આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના પાલનપુરના નળાસર ગામના એક યુવકને હડકવાની શંકા સાથે ગઈ કાલે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયો હતો. આ યુવકની હાલત જોતા શરૂઆતમાં હડકવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ તબીબી ટીમ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં યુવકને હડકવા ન હોવાનું સ્પષ્ટ થયું છે
હાલ યુવક સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેની સ્થિતિમાં પણ સુધારો જોવા મળ્યો છે. સિવિલ હોસ્પિટલના સુપરટેન્ડન્ટ સુનીલ જોશીએ જણાવ્યું હતું કે અડકવાના દર્દીમાં સામાન્ય રીતે પાણી જોતા જ ભય અથવા એગ્રેસિવ વર્તન જોવા મળે છે તેમજ તેઓ પાણી પણ પી નથી શકતા પરંતુ આ યુવક હવે સરળતાથી પાણી પી રહ્યો છે અને કોઈ અસરકારક લક્ષણો દેખાતા નથી. આ કારણોસર હડકવાની શક્યતા નકારવામાં આવી છે યુવક અચાનક આવી સ્થિતિમાં કેમ આવ્યું તે અંગે હજી સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.
તબીબો દ્વારા અન્ય સંભવિત કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે જરૂરી તબીબી ટેસ્ટ અને નિરીક્ષણ બાદ યુવકને આરોગ્ય લાભ થતા રાહતનો શ્વાસ લેવાયો છે આ ઘટનાને લઈને ગામમાં ફેલાયેલી ભયની લાગણી પણ હવે ઓછી થઈ છે જનરલ હોસ્પિટલ પાલનપુરથી હું ડોક્ટર સુનીલ જોશી બોલું છું ગઈકાલે જે દર્દી દાખલ હતો જે હડકવાના લક્ષણો સાથે આવેલો હતો એની તપાસ કરતાં આજે એ એકદમ સ્વસ્થ દેખાય છે ગઈકાલે બેવાન અવસ્થામાં હતો અને કોઈપ પ્રશ્નો પૂછે તો જવાબ આપી શકતો નહતો અને આજે તપાસ કરતાં પેશન્ટ એકદમ સ્વસ્થ છે વાતો ચીતો કરે છે અને એને પહેલા હડકવાનું ઇન્જેક્શન લીધું છે એવું પણ કહે છે અને કૂતરું કરડ્યું છે
ત્રણ મહિના પહેલા એવું પણ કહે છે અહી પાલનપુર સિવિલમાં જ એને ઇન્જેક્શન લીધેલા હતા અને અત્યારે જોતાં અત્યારે કોઈપણ જાતના હડકવાના લક્ષણો હોય નહી એવું લાગે છે કારણ કે જો હડકવા થયેલો હોય તો પાણી પીએ તો એકદમ પાણીથી ડર લાગે એટલે હાઈડ્રોફોબિયા થવો જોઈએ એ અત્યારે બિલકુલ નથી કારણ કે પાણી પાણી આરામથી પીએ છે
મારા દેટા એને પાણી પીધું અને ખોરાક પણ લે છે અને એકદમ સ્વસ્થ છે અત્યારે હાલ દર્દીની તબિયત એકદમ સારી છે શું હોય છે હવે વિષય છે પ્રશ્ન છે એક વિચારવા જેવો કે જો હડકવાના લક્ષણોની અંદર બીજા બધા લક્ષણો પહેલા ગઈકાલે દેખાતા હતા એ બધા એના લગતા હતા પરંતુ જો પાણીથી ડર ના લાગતી હોય એ અમારું મુખ્ય લક્ષણ હોય છે હડકવાને હોય તો તો એ દેખાતું તું નથી એટલે જરા અમે વિચાર કરીએ છીએ સાયકિયાટ્રિસ્ટને પણ બતાવીએ છીએ અને બીજી પણ તપાસ કરીને નક્કી કરીશું