સૌથી પહેલા વાત કરીએ સગીર યુવકને માર મારવાના કેસ વિશે [સંગીત] કાયદો કહે છે કે આરોપી ગમે તેટલો રીઢો ગુનેગાર કેમ ન હોય પણ જો સગીર હોય તો તેને સજા કરી શકાતી નથી પરંતુ રાજકોટમાં વાયરલ થયેલા એક વિડીયોએ આખા રાજ્યમાં ખડભડાટ મચાવ્યો છે. ગુનેગારને સજા આપ્યાનો વિડીયો જેણે પણ જોયો તેના હોશ ઉડી ગયા
ઘટના બાદ આખરે બે પોલીસ કર્મીઓની બદલી કરી નાખવામાં આવી પરંતુ હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે અને તેને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે રાજકોટ શહેર પોલીસ કમિશનરબ્રિજેશ કુમાર જાને ભોગ બંધાણના દાદીએ એક અરજી આપી છે. આરજી પશ્ચિમ ગાંધીગ્રામ ઝોનના એસીપી રાધિકા ભારાઈ પોલીસ ઇન્સ્પેક્ટર સેજલ મેઘાણી વિરુદ્ધ કરે છે આ ઉપરાંત ડી સ્ટાફના પીએસઆઈ એમવી જાડેજા અને પોલીસ સ્ટાફ શૈલેશ કિશોરભાઈ ચૌહાણ સહિત મદદગારી કરનાર પોલીસ સ્ટાફ વિરુદ્ધ અરજી કરવામાં આવી છે અરજી પ્રમાણે જો આખી હકીકત જાણવાનો પ્રયાસ કરીએ
તો ખ્યાલ આવશે કે હકીકત શું હતી તારીખ 31/8/2025 ના રોજ રાત્રે ે 10 વાગ્યે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં એક મારામારીનો બનાવ બન્યો હતો જેને લઈ તારીખ 1/9/2025 ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદદાખલ કરવામાં આવી હતી મારામારીની આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે ભોગ બનનાર સગીર સહિત પાંચ આરોપીની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના રૂમમાં લઈ જવામાં આવ્યા હતા ડી સ્ટાફના રૂમમાં જ સગીર પર અત્યાચાર ગુજરવામાં આવ્યો હતો તેને સુડાવીને પગના તળીએ લાકડાના હાથાવાળા પટ્ટાથી માર મારવામાં આવ્યો અને હાથના પંજા ઉપર પણ પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો પોલીસ કર્મચારીઓનો અત્યાચાર આટલેથી જ અટક્યો ન હતો સગીર આરોપીના વાળ ખૂબ જ બેરહેમી પૂર્વક ખેંચવામાં આવ્યા સગીર પોતાના પર આવો અત્યાચાર ન ગુજરવા માટે પોલીસની આજીજીકરી રહ્યો હતો.
પરંતુ ત્યાં તેની વાતને સાંભળનારું કોઈ જ ન હતું. બસ હતી તો અત્યાચાર ગુજારનારી પોલીસ માનવતા જાણે મરી પરવારી હોય તે રીતે સગીરને માર મારવામાં આવી રહ્યો હતો. આ ઘટના બાદ સગીર મદદ માટે તરફળયા મારી રહ્યો હતો તે આજીજી કરી રહ્યો હતો કે મને હોસ્પિટલમાં લઈ જાવ પરંતુ ત્યાના હાજર આરોપી પોલીસ કર્મચારીઓ સગીરને સારવાર માટે પણ ન લઈ ગયા બાદમાં તે હાજર પોલીસ કર્મીએ ધમકી આપી કે જો આ વાત તે હવે કોઈને કહી તો હજુ વધારે માર મારવામાં આવશે. સગીરને તાલીબાની સજા આપી ગાંધીગ્રામ પોલીસે તેના બંધારણીય હક્કો તેમજ માનવીહક્કો પર તરાપ મારી છે તેવો અરજીમાં ઉલ્લેખ કરાવ છે. અરજીમાં એવી પણ વાત કહેવામાં આવી છે કે
આ ઘટનામાં સગીરનું મૃત્યુ પણ થઈ શકે છે. તેવું જાણવા છતા પોલીસ અધિકારી તથા કર્મચારીઓએ તેને સારવારથી વંચિત રાખ્યો અને પોતાના ડી સ્ટાફ રૂમમાં ઘોંધી રાખ્યો જેથી સગીર દીકરાને ન્યાય આપવામાં આવે એવી આશા અને જવાબદાર અધિકારીઓ તેમજ કર્મચારીઓને ફરજ મુક્ત કરવામાં આવે તેવી પણ માંગણી કરાઈ રહી છે. આખરે પોલીસ કમિશનરે પ્રાથમિક રિપોર્ટના આધારે બે કોન્સ્ટેબલની બદલી કરી નાખી જેમાં પ્રદીપ ડાંગરની હેડક્વાર્ટરમાંથી બદલી કરવામાં આવી જ્યારેસહદેવસિંહ જાડેજા નામના કોન્સ્ટેબલની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી જો કે આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. તેની વાત કરીશું પરંતુ સગીર આરોપી સહિત તેની સાથે રહેલા બીજા આરોપીઓએ શું ગુનો કર્યો હતો તે જાણવું પણ જરૂરી છે. મળતી માહિતી પ્રમાણે ચાર મુસ્લિમ યુવકોએ એક આહિર વ્યક્તિ પર હુમલો કર્યો આહિર વ્યક્તિને છરી મારીને ઘાયલ કરવામાં આવ્યો આ ઘટના તો એક મહિના પહેલા બની હતી આ ઘટનામાં આરોપીઓ ઝડપાયા બાદ પોલીસે સગીર આરોપી
પર અત્યાચાર ગુજાર્યાનો વિડીયો વાયરલ થતા જ આખી ઘટના ચર્ચામાં આવી આખરે સગીરના વાળ ખેંચીને તેના પર અત્યાચાર ગુજારવાની ઘટનામાં પોલીસકમિશનરે બંને પોલીસ કર્મચારીઓની બદલી કરી નાખી પરંતુ હવે આ ઘટનામાં ચોંકાવનારી હકીકત સામે આવી છે સગીર આરોપી તરફથી પોલીસ વિરુદ્ધ કરવામાં આવેલી અરજીમાં ચોંકાવનારા ખુલાસા થયા છે એસીપી રાધિકા ભારાઈના આદેશથી જ પોલીસે સગીરને માર માર્યો હતો. પોલીસે સગીરને માર મારતા કહ્યું હતું કે અમારી માં એસીપીનો આદેશ છે જેથી તને મારવો પડશે. એટલું જ નહીં જ્યારે સગીર આરોપીને ડી સ્ટાફમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે એસીપી રાધિકા ભારાઈ સામા મળ્યા હતા તે સમયે પણ તેમણે સગીર આરોપીને જોઈને કહ્યું હતું કે આની હિરોગીરી કાઢી નાખો જેહેરસ્ટાઇલ કરીને આવ્યો છે તે ખેંચી ખેંચીને કાઢો ત્યારે ઘટનાનો અંતિમ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી થાય તેવી શક્યતા સેવાઈ રહી છે આખા કેસની અંદર હવે સત્ય શું છે એ પણ ધીમે ધીમે સામે આવશે [સંગીત]