Cli

ગુનેગારને પકડવાની પોલીસની અનોખી ટ્રિક

Uncategorized

] ઘણા કેસ પોલીસ માટે ઉકેલવા ખૂબ જ પડકારજનક સાબિત થતા હોય છે તેવા સંજોગોમાં પોલીસ પણ ફિલ્મી સ્ટાઇલથી આરોપીઓને ઝડપી પાડવા માટે પ્રયાસો કરતી હોય છે આજકાલ સોશિયલ મીડિયાને દૂષણ માનવામાં આવે છે પરંતુ પોલીસે પોતાનો વેશ પલટો કરીને સોશિયલ મીડિયા થકી કેવી રીતે આરોપીને ઝડપી પાડ્યો તેનો એક રસપ્રદ કેસ સામે આવ્યો છે.

આ કેસ અમદાવાદની દાણી લીમડા પોલીસે ઉકેલ્યો છે. હવે આખું કેસ શું છે અને કેવી રીતે પોલીસ આરોપીને ઝડપી પાડે છે તેની વિગતવાર વાતકરીએ. વાત છે ગત 15 જૂનની તે દિવસે અમદાવાદના દાણી લીલીમડા પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ દાખલ થઈ ભોગ બનનારે પોતાને માર મારનાર ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી આ ફરિયાદના આધારે પોલીસે જે તે સમયે બે આરોપીઓને ઝડપી પાડ્યા પરંતુ એક આરોપીને ઓળખી શકાયો ન હોવાથી તે ફરાર થયો હતો. જે આરોપી તરીકે એક નામ ખુલ્યું હતું તોફીક એના સિવાય એનું આખું નામ પોલીસ પાસે ન હતું આ ઉપરાંત અન્ય જે બે ઈસમો હતા જે આમાં બનાવવામાં સામેલ હતા એના પણ નામ ભોગ બનનારને ખબર ન હતી આ ઘટનામાં ત્યારબાદ પોલીસે જે આ તોફીક નામના વ્યક્તિ છે એનેશોધવાની પ્રયાસ ચાલુ કર્યા શરૂઆતમાં અમે અમારા ઈગજકોપ જે અમારું પોર્ટલ છે

એપ્લિકેશન છે આખી એમાં અને સોશિયલ મીડિયા એમાં તોફીક નામનું જે વ્યક્તિ છે એને સર્ચ કર્યો અને કેટલાક શોર્ટલિસ્ટ કરી અને ભોગ બનનાને અલગ અલગ જે ફોટોગ્રાફ્સ હતા એ બતાવ્યા પોલીસે ફરિયાદીને તોફીક નામ ધરાવતા જુદા જુદા લોકોના ફોટો બતાવ્યા જેમાંથી એક ફોટો જોઈને ફરિયાદી આરોપીને ઓળખી ગયો ત્યારબાદ પોલીસ આરોપીની શોધખોળમાં લાગી ગઈ તોફીકના ઘરે તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે તે પોતાના ઘરે આવતો જ નથી જેને પગલે આરોપીને શોધવાનું કામ ખૂબ જ મુશ્કેલ બની ગયું હતુંઆ દરમિયાન પોલીસને એક ટ્રેપ ગોઠવવાનો વિચાર આવ્યો અને આ ટ્રેપની શરૂઆત થઈ સોશિયલ મીડિયા પર એક ફેક એકાઉન્ટ બનાવીને મહિલા પોલીસ કર્મચારીએ ફેક સોશિયલ મીડિયા આઈડી બનાવ્યું અને તોફીકના આઈડી પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી તોફીકે ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી અને આ રીતે પોલીસની ટ્રેપનો પહેલો પડાવ પૂર્ણ થયો. હવે પોલીસે આરોપીને પોતાની જાળમાં ફસવવા માટે બીજો પડાવ શરૂ કર્યો મહિલા પોલીસ કર્મીએ આરોપી તોફીકને પોતાના ફેક એકાઉન્ટથી મેસેજ કરવાનું શરૂ કર્યું સામે તોફીક પણ રિપ્લાય આપવા લાગ્યું પોતાના પર મહિલાના મેસેજ આવવાના શરૂ થતા જ તેનામોઢામાંથી લાળ ટપકવા લાગી થોડા જ સમયમાં બંને વચ્ચે જાણે બે પ્રેમી વાતચીત કરતા હોય એ રીતે વાતો થવા લાગી મહિલા પોલીસ કર્મીઓ દરેક તબક્કે આરોપી તોફીક નો વિશ્વાસ જીતવા લાગી તોફીકને લાગવા લાગ્યો કે સામેવાળી મહિલા સાચે જ તેને પ્રેમ કરી રહી છે એટલે તે પોતાની પ્રેમિકાને મળવા આતુર હતું આખરે મળવાનો દિવસ પણ નક્કી થયો પરંતુ તેને ક્યાં ખબર હતી કે જેને તે મળવા જઈ રહ્યો છે તે તેની પ્રેમિકા નહીં પણ પોલીસ છે આખરે વાતચીતમાં બંને જગ્યા નક્કી કરે છે મળવા માટે સૌથી ફેમસ જગ્યા અમદાવાદના રિવરફ્રન્ટને પસંદ કરે છે પોલીસ સ્ટેશનથી મહિલા પોલીસ પોલીસ કર્મીઓ બુરખોપહેરીને કારમાં રિવરફ્રન્ટ જવા નીકળે છે

જો કે આરોપીને શંકા ન જાય તે માટે મહિલા પોલીસ કર્મચારીઓ રસ્તામાં ઉતરી જાય છે અને ત્યાંથી રિક્ષા કરીને રિવરફ્રન્ટ પર જ્યાં મળવાનું નક્કી થયું ત્યાં પહોંચે છે જો કે હજુ સુધી ત્યાં આરોપી તોફીક પહોંચ્યો ન હતું. મહિલા પોલીસ કર્મીઓની સાથે સાથે પોલીસ પુરુષ પોલીસ કર્મીઓ પણ શંકા ન પડે તે રીતે આસપાસ ગોઠવાઈ જાય છે અને ત્યારબાદ આરોપીના આગમનની રાજવાય છે આ ઓપરેશન મહિલા પોલીસ કર્મીઓ માટે જોખમી હતું તોફીકથી સાવચેત રહેવું પડે તેમ હતું કારણ કે તેની સામે અગાઉ ચોરી લૂટ અને મારામારીના કેસનોંધાઈ ચૂક્યા હતા આખરે માશુકાને ઇમ્પ્રેસ કરવા માટે તોફીક સજી ધજીને રિવર ફ્રન્ટ પહોંચ્યું ત્યાં તે મહિલા પોલીસ કર્મીઓ સાથે વાતચીત કરે છે ત્યારબાદ મહિલા પોલીસ કર્મીઓ તેને બીજે ફરવા જવાનું કહીને ગાડી બોલાવે છે અને ગાડીમાં ત્યાંથી જ તે નીકળી જાય છે

તેની સાથે બીજા પોલીસ કર્મીઓ પણ ગાડીની સાથે નીકળે છે અને તક મળતા જ રસ્તામાં તેની ધરપકડ કરવામાં આવે છે આમ આરોપીને ખબર ન પડે તે રીતે પોલીસની ઝાડમાં ફસાયો અને આખરે જેલના હવાલે થઈ ગયો તેને લાગી રહ્યું હતું કે તે સોશિયલ મીડિયા પર પ્રેમ થઈ ગયો છે બુરખાધારી મહિલા તેનાપ્રેમમાં પડી છે પરંતુ જ્યારે વાસ્તવિકતા સામે આવી ત્યારે તેને પોતે જ જૂન મહિનામાં કરેલી કરતું તેને યાદ આવી ગઈ આખરે તેનો ગુનાહિત ઇતિહાસ શું છે તે પણ સાંભળો તોફીક છે એ નારોલમાં એમાં પણ એક મારામારીના ગુનામાં સામેલ છે

એમાં પણ એ વોન્ટેડ હતો તો આ સાથે નારોલના ગુનામાં પણ એની ધરપકડ જે કરવાની બાકી હતી એ થઈ ચૂકી છે તોફીકનો જ્યારે ગુનાયત ઇતિહાસ અમે તપાસ કર્યો તો એમાં 14 જેટલા ગુનાઓમાં એ શામેલ છે આ 14 ગુનાઓમાં મારામારી ચોરી એક વખતે જેલ તોડીને ભાગવાનો ગુનો ખંડણી આ પ્રકારના ગુનાઓ સામેલ છે એટલે ખૂબ જ ગંભીર પ્રકારનાગુનાઓ અને રીઢા પ્રકારનો વ્યક્તિત્વ છે અને જે તોફીક હતો એ અવારનવાર પકડાયો હોવાથી જલ્દી પોતાના ઘરે આવતો ન હતો જો કે ગુનેગાર ગમે ગમે તેટલો ચાલાક અને ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય પોલીસ કોઈને કોઈ રીતે તેને ઝડપી જ પાડે છે. જો કે આ કેસમાં મહિલા પોલીસ કર્મીઓની બહાદુરીને પણ દાદ આપવી પડે. કારણ કે એક રીઢા ગુનેગારને પકડવા માટે આ રીતે વેશ પલટો કરીને આરોપીને મળવું એ કોઈ કાચા પોચાનું કામ નથી. તેના માટે હિંમત કેળવવી પડે. આરોપીને ખ્યાલ ન આવે તે રીતે એક્ટિંગ કરવી પડે જો કે આ મહિલા પોલીસ કર્મી આરોપીઓને આ પ્રકારે વેશ પલટો કરીને ઝડપીપાડીને સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *