એર ઈન્ડિયા 171 ના પાયલોટે જાણી જોઈને ફફ્યુઅલ સ્વીચ બંધ કરી દીધી”ઈટાલિયન અખબારે જણાવ્યું હતું વર જૂનના રોજ, એર ઈન્ડિયાનું બોઈંગ ૭૮૭-૮ ડ્રીમલાઈનર વિમાન (ફ્લાઈટ ૧૭૧) અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું હતું, જેમાં ૨૬૦ લોકો માર્યા ગયા હતા.
ઇટાલિયન રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તપાસમાં એર ઇન્ડિયા ક્રેશ ઇરાદાપૂર્વક થયું હોવાનું જાણવા મળ્યું છે, પાયલોટે ફ્યુઅલ સ્વીચ કાપી નાખ્યો હતોઅમદાવાદમાં એર ઇન્ડિયાનો ક્રેશ ટેકનિકલ ખામીને કારણે નહીં પરંતુ એન્જિન ફ્યુઅલ કંટ્રોલ સ્વીચને મેન્યુઅલી બંધ કરવાના કથિત ઇરાદાપૂર્વકના કૃત્યને કારણે થયો હતો, એવો દાવો એક તાજા સમાચાર અહેવાલમાં કરવામાં આવ્યો છે.
ગયા વર્ષે અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧ ના દુર્ઘટનાની તપાસ કરી રહેલા તપાસકર્તાઓએ તારણ કાઢ્યું છે કે આ દુર્ઘટના ટેકનિકલ ખામીને કારણે નહીં પરંતુ “ઇરાદાપૂર્વકના કૃત્ય”નું પરિણામ હતું, ઇટાલિયન દૈનિક કોરીએર ડેલા સેરાએ નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચેની તાજેતરની ચર્ચાઓથી પરિચિત બે સ્ત્રોતોને ટાંકીને અહેવાલ આપ્યો છે. આ દુર્ઘટનામાં કુલ ૨૬૦ લોકો માર્યા ગયા હતા, જે દાયકાઓમાં દેશમાં થયેલી સૌથી ખરાબ ઉડ્ડયન દુર્ઘટનાઓમાંની એક છે. જો કે, ઇટાલિયન અખબારનો અહેવાલ અનામી સ્ત્રોતો અને પ્રારંભિક અર્થઘટન પર આધારિત છે, અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે હજુ સુધી તેનો અંતિમ અહેવાલ જાહેર કર્યો નથી.
12 જૂને (ગુરુવાર) અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એર ઇન્ડિયાનું વિમાન AI-171 અમદાવાદમાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં વિમાનમાં સવાર 242માંથી 241 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમદાવાદથી લંડન જઈ રહેલી ‘એર ઈન્ડિયા ફ્લાઇટ 171’ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. જે બાદ એર ઈન્ડિયા તથા AI એક્સપ્રેસે ફ્લાઇટ નંબર ‘171’નો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે.