વિજ્ઞાપન જગતના મહારથીનું નિધન વિજ્ઞાપન જગતના મહારથી પિયુષ પાંડેનું 70 વર્ષની વય નિધન થયું વિજ્ઞાપન જગતના એક એવા કસબી જેમના શબ્દો હંમેશા અમર રહેશે. અબકીબાર મોદી સરકાર સૂત્રના તેઓ સર્જક હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના અવસાન પર શોક વ્યક્ત કર્યો.
જયપુરમાં જન્મેલા પિયુષ પાંડે ક્રિકેટર તરીકેની કારકિરદિને છોડીને વર્ષ 1982 માં વિજ્ઞાપન જગતમાં પ્રવેશ્યા હતા અને તેમણે સફળતા મેળવી હતી. 2016 માં તેમને પદ્મશ્રી અને 2018 માં કાંસમાં સેન્ટ માર્ક લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડસથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તો યાદોમાં પિયુષ પાંડે અત્યારે 70 વર્ષની વયે તેમનું નિધન ભલે થયું હોય પરંતુ યાદોમાં હંમેશા જીવંત રહેશે કેમ કે તેમના કાર્યથી તેઓ હંમેશા યાદોમાં રહેશે જે પ્રકારે અલગ અલગ સૂત્રો તેમણે આપ્યા અબકીબાર મોદી સરકાર લોકસભા ચૂંટણીનું 2014 નું જે કેમ્પેન હતું તેણે જે પ્રકારે સફળતા મેળવી અને ઘરે ઘરે તેમનું નામ આ સૂત્રો જે તેમણે આપ્યા અલગ અલગ પ્રકારની જે એડ્સ તેમણે બનાવી અને જે સ્લોગન્સ તેમના હતા
એ ખૂબ જ જાણીતા રહ્યા પોલિયો ખાસ કરીને પોલિયોની એડ દોબું જિંદગી કી જેનું સ્લોગન હતું ખુશબુ ગુજરાત કી જે ગુજરાતમાં પ્રવાસનઉદ્યોગ માટેનું એક ખાસ કેમ્પેન હતું કુછ દિન તો ગુજારો ગુજરાતમેં આ સ્લોગન હતું એ કેમ્પેનનું અને બોલીવુડના દિગજ અભિનેતા અમિતાભ બચ્ચને જેણે આ કેમ્પેનને યાદગાર બનાવ્યું તેમના અભિનયથી અને એ એડવર્ટાઇઝમેન્ટના આ સ્લોગન આપનાર પિયુષ પાંડે હતા.
આ ઉપરાંત કેડબરી ડેરી મિલ્ક vડાફોન એશિયન પેન્ટ જેવી ખૂબ જ જાણીતી બ્રાન્ડ હતી કે જેના સ્લોગન તેમણે આપ્યા આ ઉપરાંત 2014 ની લોકસભા ચૂંટણીમાં અબકીબાર મોદી સરકારનું જે સૂત્ર તેમણે આપ્યું હતું અને જે એ વખતે ચૂંટણીનું કેમ્પેન હતું તેના લીધે પણ પ્રચંડ લોકપ્રિયતા એ કેમ્પેનને પણ મળી હતી