ગુજરાતમાં એક પછી એક થતી દુર્ઘટનાઓ અને દુર્ઘટનાઓના આંકડાઓ જ્યાં સુધી મોટા ન થાય ત્યાં સુધી એની ચર્ચાઓ ખૂબ ઓછી થતી હોય છે. એક માણસનું પણ મૃત્યુ થાય છે દુર્ઘટનામાં થાય છે તો એને દુર્ઘટના જ માનવી પડશે પણ એનાથી કશું બદલાતું નથી. એટલે બ્રીજ તૂટવાની દુર્ઘટના હોય કે પછી પુલ તૂટવાની દુર્ઘટના હોય આ દુર્ઘટનાઓનો અંત ક્યારે આવશે એ ખબર નથી એક એકદમ દુખદ સમાચાર હમણાં સામે આવ્યા છે કે પાવાગઢમાં એક રોપવે છે રોપવે તૂટી જતા છ લોકોના મૃત્યુ થયા છે. છ લોકોના મૃત્યુ થયા છે અને પ્રાથમિક માહિતી જે સામે આવી છે એ પ્રમાણે પાવાગઢના ગુડ્સ રોપવે જે હોય છે.
એટલે કે જે માલસામાન લઈ જવાનો રોપવે હોય છે બાંધકામના માલસામાન એમાં લઈ જવાતા અને લાવતા હોય છે એ રોપવે તૂટી ગયો છે જેના કારણે છ લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં બે લિફ્ટ ઓપરેટર હતા. બે શ્રમિકો અને બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે. હજી આ પ્રાથમિક માહિતી છે. આ પ્રાથમિક માહિતીના આધારે તમારા સુધી સમાચાર પહોંચાડી રહ્યા છીએ.
બહુ જ બધા લોકો અત્યારે જ્યારે પાવાગઢ એકદમ સુંદર થઈ જતું હોય છે ત્યારે માતાજીના દર્શન સાથે સાથે ત્યાં જતા હોય છે અને જ્યારે આ રોપવેની દુર્ઘટના બની છે ત્યારે પ્રાથમિક માહિતી અત્યારે એટલી જ સામે આવી છે કે છ જેટલા લોકોના મૃત્યુ થયા
ખૂબ મોટી દુર્ઘટના માનવાની આને કારણ કે આવી અનેકવાર બનેલી દુર્ઘટનાઓ પછી પણ આપણે કશું શીખ્યા નથી. અત્યારે પરિસ્થિતિ એટલી ભયાનક છે કે ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદ અચાનકથી પડ્યો એવું પણ નથી.
છેલ્લા બે ત્રણ દિવસથી હવામાન વિભાગ હવામાન ખાતા તરફથી અને જે નિષ્ણાંતો છે એ કહી રહ્યા હતા કે મધ્ય ગુજરાતમાં ખૂબ વધારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાનો હતો ત્યારે એ રોપવે કેમ ચાલુ રાખવામાં આવ્યા એ પણ પ્રશ્ન છે. જ્યારે આટલી ગતિથી પવન ચાલતો હોય આટલો ભારે વરસાદ પડતો હોય એના કારણો
આના પછી બહુ જ બધા શોધવામાં આવશે કે શું ખામી હતી એના કારણે આ દુર્ઘટના બની છે પણ દુર્ઘટનાના કારણો શોધીને આપણે કશું શીખતા નથી. ખાલી મૃતકોના આંકડાઓ બદલાયા કરશે દુર્ઘટનાઓ ત્યાંની ત્યાં જ રહેશે આવી ઘટનાઓ બન્યા પછી આપણે ભૂલી જઈએ છીએ કે અચ્છા આમાં બે શ્રમિકો હતા આમાં જે લિફ્ટ ઓપરેટર હતા એમના મૃત્યુ થયા હતા આપણે આવા આંકડાઓને ધ્યાનમાં પણ નથી લેતા આની પાછળના કારણો તો આગળ જતા શોધવામાં આવશે અત્યારે જે પ્રાથમિક માહિતી આવી છે તમારા સુધી પહોંચાડી છે ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે એ પણ જુઓ