નમસ્કાર આપની સાથે હું છું સેજલ અને તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર પરેશભાઈ ગૌસ્વામીને હવામાન નિષ્ણાંત જે હવામાનને લઈને આગાહીઓ કરે છે
એમની પાસેથી જાણવું છે કે ચોમાસાની વિદાય શું કહી રહી છે અને રાજ્યમાં વરસાદ હવે કયા જિલ્લાઓમાં કેવું પડવાનો છે પરેશભાઈ સ્વાગત છે આપનું જમાવટમાં જી નમસ્કાર પરેશભાઈ એક તરફ નવરાત્રી આવી રહી છે અને ખેલૈયાઓને ચિંતા છે કે વરસાદ પડશે તો અમે રમીશું કઈ રીતે 18 તારીખથી 23 તારીખ સુધી વરસાદનું જોર વધારે રહેવાનું છે આવી આગાહીઓ અલગ અલગ કરવામાં આવે છે ચોમાસાની વિદાયની રાજસ્થાનથી શરૂઆત થઈ ગઈ છેગુજરાતમાં શું કહી રહી છે ચોમાસાની વિદાય અને વરસાદની આગાહી ચોક્કસથી બેન સંપૂર્ણ માહિતી આપવાની છે આમ તો ગુજરાતમાંથી પણ અમુક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે પણ અત્યારે જે આપણે વરસાદ પડી રહ્યા છે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની છે આ થંડરસ્ટોર્મ એક્ટિવિટી છે એ આવનારા ચાર પાંચ દિવસ સુધી થોડી તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે
આપે જેમ જણાવ્યું એમ કે ખેલૈયાઓમાં પણ ચિંતા હશે કે અમે કેમ રમશું તો ખેડૂતોમાં એવી ચિંતા છે કે અમે કેમ જીવશું કેમ કે ખેલૈયાની તો માત્ર ચિંતા એટલી જ હશે કે કેમ રમશું પણ ખેડૂતની ચિંતાખૂબ મોટી છે કે કેમ જીવશું ચાર મહિનાનો જે આ પાક છે બેન અને ચાર મહિનાની તપસ્યા પછી જે મગફળી હોય કપાસ સોયાબીન હોય કે અન્ય કોઈ પણ પાક હોય આ પાક તૈયાર થયો છે અને ત્યારે હવે ચોમાસું હવે રિટર્ન થઈ રહ્યું છે અને રિટર્ન થતું ચોમાસું છે એ પણ ક્યાંયને ક્યાંય વરસાદ આપવાનું છે
એટલે દુઃખ એ વાતનું છે કે ઘણા બધા ખેડૂતો છે એનો જે તૈયાર થયેલો પાક છે એ પલડશે અને આમાં ઘણું બધું નુકસાન પણ જશે જો કે 100 એ 100 ટકા ખેડૂતને ઇફેક્ટ કરતા નથી કેમ કે ચાલુ વર્ષે ઘણા બધા વિસ્તાર એવા છે કે ત્યાં લેટ વાવેતર થયું હતું તેને હજી હાર્વેસ્ટિંગમાં સમય લાગશે એટલે એ લોકોનેવાંધો નથી પણ ઘણા બધા મિત્રોને આ અસર કરવાનું છે ત્યારે હું આપને સૌપ્રથમ જે ચોમાસાની વાત કરું તો જેવી રીતે ચોમાસાએ બે દિવસથી રાજસ્થાનમાંથી વિદાય લેવાનું ચાલુ કર્યું હતું આજે કચ્છ કછના ઘણા બધા વિસ્તારો અને બનાસકાંઠાને જેવા થરાજ જેવો જે નવો જિલ્લો છે એ જિલ્લાઓ અને પાટણના કોઈ કોઈ સેન્ટરોમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે
એટલે ગુજરાતમાંથી પણ અત્યારે ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત થઈ ગઈ છે એટલે આ એક મોન્સૂન વિથડ્રોલ પ્રોસેસ હોય આ પ્રોસેસ આમ તો જનરલીઆઠ 10 દિવસ ચાલતી હોય જરૂરી નથી કે જ્યારે પણ ચોમાસાની વિદાય થાય તો એક બે દિવસમાં થઈ જાય કે દરવખતઆઠદસ દિવસ સમય લઈએ હવામાનને અનુરૂપ ઘણી વખત બેથી પાંચ દિવસમાં ચોમાસું વિદાય થતું હોય ક્યારેકઆઠ થી 10 દિવસ સમય લેતો હોય છે પણ જે આ ચોમાસાની વિદાય અત્યારે થઈ રહી છે તેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના ક્ષીમિત વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ બીજા વિસ્તારોમાં હજી ચોમાસું સક્રિય છે અને આ ચોમાસાની વિદાય છે એ પણ અત્યારે ધીમી ગતિએ ચાલી રહી છે પણ એની સાથે અત્યારે ગુજરાત ઉપર અસ્થિરતા સર્જાયેલી છે આ અસ્થિરતા છે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ આપશે એનું મેન કારણ છે
કે અત્યારે ચોમાસાના જે રિટર્નથતા પવનો છે એ સાથે સપ્ટેમ્બર મહિનાનું અત્યારે આપણે મધ્યથી પણ આગળ નીકળી ગયા છે એટલે સ્વાભાવિક રીતે સપ્ટેમ્બર મહિનામાં તાપમાન છે એ ઊંચું જતું હોય હવે અત્યારે તાપમાન છે એ એવરેજ ઓલ ઓવર ગુજરાતમાં જોઈએ તો 34 થી લઈ અને 38 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી રહ્યું છે જ્યારે ઊંચું તાપમાન હોય અને એ સાથે જે ઉપર હવામાં ભેજ રહેલો છે એ ભેજ અને ઊંચું તાપમાન હોય ત્યાં લોકલ નાની એવી સિસ્ટમ જનરલી બનતી હોય છે અને દર વર્ષે આમ તો રેગ્યુલર રેગ્યુલર પ્રક્રિયા છે સામાનિક સામાન્ય વૈજ્ઞાનિક કારણ છે આની અંદર કે જ્યારે પણ તાપમાન ઊંચું હોય ત્યારે હવાઓ છે એએન્ટીક્લોક રાઉન્ડમાં ફરવાનું ચાલુ થાય છે અને એન્ટીક્લોક રાઉન્ડમાં જ્યારે હવાઓ ફરે છે અને એ વિસ્તારમાં ભેજનું પ્રમાણ હોય તો લોકલ નાની એવી સિસ્ટમ છે એ વિસ્તારમાં બની જતી હોય
અને એ સિસ્ટમ છે એપદ કિલોમીટરના વિસ્તારની અંદર વરસાદ આપવા માટે સક્ષમ હોય અને એમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી જનરલી થતી હોય થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય એટલે તોફાની વરસાદ પડે ભલે એ વરસાદ જ્યાં પડશે ત્યાં બોપર પછીના સેશનમાં એટલે કે ત્રણ થી લઈને 6 વાગ્યા સુધીના સેશનમાં ગમે ત્યારે કલાક બે કલાક માટે વરસાદ પડે અને જ્યાં પડે ત્યાં ગાજવીજનું પ્રમાણ વધારે રહે અનેગાજવીજ અને સાથે પવનનું પ્રમાણ પણ વધારે જોવા મળતું હોય છે આમાં થોડુંક તોફાન વધારે જોવા મળતું હોય છે કેમ કે સ્વાભાવિક રીતે અત્યારે ઊંચા તાપમાનને કારણે લોકલ બનેલી સિસ્ટમ હોયને આ સિસ્ટમ છે એ લો લેવલની હોય છે એટલે કે લગભગ 900એપીએ લેવલે આ સિસ્ટમ છે એ સક્રિય થતી હોય છે. જો કોઈ સિસ્ટમ છે
એ 700એપીએ લેવલે અથવા તો 850 hpએ લેવલે બને કે તો પછી બહુ તોફાન ન થતું હોય પણ જ્યારે 900એપીએ લેવલે કોઈપણ સિસ્ટમ તૈયાર થતી હોય તો આપણે થોડુંક તોફાન જોવા મળતું હોય અને સ્વાભાવિક રીતે જે ચોમાસાની શરૂઆત એટલે કે પહેલા વરસાદ અને છેલ્લાવરસાદ આની અંદર 900એચપીએ લેવલે સિસ્ટમ ઘણી વખત સક્રિય થતી હોય ને એને કારણે આપણે તોફાની વરસાદ પડતા હોય એટલે આ વરસાદ છે એ સાર્વત્રિક નહી હોય જ્યાં જ્યાં પડશે ત્યાં બે પાંચ કિલોમીટર કે 10 kmના એરિયામાં પડશે બીજાબે પાંચ કિલોમીટરમાં ન હોય એનાથી આગળ પાછળ 5 10 kmમાં હોય એ પ્રકારે છૂટા છવાયા વરસાદ પડવાના છે જો કે મુખ્ય વાત એ અહી એ પણ છે કે આની સૌથી વધુ તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે
અને બીજા નંબરે હશે સૌરાષ્ટ્ર વિસ્તાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને બાદ કરતાં બીજો એક વિસ્તાર હશે ઉત્તર ગુજરાતનો જો કેઉત્તર ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે છતા પણ ત્યાં હજુ પણ 23 તારીખ સુધી 22 23 તારીખ સુધી છૂટા છવાયા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદ આવી શકે છે જો કે આ જે મોન્સૂન વિથડ્રોલ પ્રોસેસ ચાલે છે એ જે સપ્ટેમ્બરનું જે આપણે છેલ્લા આઠવાડિયું પૂર્ણ થાય એ પહેલા તો ઓલ ઓવર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ જશે એટલે ચોમાસાની વિદાય ગુજરાતમાંથી થાય મહારાષ્ટ્રમાંથી ધીમે ધીમે થશે પછી જે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન આ તમામ જે ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ ત્યાર પછી જે દક્ષિણ તરફ ચોમાસુ આગળ નીકળી જાય છે
એટલે કે જેકર્ણાટક છે, આંધ્રપ્રદેશ છે, કેરળ છે, તમિલનાડુ છે આ રાજ્યો ઉપર જ્યારે ચોમાસુ જે આગળ વધે છે એને પછી ઈસાનનું ચોમાસુ કહેવામાં આવે છે. અત્યારે જે આ વિદાય લઈ રહ્યું છે એ નૈરત્યનું ચોમાસું છે. નૈરત્યનું ચોમાસું છે એ જનરલી ગુજરાતમાં તો 15 જૂનેની શરૂઆત થતી હોય છે અને 15 થી લઈને 25 સપ્ટેમ્બર વચ્ચે એની વિદાય થતી હોય છે. એટલે હવે આ નૈરત્યનું ચોમાસુ મધ્ય ભારતથી દક્ષિણ તરફ આગળ વધશે. પછી નેરત્યનું ચોમાસું નથી રહેવાનું પછી ઈસાનનું ચોમાસુ કહેવાશે અને સ્વાભાવિક રીતે ઈસાનનું ચોમાસુ છે એ દક્ષિણ ભારતમાં ચાલુ હોય ત્યાં એ વરસાદ પડતા હોય એટલેએમાંથી જે અમુક લેયરો છે એ ગુજરાત સુધી લંબાય એટલે ગુજરાતમાં ચોમાસુ વિદાય લઈએ એ પછી પણ ઘણી વખત છૂટા છવાયા વરસાદ પડતા હોય અને એને આપણે આંકડાની દ્રષ્ટિએ એવું ગણવામાં આવે છે કે ચોમાસુ પૂર્ણ થઈ ગયું પછી
તુરંત જ માવઠાના ઝાપટાઓ પડ્યા આવું દર વર્ષે આમ તો મોટા મોટા ભાગે 10 વર્ષમાંથી પાંચ સાત વર્ષ આવું બનતું હોય છે એવી જ રીતે આ વર્ષે પણ સંભાવનાઓ છે આ ચોમાસું અત્યારે ભલે વિદાય લઈ રહ્યું છે આ આજે 17 તારીખથી લઈને હજુ 22 23 તારીખ સુધી છૂટા છવાએ ઘણી જગ્યાએ વરસાદ પડશે જ્યાં પડશે ત્યાં તોફાની પણ પડી જશે નહીં પડે ત્યાંબિલકુલ નહીં હોય અને એ પછી પણ 23 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર વચ્ચે પણ રાજ્યની અંદર વરસાદ છૂટાછવાયા ચાલુ રહેશે જો કે 28 29 અને 30 તારીખ આ ત્રણ દિવસ હશે એમાં અનેક અનેક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે અને સામાન્ય કરતાં વધારે વરસાદ પણ પડી જશે પણ જો કે એ પણ છૂટા છવાયા વરસાદ હશે અને એ 30 સપ્ટેમ્બર પછી ઓક્ટોબરનું જે
પહેલું અઠવાડિયું હશે એમાં પણ બેન વરસાદની શક્યતાઓ છે એટલે આ વરસાદી જે પ્રક્રિયાઓ છે એ લાંબી ચાલશે જ્યાં સુધી તાપમાન છે એ ડાઉન ન થાય ત્યાં સુધી જે દક્ષિણની અંદર દક્ષિણ ભારતમાં જે હિસાનનું ચોમાસુ હવે ચાલુ થશે અને એના જેભેજ છે એ આપણું તાપમાન છે ત્યાંથી કેશાકર્ષણના નિયમ પ્રમાણે એ આપણા ગુજરાત ઉપર આવતું રહેશે એ ભેજ અને એ આપણે વરસાદના રૂપમાં અસર કરતું રહેશે એટલે આ વરસાદની જે પ્રક્રિયા છે એ થોડીક હજુ પણ લાંબી ચાલે તેવું એક મારું વ્યક્તિગત અનુમાન છે. હ આજે વરસાદની લાંબી ચાલવાની પ્રક્રિયા છે ખેડૂતો સાથે તમે જોડાયેલા છો અંતિમ સવાલ આપને પૂછી લઉ ખેડૂતોને શું વિશેષ ધ્યાન રાખવાનું રહેશે? આમ તો જેને હાર્વેસ્ટિંગ ટાઈમ થઈ ગયો છે બેન એ ખેડૂતોએ હાર્વેસ્ટિંગ કરવું જ પડશે. બીજો કોઈ વિકલ્પ નથી છતાં પણ આ છૂટા છવાયા વરસાદ પડવાના છે તે તેને ધ્યાનમાંરાખવાનું છે
બીજું આપના માધ્યમથી ખેડૂતોને મારે એક સંદેશ એ આપવો છે આમ તો ગઈ કાલથી ઘણી બધી જગ્યાઓએ ક્યાંય અફવાહ ફેલાઈ રહી છે ખેડૂતોમાં ક્યાંય ગભરાહટનો માહોલ છે ગભરાહટ એ છે કે અત્યારે ટેકાના ભાવે જે ખેડૂતો મગફળનું વેચાણ કરતા હોય છે એનું રજીસ્ટ્રેશન કરાવવાનું હતું ઘણા ખેડૂતો એ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે એ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ પછી ગઈ કાલે ઘણા બધા ખેડૂતોને એટલે લગભગ મારા ધ્યાનથી ગુજરાતની અંદર જે આપણે 58 લાખ ખેડૂત ખાતેદાર છે એમાંથી 80,000 ખેડૂતોને એવા મેસેજ આવ્યા છે
કે તમારે જે રજીસ્ટ્રેશન થયું છે એ અમે સેટેલાઈટથી ચેકકર્યું છે તમે મગફળ માટે મગફળના વેચાણ માટે તમે અમને અરજી આપી છે પણ વાસ્તવમાં અમે સેટેલાઈટથી ચેક કર્યું એમાં તમારું મગફળીનું વાવેતર બતાવતું નથી એટલે તમારે ગ્રામસેવકનો સંપર્ક કરવો હવે આવો જે મેસેજ આવ્યો છે જેને કારણે ઘણા બધા લોકોની અંદર એક એવી શંકા ઉત્પન્ન થઈ છે કે અમારું રજિસ્ટ્રેશન કેન્સલ થયું વાસ્તવમાં એ રજિસ્ટ્રેશન કેન્સલ થયું નથી
સરકારે દરેક ખેડૂતને જાણ કરી છે કે સેટેલાઈટથી ચેક કર્યું એમાં બતાવતું નથી એટલે તમારે ગ્રામસેવકને અરજી કરવાની છે કે સેટેલાઈટ ભલે નથી બતાવતું પણ અમારા ખેતરની અંદર મગફળીનો પાક છે અત્યારે પાક ઊભો છે એટલેસ્થળ તપાસમાં પણ એ લોકો ચેક કરી અને તમારું જે રજીસ્ટ્રેશન છે એને કન્ટીન્યુ કરશે એટલે ખેડૂતોએ ગભરાવાનું નથી આવા મેસેજથી કોઈના પણ મોબાઈલમાં આવો મેસેજ આવે તો એને પોતાના વિસ્તારના ગ્રામસેવક જે હોય છે
સરકારી અધિકારી એનો સંપર્ક કરવાનો છે અને એને આપણે એક અરજી લખીને આપી દેવાની છે કે મને આવો મેસેજ મળ્યો છે પણ વાસ્તવમાં મારી પાસે મગફળીનું વાવેતર છે એટલે અત્યારે જે ગુજરાતના ખેડૂતોની અંદર આ એક મોટો ભય છે એના માટે થને આ એક મારો આપના માધ્યમથી એક મેસેજ છે કે આમાં કોઈ ગભરાતા નહી અને ગ્રામસેવકનો સંપર્ક કરજો આભાર પરેશભાઈ જમાવટ સાથે જોડાવવા માટે તો હજુ પણ ઓક્ટોબરનું પહેલું સપ્તાહ જેમ પરેશભાઈએ કહ્યું કે વરસાદી માહોલ રાજ્યની અંદર રહેવાનો છે ચોમાસાની વિદાયની શરૂઆત ચોક્કસથી થઈ ગઈ છે. તમારા ગામ જિલ્લા વિસ્તારમાં કેવો માહોલ છે વરસાદ પડી રહ્યો છે કે નહી એ બધી જ માહિતી કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો. અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ નમસ્કાર.