૩૯ની ઉંમરે થશે દુલ્હન, ટીવી એક્ટ્રેસ પવિત્રા પુનિયા જીવનસાથી સાથે વસાવશે નવું ઘરટીવીની ફેમસ એક્ટ્રેસ અને બિગ બોસ કોન્ટેસ્ટન્ટ રહેલી પવિત્રા પુનિયા હાલમાં પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. થોડાં સમય પહેલાં જ તેમણે પોતાના પ્રેમ વિશે અને સગાઈની ખુશખબરી ફૅન્સ સાથે શેર કરી હતી. હવે એવી ચર્ચા છે કે પવિત્રા પુનિયા ૩૯ વર્ષની ઉંમરે દુલ્હન બનવા જઈ રહી છે.
મિડિયા રિપોર્ટ્સ અનુસાર, પવિત્રા આગામી વર્ષે એટલે કે ૨૦૨૬ના માર્ચ મહિનામાં યુએસ-બેઝ્ડ બિઝનેસમેન સાથે લગ્ન કરવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે પવિત્રાની આ લગ્નવિધિ અમેરિકા નહીં પરંતુ ભારતમાં જ થવાની છે. સમજાઈ રહ્યું છે કે લગ્ન ખૂબ જ ઇન્ટિમેટ અને સિમ્પલ રીતે થશે જ્યાં બંને પરિવારો અને થોડાં નજીકનાં મિત્રો જ હાજર રહેશે.
સગાઈ બાદ પવિત્રા પુનિયા પોતાની લાઈફના હેપ્પી સ્પેસમાં છે અને નવા જીવનચૅપ્ટરની શરૂઆત કરવા માટે ખૂબ ઉત્સાહિત પણ છે. જો કે, પોતાની લગ્નની વાયરલ થતી આ ખબર પર એક્ટ્રેસે અત્યાર સુધી કોઈ ઑફિશિયલ રિએક્શન આપ્યું નથી.ઓક્ટોબરમાં તેમણે ગુપ્ત રીતે સગાઈ કરી હતી અને Instagram પર તેના ફોટોઝ શેર કર્યા હતા,
જેમાં તેમના મંગેતર ઘૂંટણિયે બેસીને તેમને પ્રપોઝ કરતા દેખાઈ રહ્યા હતા. આ રોમાન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. પરંતુ પવિત્રાએ હજુ સુધી પોતાના લવ ઑફ લાઇફનો ચહેરો જાહેર કર્યો નથી અને ફૅન્સ હવે તેમની ઝલક જોવા ઈંતઝારમાં છે.
લગ્નની ચર્ચાઓ વચ્ચે જાણવાની વાત એ છે કે ૪ વર્ષ સુધી ટીવી એક્ટર એજાજ ખાન સાથે સંબંધમાં રહી ચૂકેલી પવિત્રાએ હાર્ટ બ્રેકનો કડવો અનુભવ કર્યો હતો. પરંતુ હવે તેમને પોતાના સપનાઓનો રાજકુમાર મળી ગયો છે અને તેઓ ફરીથી ખુશીની સાથે નવી શરૂઆત કરવા તૈયાર છે.
સમાચાર મુજબ, માર્ચમાં લગ્ન કરવાની તૈયારીમાં પવિત્રા પુનિયા શોપિંગ પણ શરૂ કરી ચૂકી છે. હવે બધા ફૅન્સને રાહ છે કે એક્ટ્રેસ ક્યારે પોતાની ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરે છે અને ક્યારે પોતાના બ્રાઇડલ લુકની તસવીરો શેર કરે છે.