Cli

પરેશ ગોસ્વામીની ભારે આગાહી! હજુ આટલા દિવસ થશે મેઘ તાંડવ…

Uncategorized

નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને અત્યારે ગુજરાતના ખેડૂતો ખૂબ પરેશાન છે ટેન્શનમાં છે માવઠાનો માર ખૂબ ભયાનક પડ્યો છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ એવા છે જ્યાં મેઘ તાંડવ જેવી સ્થિતિ થઈ છે અમરેલીમાં 24 કલાકમાં અતિશય વરસાદ પડ્યો છે જે તસ્વીરો આવી એ ખૂબ ભયાનક છે હજુ આગામી દિવસ વરસાદની સ્થિતિ શું રહેવાની છે સમજવું છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાયેલા છે પરેશભાઈ થેન્ક્યુ સો મચ જોડાવા બદલ અને સૌથી પહેલો સવાલ એ છે કે અણધારીયો વરસાદ અને એનાથી પણ વધારે આટલો ભયાનક વરસાદ ચોમાસા પછી વિદાય પછી કેમ પડીરહ્યો છે? બેન સૌપ્રથમ તો વાત એ છે કે જે આ વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે એક પ્રકારે માવઠાના વરસાદ પડી રહ્યા છે. ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારની અંદર ભારે વરસાદ પડ્યા

ગઈકાલે લાભપાચમ હતી પણ ખેડૂતોને લાભની જગ્યાએ ખૂબ મોટું નુકસાન થયું છે એટલે ખેડૂતો માટે તો લાભપાચમ હતી જ નહી નુકસાનીની પાચમ ગઈકાલે સાબિત થઈ છે. જેવી રીતે જોવા જઈએ તો નૈરત્યનું ચોમાસુ તો બેન પૂર્ણ થઈ ગયું છે. પણ આપણે વારંવાર ચર્ચા કરતા આવ્યા છીએ એમ કે ઘણી વખત એવું બનતું હોય કે ચોમાસુ પૂર્ણ થાય એ પછી ઊંચું તાપમાન હોય અને જે દક્ષિણ ભારતમાં ઈસારનું ચોમાસુ ચાલુ હોયતો એની અમુક સિસ્ટમો છે એ ગુજરાત સુધી પહોંચતી હોય ને એને કારણે ઘણી વખત આપણે માવઠા થતા હોય છે. જ્યાં સુધી ઠંડીનો માહોલ નહીં જોવા મળે ત્યાં સુધી આ માવઠાની જે સિલસિલો છે એ ચાલુ રહેવાનો છે. એટલે હવે એક જે અરબ સાગરની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ ડિપ્રેશન સુધી પહોંચ્યું. અત્યારે આજની તારીખે વાત કરવા જઈએ તો આજે 27 ઓક્ટોબર 2025 છે આજે વહેલી સવારે જે અમે એનું લોકેશન પ્રેસ કર્યું છે

એ મુજબ જે ગીર સોમનાથનો જે દરિયાકાંઠો છે દરિયાકાંઠાથી 382 કિમીટર એનું સેન્ટ્રલ પાર્ટ દૂર છે એટલે સિસ્ટમ છે એ દરિયાકાંઠાથી 382 km દૂર છે પણ એ જેસિસ્ટમનો ઘેરાવો હોય છે એના આઉટર ક્લાઉડ હોય છે એ અત્યારે સંપૂર્ણ ગુજરાતની ઉપર છે જેને કારણે આમ તો પહેલેથી જ આપણું એક અનુમાન હતું કે દક્ષિણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે એમાંની તીવ્રતા વધુ જોવા મળશે એ જ મુજબ છેલ્લી 24 કલાકની અંદર અનેક જગ્યાએ 2 થીપ ઇંચ અને અમુક વિસ્તારમાં 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયા છે એટલે આજે રાત્રે જે વરસાદ નોંધાયા એને કારણે ગુજરાતના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જોવા મળ્યું છે અને હજુ પણ આ સિસ્ટમ છે

આપણી નજીક એકદમ ધીમી ગતિએ પસાર થઈ રહી છે જો કે આસિસ્ટમનું સેન્ટ્રલ પાર્ટ છે ગુજરાત ઉપર નથી આવતો એકદમ બાજુમાંથી પસાર થાય છે પણ આના આઉટર ક્લાઉડ છે એ આપણે 2 નવેમ્બર સુધી ગુજરાતને અસર કરવાના છે જેમાં આમ તો 30 ઓક્ટોબર સુધી આપણે તીવ્રતા સાથે વરસાદ પડશે કેમ કે જે છેલ્લી 24 કલાકની અંદર બેન જે વરસાદ પડ્યા છે એ તીવ્રતા સાથે જ પડ્યા છે જે જગ્યાએ 2ઇ 3ઇચ 4 ઇંચ છેલ્લી 24 કલાકની અંદર 6 7 ઇંચ સુધીના પણ વરસાદ વરસી ચૂક્યા છે એટલે આ તીવ્રતા સાથે વરસાદ હજુ પણ 30 તારીખ સુધી યથાવત રહેશે ઘણી જગ્યાએ કે વરસાદ વખતે ગાજવીજ પણ જોવા મળ્યા છે અને હજુ પણ 30 તારીખ સુધી જ્યાં અતિ તીવ્રવરસાદ પડશે ત્યાં ગાજવીજ અને પવનની ઝડપ વધી જશે અત્યારે આમ તો જે વિસ્તારોમાં વરસાદ નહીં હોય એ વિસ્તારમાં પવનની ઝડપ 14 થી લઈને 18 km પ્રતિ કલાકની છે પણ જે વિસ્તારમાં વરસાદ ચાલુ હશે

તો વરસાદ સમયે ત્યાં 35 થી લઈને 40 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાય તેવી પણ શક્યતાઓ છે એટલે પવન અને ગાજબીજ સાથે હજુ વરસાદ એ 30 તારીખ સુધી એટલે આવનારા ત્રણ દિવસ છે બે એ હજુ પણ ગુજરાત માટે ભારે છે અને હવે આગળના દિવસોમાં જે વરસાદ પડવાનો છે એની વિસ્તારવા જો વાત કરવા જઈએ તો હજી દક્ષિણ ગુજરાતની અંદર 2 ઇંચ આસપાસનો વરસાદ આવનારા સમયમાં ચાલુ રહેશે જેમાં 30 તારીખ સુધીમાંસુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને અંકલેશ્વર આ જે તમામ વિસ્તારો છે એમાં 2 ઇંચ આસપાસના ના વરસાદ હજુ પણ 30 તારીખ સુધીમાં નોંધાય તેવી શક્યતાઓ રહેલી છે. સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં હજુ 24 કલાક અતિભારે છે. આવનારી 24 કલાકની અંદર પાંચ પાંચ ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે જેમાં ચાર જિલ્લા છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ. આ ચાર જિલ્લાની અંદર અમથાઈ છેલ્લી 24 કલાકની અંદર વરસાદ વધુ જ પડ્યો છે અને હજુ પણ આવનારી 24 કલાક ત્યાં ભારે રહેલી છે ત્યાં ભારે વરસાદની શક્યતાઓછે અને છેલ્લે 30 તારીખ છેલ્લી હશે તો 30 તારીખે પણ દરિયાકાંઠાની અંદર તીવ્રતા સાથે વરસાદ પડવાનું છે એ પછી જે બીજા વિસ્તાર હશે જો કે અત્યાર સુધી વાદળછાયું વાતાવરણ ઘણા બધા વિસ્તારમાં હતું પણ ખાસ વરસાદ ત્યાં નહોતો નોંધાણો હવે બોટાદ રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર એમાં પણ હવે હવે આજથી લગભગ છૂટા છવાયા વરસાદની ઝાપટા છે એની શરૂઆત થશે

જો કે ત્યાં તીવ્રતા સાથે વરસાદ નહી પડે પણ ઝાપટા ચોક્કસથી જોવા મળશે. એ સાથે જે પશ્ચિમ સૌરાષ્ટ્રનું દ્વારકા, જામનગર અને પોરબંદર આ જે ત્રણ જિલ્લા છે એ ત્રણ જિલ્લાની અંદર પણ આજથીઝાપટાની તીવ્રતામાં વધારો થશે અને ત્યાં વિસ્તારમાં પણ વધારો થશે. જો કે ભાવનગર, અમરેલી, ગીર સોમ, જુનાગઢ કરતા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તીવ્રતા ઓછી હશે છતાં પણ ત્યાં હજુ વરસાદ છે એ જોવા મળી શકે છે. એ પછી કચ્છ જિલ્લામાં તો અમથાય પહેલેથી આપણું એક અનુમાન છે કે ત્યાં છૂટા છવાયા ઝાપટા પડે કોઈ મોટા વરસાદની સંભાવનાઓ નથી પણ ખાસ ઉત્તર ગુજરાત જોકે ઉત્તર ગુજરાતમાં બહુ વધારે શક્યતાઓ નથી છૂટા છવાયા ઝાપટાની શક્યતાઓ છે પણ એક બે સેન્ટરમાં બની શકે કે મધ્યમથી ભારે ઝાપટા પડે તો અડધાથી લઈને 1 ઇંચ સુધીનો વરસાદ ત્યાં વરસી શકે છે એટલેઆવનારા ત્રણ દિવસ જેમાં ખાસ કરીને આજે 27 તારીખ છે 27 28 અને 29 એ ત્રણ દિવસ એવા હશે જેમાં ઉત્તર ઉત્તર ગુજરાતનું ખાસ કરીને સાબરકાંઠા સાબરકાંઠાની અંદર અડધાથી લઈને 1 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે પણ એ છૂટા છવાયો હશે સમગ્ર જિલ્લામાં નહી હોય ખાસ કરીને રાજસ્થાન બોર્ડરના વિસ્તારો હશે એ તરફ એની થોડીક તીવ્રતા ઝાપટાઓની વધુ જોવા મળશે. બાકી વાવથરાદો હોય બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી એ તમામ વિસ્તારોની અંદર છૂટા છવાયા ઝાપટાઓ છે એ આવનારા ત્રણ દિવસ જોવા મળશે અને હવે પછી આજથી લઈને 30 તારીખ સુધી મધ્ય ગુજરાતનો જે ભાલ વિસ્તારઅને ચરોતર વિસ્તાર સાઈડના જે વિસ્તારો છે એમાં પણ વરસાદની તીવ્રતા વધી શકે અડધાથી લઈ અને દોઢ બેઇચ સુધીના વરસાદ પડશે જેમાં તાલુકા પ્રમાણે જોવા જઈએ તો ધોડકા ધંધુકા તારાપુર ત્યાર પછી ધર્મજ હોય જંબુસર છે વાગરા છે આ જે ખંભાત ના અખાત લાગુ આસપાસના જેટલા પણ તાલુકાઓ છે

એ તમામ તાલુકાઓમાં પણ લગભગ હવે અડધાથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે આજથી એ વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે મધ્યપ્રદેશ બોર્ડરે જે છોટા ઉદયપુર દાહોદ ગોધરા મહીસાગર જેવા વિસ્તાર છે એમાં પણ લગભગ અડધાથી લઈને એક ઇંચ સુધીનો વરસાદ હવે આવનારા ત્રણ દિવસમાંજોવા મળશે એટલે હજુ પણ આ સિસ્ટમ છે એ ગુજરાતથી નજીક છે અને આ જે સિસ્ટમ છે મોટાભાગે એવું બનતું હોય છે કે માવઠાની ની અંદર જે આઉટર ક્લાઉડ ગુજરાત ઉપર આવે તો લગભગ 24 કે 36 કલાકની અંદર એ આપણી ઉપરથી પસાર થઈ જતા હોય છે પણ આ સિસ્ટમ છે એ ચોમાસા જેટલી વધુ મજબૂત છે અને મજબૂત સિસ્ટમ છે એ પણ એકદમ ધીમી ગતિએ ચાલી રહી છે અને સ્વાભાવિક રીતે દરિયામાં કોઈપણ સિસ્ટમ પસાર થતી હોય છે જેટલી સિસ્ટમ મજબૂત હોય એટલી એની આગળ વધવાની ગતિ ઓછી હોય છે એ ઝડપથી આગળ ન ચાલી શકે કેમ કે એ ગેલનોને મોઢે પાણી એની સાથે લઈને ચાલતું હોય એટલે લોડમાં ચાલતી હોય છે સિસ્ટમ એટલેએમાં વજન વધારે હોય એટલે એ વાદળો છે એ ઝડપથી પસાર થઈ શકતા નથી એટલે આ સિસ્ટમ મજબૂત છે એટલે ધીમી ગતિએ ચાલે છે અને ધીમી ગતિએ ચાલવાને કારણે જ આપણે 30 તારીખ સુધી હજુ આ વરસાદ સામે જજુમવું પડશે જો કે ઓલરેડી નુકસાન તો જેટલું થવાનું હતું એટલું થઈ જ ચૂક્યું છે. આ નુકસાનીની અંદર આમ આંકડાથી જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતની અંદર બેન આ વર્ષે ગયા વર્ષે 44 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થયું હતું. અને જે વિસ્તારમાં વરસાદ પડ્યા છે એ વિસ્તારમાં વધારે પડતા મગફળીનું વાવેતર છે. ગયા વર્ષે ઓલ ઓવર ગુજરાતમાં જે 44 લાખ મેટ્રિક ટન પ્રોડક્શન થયું હતું. આ વર્ષેવધી અને 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવવાની સંભાવનાઓ છે જેમાં છેલ્લા 24 કલાકની અંદર જે મગફળના પાથરાઓ પડેલા હતાને એમાં જે પલળી છે એટલે 18 થી 19 લાખ મેટ્રિક ટન મગફળી છે એ આ માવઠાના વરસાદને કારણે પલળી ગઈ છે અને મગફળી કપાસ સોયાબીન હોય તુવેર એરંડા શાકભાજી કેળના પાક છે ડાંગર હોય અન્ય જે તમામ પાકો છે તમામ પાકોની નુકસાની જોવા જઈએ

તો આ માવઠાને કારણે ને આશરે અંદાજ છે આપણો એમાં થોડુંક પ્લસ માઇનસ હોઈ શકે પણ 13,000 કરોડ રૂપિયાની નુકસાની ગુજરાતના ખેડૂતોને જશે 13,000 કરોડ એટલે હવે આ જોવાનું રહે છે કે કાયદાઓમાં પણ ઘણીબધી જોગવાઈ છે કે આવી જે ક મોસમી વરસાદની આપત્તિ હોય અને આવી નુકસાનીને કારણે સરકારની જવાબદારી થતી હોય સરકાર આગળ શું કરશે એ જોવાનું રહેશે પણ વરસાદને કારણે નુકસાન થઈ ગયું છે એ ચોક્કસ છે અને હજુ પણ 2 નવેમ્બર સુધી અમને લાગી રહ્યું છે કે આગાહી જેમાં 30 30 ઓક્ટોબર સુધી તીવ્રતા સાથે વરસાદ પડશે 31 પહેલી અને બીજી તારીખમાં હળવો વરસાદ પડશે એટલે આ પ્રકારનો માહોલ છે હજુ ચાલુ રહેવાનો છે. પરેશભાઈ આપણે હમણાં છેલ્લે વાત કરી ત્યારે શિયાળાની વાત કરી હતી કે નવેમ્બર મિટ સુધીમાં શિયાડો જે પ્રોપર કહેવાય શિયાળો બેસી જશે તો એ બેસે એની પહેલા કોઈ બીજીસિસ્ટમની અસરો કે વરસાદનો કોઈ રાઉન્ડ આવવાનો છે કે આને છેલ્લો માવઠું ગણી લઈએ આપણે કે આ વના પછી તો શિયાડો જ છે. બેન આમ તો માવઠું તો શિયાળો ચાલુ થાય ત્યાં સુધી શક્યતા રહેલી જ હોય હવે આપણું જે અનુમાન છે કે 10 નવેમ્બર આસપાસથી શિયાળાની શરૂઆત થાય 10 થી લઈને 15 નવેમ્બર વચ્ચે એટલે 50% જે નવેમ્બર પૂર્ણ થશે ત્યાં સુધીમાં શિયાળાની શરૂઆત થઈ જશે શિયાળાની શરૂઆત થઈ જાય પછી માવઠાની શક્યતાઓ છે એ ઘટી જતી હોય છે. પવનોની દિશા બદલાઈ જતી હોય છે વાતાવરણમાં ફેરફાર થઈ જતો હોય ગરમી ઘટી જાય

જેને કારણે પણ કોઈ દક્ષિણ તરફથી સિસ્ટમો ગુજરાત તરફ ન આવે પણ ગરમી છેત્યાં સુધી માવઠાઓ છે એ તો શક્યતાઓ રહેલી જ હોય માવઠા પડતા જ હોય અત્યારે આ જે માવઠું છે આ તો બહુ તીવ્ર માવઠું કહેવાય ઐતિહાસિક માવઠું છે પણ આના પછી મને એક એવું લાગી રહ્યું છે કે 5 નવેમ્બર આસપાસ પણ છૂટા છવાયા કોઈ વિસ્તારમાં માવઠાના ઝાપટા પડશે એક સેકન્ડ માવઠું હશે અત્યારે આ પ્રથમ માવઠું છે આના પછી પણ એક માવઠો આવી શકે એપ 5 નવેમ્બર આસપાસ એમાં 24 કલાક આગળ પાછળ થઈ શકે કેમ કે આ તો આપણું એક અલગ અલગ પ્રિડિકશનના આધારે એક અનુમાન છે 24 કલાક આગળ પાછળ થઈ શકે છે પણ 5 નવેમ્બર આસપાસ જે માવઠાની શક્યતા મને લાગી રહી છેજો કે એ માવઠું આના જેટલું તીવ્ર નહી હોય એકદમ સામાન્ય હશે કોઈ કોઈ જગ્યાએ છૂટા છવાયા વરસાદ પડે અને વાદળછાયું વાતાવરણ થાય એ પ્રકારનું માવઠું પાંચ નવેમ્બર આસપાસ આવે પણ જે મોટું માવઠું કહેવાય એ આપણે આ છેલ્લું માવઠું ગણી શકાય. ઓકે થેન્ક્યુ સો મચ પરેશભાઈ તમે અમારી સાથે જોડાયા બદલ આટલી માહિતી આપી એ બદલ ગુજરાતના ખેડૂતોને અત્યારે ભયાનક નુકસાન થયું છે અત્યારે જે માવઠું છે માવઠાને કારણે આજે 26 જેટલા જિલ્લાઓમાં એલર્ટ પણ આપી દીધું છે હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ આપેલા છે ત્યાં સ્થિતિ ધીરે ધીરે ખરાબ થઈ રહી છે કારણ કેઅમરેલીથી લઈને ભાવનગરવાળો પટ્ટો દરિયાકાંઠાનો છે ત્યાં ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે જે પણ માહિતી હશે અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા રહીશું નમસ્કાર નમસ્કાર નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *