અમદાવાદના સેવન ડે સ્કૂલ જેવી જ એક ઘટના હવે પાટણમાં સામે આવી છે જેમાં શાળાના એક છાત્રએ પોતાના જ વર્ગની વિદ્યાર્થીનીના હાથ ઉપર બે થી ત્રણ ભૂજરડા સાથે લાઈટરથી આંગળી ઉપર ડામ આપ્યા અને આ પછી વિદ્યાર્થીની ભાગી પડી અને ઘરે આવીને ઝેરી પ્રવાહી પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. તો આ સમગ્ર ઘટનામાં મોડી રાત્રે પિતાની અરજીના આધારે પોલીસે ત્રણ બાળ આરોપી સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું છું પાર ગુજરાતમાં જાણે વિદ્યાર્થીઓ દિવસેને દિવસે જનૂની બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છેથોડાક સમય પહેલા અમદાવાદના સેવન ડે સ્કૂલ ખાતે જે ઘટના બની તેવી જ ઘટના હવે પાટણમાં બની છે
પાટણમાં સરસ્વતી ના ચોરમારપુરા ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને તેના જ વર્ગખંડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ મંગળવારે હાથ પર કોઈ વસ્તુરથી બુજરડા કર્યા હતા અને લાઈટરથી આંગળીએ ડામ આપ્યો હતો. આ ઘટનાની શાળામાં જાણ થતા શાળાના ક્લાસ ટીચરે તેમની માતાને ફોન કરી જાણ કરી હતી જો કે વિદ્યાર્થીની ઘરે આવ્યા બાદ તેને લાગી આવતા ઘરમાં કોઈ હાજર ન હતું
તે સમયે લાઈઝોન પી લીધું હતું અને તેની તબિયતલથડી પડતા સારવાર માટે તેને તાત્કાલિક પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો હવે આ બાબતે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે >> બની છે કઈ રીતે તપાસના આદેશ કઈ રીતે આવનારા સમયને શિક્ષણ વિભાગ જાગૃત >> શિક્ષણ વિભાગ અને અમારા જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના આપેલી જ છે દરેક શાળાઓની અંદર આવા માનસિકતાથી ધરાવતા હોય અથવા તોફાન કરતા હોય તો એમને ચોક્કસ સમજાવટ સાથે વાલીઓ સાથેની મીટિંગ કરીને એને કરવું જોઈએ આ રીતે મારા મારું વિકૃતતાથી મારું એ સોશિયલ મીડિયાઅને ગેમ જવાબદાર છે દરેક વાલીએ જાગૃત થવું પડશે અમે વિનંતી કરીએ છીએ
અને વાલીઓ પણ સાથે જોડાય શાળાઓ સાથે જોડાય વિકૃતતાની ગેમ છે જે જે સતત ગન મારીને પોઈન્ટો મેળવે સતત ચપ્પુ મારતો જાય સામેના માણસ ને મારવા માટે અને પોઈન્ટો એના જમા થતા હોય આનાથી સાયકોલોજી છે એ વિકૃતતા એના મગજની અંદર ભૂત સવાર થઈ જાય અને ક્રાઈમ કરવો એટલે સામાન્ય તો પ્રેમ દયા અને કરુણા ના પાઠો ઘરેથી અને શાળાઓથી શીખે આ એક બનાવ બન્યો છે ને આપણે એક્શન લઈએ સોલ્યુશન થઈ જાય એ હું નથી માનતો દરેક લોકોએ આના પાછળ જાગૃત થવું પડશે
ને ખાસ કરીને વાલીઓ ઘરે રેધ્યાન રાખવું પડશે શાળાઓમાં શિક્ષકો એક શિક્ષકે શાળામાં ક્લાસમાં એની બાજ નજર હોવી જોઈએ કે કયો બાળકનું માનસિકતા મારામારી કરવા જેવું છે વિકૃતતા તરફ જઈ રહ્યું તો એને બોલાવી એનું એનું સ્પેશિયલ ડ્રાઈવ કરીને એના વાલીઓ સાથે મળીને આવા સમજાવટ કારણ કે બાળક આખીર તો બાળક છે શું નાની ઉંમરના બાળકો છે આ રવાડે ચડવું એ આપણા માટે રેડ સિગ્નલ છે
હું ત્રણ દિવસ ત્રીજી વાર હું આ બોલી રહ્યો છું તે સભ્ય સમાજ માટે આ સારું નથી તો આવો સૌ સાથે મળીને આપણે સૌ આની જવાબદારી સ્વીકારીએ અને અત્યારથી જાગીશું ત્યારે વર્ષ બે વર્ષના અંતે આનું સારા પરિણામ પ્રાપ્ત થશે>> પાટણ પોલીસે આ સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીનીના પિતાની ફરિયાદ પર હવે ત્રણ બાળ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી વિદ્યાર્થીએ આવું કેમ કર્યું સહિતની બાબતોની તપાસ સાથે જ શાળાના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે હવે વાત કરીએ અમદાવાદની સેવન ડે સ્કૂલની તો
થોડાક સમય અગાઉ અમદાવાદની સેવન ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર એક નજીવી બાબતે ઝઘડો થતા ધારદાર વસ્તુથી હુમલો કર્યો હતો જેમાં એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. એટલું જ નહીં જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલના કેટલાક વિડીયો પણ વાયરલ થયા હતાજેમાં એક વિદ્યાર્થીને બીજા ચાર થી પાંચ વિદ્યાર્થીઓ બરાબર મારતા હોય આમ હવે રાજ્યમાં વાલીઓની પોતાના બાળકોને લઈને ચિંતામાં બરાબરનો વધારો થયો છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો.