન્મેલી દીકરીને લાગ્યું મારી માં મને પાછી મળી છે તેને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં લાવે છે

આ દીકરી હસતી હતી આ દીકરીને જીવવું હતું આ દીકરીને લડવું હતું જિંદગીની જંગ તેને જીતવી હતી બધા જ પોલીસ કર્મચારી આ ફૂલ જેવી કોમળ દીકરીને જોઈને રોમાંચ અનુભવે છે અને બધાજને નક્કી કરે છે આનું નામ આસ્તી હસ્તી કારણ કે તે હસ્તી હતી માટે તેનું નામ પાડવામાં આવે છે હસ્તી તેને લઈ જવામાંઆવે છે નજીકના દવાખાનામાં ડોક્ટર તેને તપાસે છે અને કહે છે તંદુરસ્ત છે તંદુરસ્ત એટલે હતી કે કુદરત તેને બચાવવા માંગતી હતી પણ હવે આ બાળકનું શું કરવું તેવો પ્રશ્ન પોલીસ ઇન્સ્પેક્ટર ચુડાસમાને હતો કાયદાની પોથી કાયદાની પરિભાષામાં આ બાળકને જ્યાં સુધી કોઈ દત્તક ન લે ત્યાં સુધી તેને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવું અનિવાર્ય હતું ત્યાં હાજર મહિલા પોલીસ અધિકારીને આંખમાં જળજળિયા હતા કારણ કે તેઓ આ દીકરીને છોડવા માંગતા ન હતા

આખરે ઇન્સ્પેક્ટર ચુડાસમાં નક્કી કરે છે આ દીકરી આપણી છે આ દીકરીએ અહીંયા આવી આપણી ઉપર ઉપકાર કર્યો છે બસ આઉપકારને પાછો ફેડવો છે નક્કી થાય છે અને આપણે માનીએ છીએ આ પણ એક પરંપરા છે કે બાળકના જન્મના છઠ્ઠા દિવસે વિધાતા લેખ લખવા આવે છે બસ આ વિધાતા લેખ લખવા આવે તેનો કાર્યક્રમ ઉજવવામાં આવશે એટલે રવિવારે આ હસ્તીનો છઠ્ઠો દિવસ હતો છઠ હતી ડિંડોલી પોલીસ સ્ટેશનને શણગારવામાં આવે છે કે જાણે એક લગ્ન પ્રસંગ હોય એ પ્રકારે ડિંડોલી પોલીસ સ્ટેશનની રંગરોગાન કરવામાં આવે છે લાઈટો લાગે છે માંડવો બંધાય છે અને આ છઠ્ઠીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ખાસ મહેમાન આવે છે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોત તેમની સાથે તેમના પત્ની સંધ્યાસિંહ ગહેલોત પણ હાજરહતા તેમને પણ આ દીકરીને જોવી હતી દીકરીને તેળવી હતી દીકરીને ગળે લગાડવી હતી એક ભવ્ય કાર્યક્રમ થાય છે

સુરતના પોલીસ કમિશનર અને તેમની પત્નીની હાજરીમાં આખું પોલીસ સ્ટેશન ખુશ ખુશાલ હતું બધાના ચહેરા ઉપર આનંદ હતો જાણે પોતાના જ ઘરે કોઈ બાળકનો જન્મ થયો હોય એવો માહોલ હતો થાય છે કેટલીક વખત જે પોતાના હોય છે તે પોતાના લાગતા નથી અને ક્યારેક અજાણ્યા ચહેરા પણ આખી જિંદગી માટે પોતાના બની જાય છે એમ આ હસ્તી પોતાની બની ગઈ હતી એક સુંદર કાર્ય કાર્યક્રમ થયો અને પોલીસે નક્કી કર્યું કે જ્યાં સુધી હસ્તીને કોઈ સ્વીકારે નહી કોઈ દત્તક ન લેત્યાં સુધી હસ્તી તું અમારી જવાબદારી છે કારણ કે તે અમને પ્રેમનો રસ્તો પ્રેમનો માર્ગ બતાડ્યો છે કે જિંદગીની એક આ બાજુ પણ છે

જે કોમળ છે જે હસે છે જે રડાવે છે કોઈકના માટે તો સલામ છે સુરતને આ ડિંડોરી પોલીસને સલામ છે સુરતના પોલીસ કમિશનર ને સલામ છે જે બીજા માટે જીવે છે અને કાયમ માટે એ જીવી જાય છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કારણ કે તમારો મત અમારા માટે અનિવાર્ય છે આ સ્ટોરીને ખૂબ શેર કરજો કારણ કે જ્યારે કુદરત કમાલ કરે છે અને ખાખીમાં રહેલા માણસને માણસ બનાવે છે આ વાત લોકો સુધીપહોંચવી જોઈએ તો અત્યારે ત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો તે પહેલા કંજુસાઈ કર્યા વગર અમારો બેલ આઈકોન દબાવી દો આવીશ પાછો નવી વાતની નવા વિષય સાથે નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *