આપણે કોરોનાના સમયમાં પણ એકજૂથ થઈને આવી પડકારોનો સામનો કરી ચૂક્યા છીએ અને હવે ફરીથી તે રીતે તૈયાર રહેવાની જરૂર છે. રાજ્યસભા અને લોકસભામાં વડાપ્રધાનની વાતચીત બાદ એવી આશંકા સેવાઈ રહી હતી કે શું ભારતમાં ફરી લોકડાઉન લાગશે?
વડાપ્રધાને સંકટ વધી શકે છે તેવી વાત કરી હતી પરંતુ લોકડાઉન અંગે કશું જ કહ્યું નહોતું, છતાં સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચાઓ થઈ.હાલ લોકડાઉન આવે તેવી કોઈ શક્યતા નથી કારણ કે સરકાર પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી રહી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં મોટો ઘટાડો કર્યો છે. પેટ્રોલમાં ડ્યૂટી ઘટાડીને 3 રૂપિયા કરી દેવામાં આવી છે અને ડીઝલ પર શૂન્ય કરી દેવામાં આવી છે.
આ એક મોટો નિર્ણય છે જેથી સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે.જ્યારે મંત્રી કિરણ રિજિજુને લોકડાઉન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે લોકડાઉન જેવી કોઈ પરિસ્થિતિ આવવાની નથી અને લોકોએ અફવાઓથી દૂર રહેવું જોઈએ. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો લોકડાઉનના ફાયદા-નુકસાનની ચર્ચાઓ કરી રહ્યા છે, પરંતુ સરકાર તરફથી આવું કોઈ જ પગલું લેવાનું કહેવામાં આવ્યું નથી.
યુદ્ધની પરિસ્થિતિ છતાં ભારત પોતાનું સંકટ ધીરે-ધીરે ઓછું કરી રહ્યું છે.વડાપ્રધાને સંગ્રહખોરોને ચેતવણી આપી છે અને રાજ્ય સરકારોને અપીલ કરી છે કે પૅનિક (ગભરાટ) ઊભો ન થાય તેનું ધ્યાન રાખે. ભારત સરકાર ટોપ લેવલથી બોટમ લેવલ સુધી મોનિટરિંગ કરી રહી છે
જેથી ગેસ, પેટ્રોલ કે ડીઝલની અછત ન સર્જાય. વિરોધ પક્ષોએ પણ સરકારના આ પગલાની પ્રશંસા કરી છે. અંતમાં એ જ સંદેશ છે કે જનતાને ફાયદો પહોંચાડવાની જવાબદારી સૌની છે અને કોઈપણ પ્રકારની અછત ન સર્જાય તે માટે રાજ્ય સરકારોએ ખાસ તકેદારી રાખવાની રહેશે.