નમસ્કાર આપની સાથે હું છું પાયલ સ્ક્રીન પર તમને વેધર એક્સપર્ટ પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે વાત ગુજરાતના હવામાનની કરવી છે વરસાદ તો એક નવો રાઉન્ડ જે ભયંકર વરસાદ ગુજરાતના અનેક જિલ્લાઓમાં લઈને આવશે એવી આગાહી કરવામાં આવી હતી ત્રીજી તારીખથી સામાન્ય રીતના મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થવાની હતી કયા કયા જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે એની વાત કરવી છે પરેશભાઈ થેન્ક્યુ સો મચ પહેલા તો તમે સમય આપ્યો એ બદલ અને સૌથી પહેલો સવાલ એ છે પરેશભાઈ કે નવો રાઉન્ડ આવવાનો હતો એ મજબૂત રાઉન્ડ સાર્વત્રિક વરસાદ સાથે આવવાનો હતો ત્રીજી તારીખ આજે
છે અને ઘણા બધા જિલ્લાઓમાં હવામાન વિભાગે રેડ અલર્ટ ઓરેન્જ અલર્ટ આપેલા છે કયા જિલ્લાઓએ સાવચેત રહેવાનું છે? >> બેન ચોક્કસથી આવવાનો હતો એટલે આવવાનો જ છે એટલે અત્યારે જોવા જઈએ તો બંગાળની ખાડીમાં જે રીતે બેક ટુ બેક જે સિસ્ટમ બની રહી છે એક સિસ્ટમ છે એ છેલ્લા બે દિવસથી તૈયાર થઈ રહી હતી આજે વહેલી સવારથી એ સિસ્ટમની મુવમેન્ટ ચાલુ થઈ ગઈ છે સિસ્ટમ પણ ખૂબ મજબૂત છે 700એપી લેવલે અત્યારે એક વેલમાર્ક લો પ્રેશર છે અત્યારે એ ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમ વચ્ચેના જે ભાગ છે એ ઉપર સક્રિય છે. અત્યારે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફે એ સિસ્ટમ ગતિ
કરી રહી છે. લાગી રહ્યું છે કે લગભગ આવતીકાલે એટલે કે ચાર તારીખ સુધીમાં સાંજ સુધીમાં એ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ સુધી પહોંચી જશે અને જ્યારે પણ સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવશે એટલે એના આઉટર ક્લાઉડ હોય છે એ ગુજરાત ઉપર આવી જશે એટલે ખાસ આવતીકાલથી આમ તો રાજ્યની અંદર વરસાદની શરૂઆત થઈ જશે આવતીકાલથી મધ્યપ્રદેશ બોર્ડર આવેલા જે દાહોદ ગોધરા અને છોટા ઉદેપુર જેવા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ શકે છે એ સાથે મહારાષ્ટ્ર તરફના જે વિસ્તારો છે જેમાં ડાંગ હોય વાપી વલસાડ નવસારી આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદની શરૂઆત થશે એટલે મધ્યપ્રદેશ બોર્ડર અને દક્ષિણ
ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આવતીકાલથી વરસાદની શરૂઆત થઈ જશે ધીમે ધીમે આ સિસ્ટમ છે એ જેમ આગળ વધતી જશે એમ મજબૂત થશે કેમ કે અત્યારે એ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે આવનારા સમયમાં હજુ પણ એ વધુ મજબૂત થઈને લગભગ 6 તારીખ સુધીમાં એ ડિપ્રેશન બને તેવી શક્યતાઓ છે અને આ ડિપ્રેશન છે
એ ગુજરાતની ઉપરથી પસાર થવાનું છે અત્યારે જે એનો મુખ્યત્વે જે ટ્રેક જોવા મળી રહ્યો છે એ ટ્રેક અત્યારે જે વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરની વચ્ચેના ભાગમાંથી પસાર થઈ રહી છે એ સિસ્ટમ છે મધ્યપ્રદેશ સુધી આવશે મધ્યપ્રદેશ સુધી આવશે ત્યારે એના મોટા ભાગના જે આઉટરક્લાઉડ હશે એ મહારાષ્ટ્ર ઉપર હશે કેમ કે એના જે દક્ષિણ છેડો છે એ મહારાષ્ટ્ર સુધી લંબાયેલો રહેશે અને એનો જે સેન્ટ્રલ પાર્ટ હોય છે એ દક્ષિણ મધ્યપ્રદેશ ઉપરથી પસાર થશે અને ગુજરાત ઉપરથી જ્યારે સિસ્ટમ પસાર થશે ત્યારે લગભગ અત્યારે અમારું અનુમાન છે કે દાહોદ છોટા ઉદયપુર અથવા તો રાજપીપડા આ વચ્ચે કોઈપણ ભાગમાંથી પ્રવેશ કરી શકે છે અને ત્યાંથી પ્રવેશ કરશે એટલે વડોદરા સુધીના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અંકલેશ્વર સુધીના વિસ્તારો સુધીનો સેન્ટ્રલ પાર્ટ રહેશે અને ત્યાંથી પસાર થશે ધીમે ધીમે આગળ વધતા એ જે મધ્ય ગુજરાત
અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો ઉપર થઈ કચ્છ ઉપર થઈ અને અરબ સાગરમાં એ આગળ વધે તેવી સંભાવનાઓ છે એટલે આ સિસ્ટમ છે એ ગુજરાતના એકદમ મધ્યમાંથી પસાર થશે >> મધ્યમાંથી પસાર થશે એટલે સ્વાભાવિક રીતે જે ચોમાસુ ધરી હોય એ પણ થોડીક વધારે નીચી આવશે આમ તો છેલ્લા ઘણા દિવસથી ચોમાસુ ધરી ઉત્તર તરફ ખસેલી હતી એ આજે જ દક્ષિણ તરફ ફરીથી સળકી આવી છે અત્યારે ચોમાસુ ધરી છે એ દક્ષિણ રાજસ્થાન ઉપર થઈને મધ્યપ્રદેશ ઉપર થઈને બંગાળની ખાડી તરફ જઈ રહી છે. આવનારા સમયમાં લગભગ એ 24 કે 36 કલાકમાં મધ્ય ગુજરાત સુધી પણ એ ચોમાસુ ધરી છે એ
નીચે આવે તેવી શક્યતાઓ છે એટલે ફરીથી જે આ મોટો રાઉન્ડ આવી રહ્યો છે આમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ છે હવે વિસ્તારવા વાત કરવા જઈએ બેન તો આમ તો જે દાહોદ ગોધરા છોટા ઉદેપુર જેવા વિસ્તારો છે એમાં અમુક તાલુકાઓની અંદર અતિશય ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે એ સાથે દક્ષિણ ગુજરાતના જે સુરત વલસાડ નવસારી વાપી અને ડાંગ જેવા વિસ્તાર એમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડરે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાંપાંચ અનેછ તારીખ આ બે દિવસ અતિભારે રહીએ તેવી શક્યતાઓ છે એ પછી પણ ત્યાં
વરસાદ તોઆઠ તારીખ સુધી કન્ટીન્યુ રહેવાના છે પણછ અનેસાત તારીખ છે એમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને આ જે સિસ્ટમ છે એ લગભગ 6 તારીખે રાત સુધીમાં ડિપ્રેશન પણ બનવાની છે જેને કારણે પછી સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગર અમરેલી ગીરસોમનાથ જૂનાગઢ અને રાજકોટના અમુક ભાગો છે એમાં પણ અતિભારે વરસાદ એટલે કે અતિવૃષ્ટિ જેવા વરસાદો પડી જાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને જૂની યાદ કરવા જઈએ તો 19 અને 20 તારીખ જેવી રીતે 2025 ના ઓગસ્ટ મહિનામાં 19 ને 20 તારીખે જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિના
વરસાદો પડ્યા હતા કે જ્યાં 12 થી લઈને 15 ઇંચ વરસાદ પડ્યા હતા એ જ પ્રકારના વરસાદ છે એ આ રાઉન્ડની અંદર પણ જોવા મળી તેવી શક્યતાઓ છે એટલે સૌરાષ્ટર તમે આપને જિલ્લા જણાવ્યા એ તમામ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. આ રાઉન્ડની અંદર જે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે એમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે. જેમ કે દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારો છે. આમ તો પોરબંદર અને દ્વારકા જામનગરની અંદર તો ખૂબ સારા વરસાદો અત્યાર સુધી નોંધાયા છે પણ ખાસ કરીને જામનગર જિલ્લો છે ને એમાં પણ જામનગરથી રાજકોટની વચ્ચેના જે 100 kmની એરિયો છે એમાં વરસાદનું પરફોર્મન્સ થોડુંક
દર વર્ષની સરખામણી ઓછું હતું પણ આ રાઉન્ડની અંદર એને પણ સારા વરસાદની શક્યતાઓ છે. મોરબી સુરેન્દ્રનગરમાં પણ એકંદર ખૂબ સારો વરસાદ પડશે. મોરબી સુરેન્દ્રનગરમાં એક બે સેન્ટરની અંદર અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે. એવી જ રીતે કચ્છ જિલ્લો છે એમાં પણ સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે પણ કચ્છ જિલ્લાના જે દરિયાઈ કાંઠાના ભાગો છે તેમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે ગાંધીધામ હશે કંડલા હોય માંડવી મુંદરા હોય નલિયા આ તમામ વિસ્તારો છે એમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે એ સાથે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વિરમગામ જે આપણે આણંદ નળિયાદ વડોદરા આ તમામ
વિસ્તારો છે એમાં છૂટા છવાયા અને હળવાથી મધ્યમ વરસાદ એટલે આમ અતિશય ભારે નહીં પણ મધ્યમ વરસાદ એક ખાસ કરીને અને વડોદરા જિલ્લો એવો છે વડોદરાની અંદર સૌરાષ્ટ્રની સાથોસાથ ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે એટલે અમદાવાદ કરતા વડોદરાની અંદર વરસાદની તીવ્રતા છે એ વધુ જોવા મળે તેવું એક અનુમાન છે એ સાથે ઉત્તર ગુજરાતના જે ભાગો હશે જેમાં અરવલ્લી જે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા આ તમામ વિસ્તારોમાં પણ વરસાદ સારા એવા જોવા મળશે પણ એકંદરે એ વિસ્તારોની અંદર લગભગ હું માનું છું ત્યાં સુધી કેત્રણ થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો ઉત્તર ગુજરાતની અંદર
જોવા મળે તેવું અનુમાન છે આમ તો સાર્વત્રિક વરસાદ છે એટલે લગભગ 80 થી 90% વિસ્તારને આ કવર કરી લેશે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એવો ભાગ હશે કે જ્યાં અતિશય ભારી વરસાદ પડે એટલે કે અતિવૃષ્ટિ જેવા વરસાદ પડે 12 થી 15 ઇચ અને એક બે સેન્ટરમાં લગભગ 18 20 ઇચ સુધી પણ જઈ શકે છે એટલે કહી શકાય કે ડિપ્રેશન છે 2025 ના ચોમાસામાં પ્રથમ વખત ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે આમ તો અત્યાર સુધી જે સિસ્ટમો પસાર થઈ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર આ કેટેગરીની સિસ્ટમો પસાર થઈ હતી. ડિપ્રેશન છે એ 2025 માં એક પણ વખત આવ્યું
નથી પણ પ્રથમ વખત આ ડિપ્રેશન પસાર થવાનું છે એટલે સ્વાભાવિક રીતે અતિશય ભારે વરસાદની સંભાવનાઓ હોય એટલે મોટાભાગના વિસ્તારો છે એમાં રેડ એલર્ટ જેવી પરિસ્થિતિ આપણે માની શકીએ છીએ પણ ખાસ અહીયા આપણે કોઈ ડરવાનું નથી સાવચેતી ચોક્કસથી રાખવાની જરૂર છે એટલે આ પ્રકારના વરસાદો છે એ રહેવાના છે હા એટલે જે આ ચાર તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થવાનો છે જેમાં મેં આપને જણાવ્યું એમ કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાંથી જે વરસાદની શરૂઆત થશે પછી જેમ જેમ સમય આગળ વધતો જશે તેમ વરસાદના વિસ્તારોમાં પણ વધારો થશે અને વરસાદની
તીવ્રતામાં પણ વધારો થશે ખાસ કરીને અતિભારે જે વરસાદોની આપણે શક્યતા માની રહ્યા છીએ તે છ તારીખેથી લઈ અને છ સાત અને આઠ આ ત્રણ દિવસ એવા હશે તેમાં અતિ ભારે વરસાદ પડવાના છે બાકી આમ જોવા જઈએ તો ચાર થી લઈ અને આઠ તારીખનું જે સેશન છે અને આ સેશન એટલે કે આ જે સિસ્ટમ આપણી ઉપરથી આઠ તારીખે પસાર થઈએ પછી પણ આપણી ઉપર આઉટર કલાઉડ તો રહેલા હશે એટલે આમ તો 10 11 તારીખ સુધી વરસાદ છે એ ચાલુ રહેવાનું છે એટલે આ એક વરસાદનો મોટો રાઉન્ડ છે સાર્વત્રિક રાઉન્ડ છે ગુજરાતના 70 80% વિસ્તારને આ લાભ આપશે અને આ વરસાદ છે એની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિશય ભારે વરસાદ પડે તેવું પણ એક અનુમાન છે. હ પરેશભાઈ એક સવાલ એ પણ છે કે સિસ્ટમ મજબૂત છે તમે કીધું એ પ્રમાણે ડીપ ડિપ્રેશન છે અને ડિપ્રેશન છે અને ડિપ્રેશન જ્યારે પસાર થશે એના પછીની ઇફેક્ટ કેટલા સમય સુધી રહેવાની છે એટલે એકવાર સિસ્ટમ ત્યાંથી પસાર થઈ ગઈ પણ એના પછી પણ કયા કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદ પડતો રહેવાનો છે અને આ સિસ્ટમનો સમયગાળો કેટલો છે >> આમ તો બેન આ સિસ્ટમ છે એ લગભગઆઠ અથવા તોનવ તારીખે ગુજરાત ઉપરથી પસાર થઈ જશે સિસ્ટમ પસાર થઈ જશે પછી એની ઇફેક્ટ છે એ લગભગ 11 12 તારીખ સુધી સુધી રહેવાની છે જો કે એ
સિસ્ટમની જે અસર રહેશે એમાં વધારે પડતા તો કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પાછળની અસર વધારે રહેશે વધારે એટલે કે જેમાં બે ત્રણ ઇંચ સુધીના વરસાદો 8 તારીખ પછી પણ જોવા મળે તેવી આપણે અસર રહેવાની છે બીજા વિસ્તારો હોય તો બીજા વિસ્તારોની અંદર હળવાથી સામાન્ય ઝાપટાને અમુક જગ્યાએ મધ્યમ વરસાદ પડે આ પ્રકારની ઇફેક્ટ છે આપણે 11 12 તારીખ સુધી જોવા મળે તેવો એક અનુમાન છે એટલે કોઈ પણ સિસ્ટમ છે એ 700એપીએ લેવલથી પસાર થાય છે તો 850એપીએ લેવલ ને એક મોટા પ્રમાણમાં ભેજ હોય છે અમુક જે એની લેયરો છે પાછળ છૂટી ગયેલ હોય
એના કારણે પણ આપણે વરસાદ છે એ ચાલુ રહેતા હોય છે એ જ પ્રકારની પ્રક્રિયા આ રાઉન્ડમાં પણ જોવા મળશે જો કાઈ મહત્વનું એ પણ છે બેન અત્યારે આમ જોવા જઈએ તો જે ખેડૂતોને જે ખેતી પાક છે એમાં પણ જે ખરીફ પાકનું હાર્વેસ્ટિંગ ટાઈમ છે એ ખૂબ નજીક આવી ગયો છે એટલે કે અમુક ખેડૂતોને મગફળ છે સોયાબીન છે કપાસમાં પણ ખૂબ સારું એવું અત્યારે ફ્લાવરિંગ લાગેલું છે આ વધારે વરસાદને કારણે આ દરેક પાકોની અંદર નુકસાની પણ થાય તેવી શક્ય શક્યતાઓ છે ખાસ કરીને આ છેલ્લો રાઉન્ડ નથી મહત્વનું તો એ છે કેમ કે આ રાઉન્ડ પૂર્ણ થાય પછી પણ બહુ મોટો
ગેપ મળે તેવી શક્યતાઓ નથી 15 17 સપ્ટેમ્બર આસપાસ ફરીથી પાછો નેક્સ્ટ રાઉન્ડ ચાલુ થશે જો કે એ રાઉન્ડ તો કેટલો મજબૂત હશે આવનારા સમયમાં સિસ્ટમ બન્યા પછી ખબર પડશે આ રાઉન્ડ તો ખૂબ મજબૂત રહેવાનું છે જો કે આ રાઉન્ડ કરતા એ થોડોક રાઉન્ડ હળવો હશે છતાં પણ 15 17 તારીખ આસપાસ એક નેક્સ્ટ રાઉન્ડ પણ ચાલુ થાય તેવી સંભાવનાઓ છે એટલે સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન એક પછી એક રાઉન્ડો આવશે અને ત્યાર પછી આપણે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની શરૂઆત થશે બેન >> હ એટલે આપણે એવું માનવાનું કે નવરાત્રીમાં પણ વરસાદ પડશે. અત્યારે જે પ્રકારે હવામાનની જે પેટર્ન
ચાલી રહી છે જોતા ચોક્કસથી એવું કહી શકાય કે નવરાત્રીમાં પણ વરસાદ હશે પણ નવરાત્રીના જે વરસાદ હશે એ વરસાદ હશે એ સાર્વત્રિક નહી હોય એની અંદર થંડરસ્ટોર્મની વધારે સંભાવનાઓ હશે એટલે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ વિસ્તારોની અંદર નવરાત્રી ઉપર વરસાદની થોડી તીવ્રતા જોવા મળે તેવી વધારે શક્યતાઓ છે. બીજા વિસ્તારમાં છૂટા છવાયા હશે પણ નવરાત્રી દરમિયાન જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે જેમાં ખાસ કરીને બોપર સુધીનું જ્યાં ટેમ્પરેચર ખૂબ હાઈ થયું હોય ત્યાં લોકલ કોઈ સિસ્ટમ બંધાને એ લોકલ સિસ્ટમને કારણે
કલાક બે કલાક કે ત્રણ કલાક માટે તોફાની વરસાદ આવે એટલે થંડરસ્ટોર્મ હોય એટલે એ વરસાદમાં તો પછી ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ થોડુંક વધુ જોવા મળે એટલે એ પ્રકારના વરસાદ છે થવાના છે ઘણી વખત એ જે છેલ્લા વરસાદ હોય થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદ હોય એમાં એવું પણ બનતું હોય કે જે લોકલ સિસ્ટમ એને કારણે જે વરસાદ પડે એ જે વિસ્તારમાં પડે ત્યાં 5 10 કિમીટરના વિસ્તારમાં પડે વળી પાછું 5 10 કિમીટરના વિસ્તારમાં ન પણ હોય એટલે અલગ અલગ છૂટા છવાયા હોય છે એટલે એ પ્રકારના વરસાદ છે એ નવરાત્રી ઉપર પણ આપણે જોવા મળે તેવી શક્યતા હાલ તો અમે માની રહ્યા છીએ