નમસ્કાર આપની સાથે હું છું પાયલ સ્ક્રીન પર તમને પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે હવામાનની સ્વાભાવિક રીતના વાત કરવી છે વાત બદલાતા હવામાન સાથે સાથે અલગ અલગ સિસ્ટમો બનતી હોય એની પણ કરવી છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં અત્યારે શું સ્થિતિ છે એની વાત પણ કરીશું પરેશભાઈ સૌથી પહેલા તો છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં કોઈ એવો ભારે વરસાદ નથી પડી રહ્યો જે પણ વરસાદ પડે છે છૂટો છવાયો વરસાદ પડે છે આપણે છેલ્લે જ્યારે વાત થઈ હતી ત્યારે તમે કહ્યું હતું કે અરબી સમુદ્ર હવે ધીરે ધીરે એક્ટિવ થશે અને 15 તારીખ પછી એની અસરો જોવા મળશે તો
અત્યારે શું સ્થિતિ છે ક્યારે વરસાદની સંભાવનાઓ છે? >> ચોક્કસથી બેન જોવા જઈએ તો જે આપણો એક અનુમાન હતું કે વચ્ચે 15 તારીખ સુધીનો ગેપ આવી શકે પણ એ ગેપ વચ્ચે પણ છૂટા છવાએ ક્યાંય ઝાપટા સામાન્ય ઝાપટા પડતા હોય એ અપવાદરૂપ રહે છે કેમ કે અત્યારે 850 એચપી લેવલે ભેજનું પ્રમાણ જોવા મળતું હોય છે અરબ સાગર ઉપરથી ગુજરાત ઉપર પવનો આવી રહ્યા છે જે ભેજ લઈને આવી રહ્યા છે જેને કારણે કોઈ જગ્યાએ ઝાપટા પડે પણ સારા વરસાદની સંભાવનાઓ 15 તારીખ સુધી નથી પણ આપણે જે એક અનુમાન હતું કે જ્યારે બંગાળની ખાડી નિષ્ક્રિય થાય ત્યારે સ્વાભાવિક રીતે અરબ
સાગર છે ધીમે ધીમે સક્રિય થતો હોય છે અને આજનું જે અમારું સવારે 10 વાગ્યા સુધીનું લેટેસ્ટ પ્રેડિકશન છે એ મુજબ જોવા જઈએ તો અરબ સાગરમાં પણ હવે કરંટ આવી રહ્યો છે અત્યારે અરબ સાગરના કર્ણાટક અને જે કેરળના દરિયાકાંઠાથી પશ્ચિમ દિશામાં દૂર એક અસ્થિરતા પણ જોવા મળી રહી છે અને આ અસ્થિરતા છે એ 700એચપીએ લેવલે છે અને 700એપીએ લેવલે એક ટ્રક બનેલો છે જે આપણે દક્ષિણ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ત્યાં થઈ અને બંગાળની ખાડી સુધી એ ટ્રક લંબાયેલો છે એટલે આ એક ખૂબ મોટી આપણે કહી શકાય કે જે ફેરફાર થતા હોય છે મોટા ફેરફારમાંનો આ એક ફેરફાર છે એ ચાલુ વર્ષે 2025 ના ચોમાસામાં જોવા મળ્યો છે સૌપ્રથમ વખત એવું બન્યું છે કે બંગાળની ખાડીનો ટ્રપ છે એ અરબ સાગર સુધી લંબાયો છે જો કે અત્યારે હવે ધીમે ધીમે વરસાદી એક્ટિવિટી છે એ ચાલુ થઈ રહી છે પણ એ દક્ષિણ ભારતના ભાગોની અંદર છે જેવી રીતે કર્ણાટકના ભાગો હોય આંધ્રપ્રદેશના ભાગો છે ત્યાર પછી ગોવાના અમુક વિસ્તારોની અંદર વરસાદી એક્ટિવિટી જોવા મળતી હશે પણ હવે આ ધીમે ધીમે જે સમુદ્ર સક્રિય થઈ રહ્યો છે આ વચ્ચે બીજી વાત એ છે કે અરબ સાગર સક્રિય થઈ રહ્યો છે છતાં પણ આપણે જે 15 તારીખ પછીથી જે વરસાદી સિસ્ટમ આવવાની છે ગુજરાતમાં વરસાદો પડવાના
છે અને એ વરસાદની સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી જ આવશે ભલે અત્યારે આપણે અરબ સાગર સક્રિય થયો છતા પણ વધુ એક સિસ્ટમ છે એ બગાડની ખાડીની આવે તેવું એક અત્યારે અમારું અનુમાન છે >> એ જે વરસાદી સિસ્ટમ હશે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં આવશે એ પણ એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન હશે જે આપણે 700એચપીએ લેવલથી પસાર થશે એટલે લગભગ એવું અનુમાન છે કે 15 જૂનથી સોરી 15 ઓગસ્ટથી લઈ અને 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતાઓ છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આ જે સિસ્ટમનો જે અત્યારે ટ્રેક જોવા મળી રહ્યો છે બની શકે
ઘણી વખત એ ટ્રેકમાં ફેરફારો થતા હોય સામાન્ય ફેરફારો સંભવ છે માની લઈએ કે એ ટ્રેકમાં કોઈ ફેરફાર ન થાય અત્યારે જે બતાવવામાં આવી રહ્યો છે એ ટ્રેક ઉપર જો સિસ્ટમ ચાલે છે તો બંગાળની ખાડીની સિસ્ટમ છે એ આપણે ઓરસાના અમુક ભાગો છે આંધ્રપ્રદેશના અમુક વિસ્તારો ઉપર થઈ દક્ષિણ મધ્યપ્રદેશ અને ઉત્તર મહારાષ્ટ્ર ઉપર થઈ અને સિસ્ટમ છે આગળ વધવાની છે એ સિસ્ટમનો અમુક પાર્ટ છે એ અરબ સાગર માં હશે ને અમુક પાર્ટ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર આવે તેવી શક્યતાઓ છે જેને કારણે આપણે રાજ્યની અંદર 15 થી 21 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે
અહીયા જોવાનું એ પણ છે અત્યાર સુધી જે બંગાળની ખાડીની જે સિસ્ટમો આવી છે એ તમામ સિસ્ટમો થોડીક ઉત્તર તરફથી પસાર થઈ છે જેને કારણે મધ્ય ગુજરાતના ભાગો હોય ઉત્તર ગુજરાતના ભાગો હોય એ વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને જે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે એની અંદર વરસાદનું પ્રમાણ ઓછું પણ જોવા મળ્યું હતું એમાં પણ જે છેલ્લી સિસ્ટમ હતી 27 જુલાઈથી લઈને 31 જુલાઈ વચ્ચે જે સિસ્ટમ પસાર થઈ એ તો સિસ્ટમ છે એ સંપૂર્ણપણે ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થઈ હતી જેને કારણે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું
હતું જો કે દક્ષિણ ગુજરાતમાં 27 થી 31 જુલાઈમાં વરસાદો હતા પણ જે વરસાદો ઉત્તર ગુજરાતમાં હતા એની સરખામણીએ વરસાદનું પ્રમાણ છે એ ત્યાં ઓછું રહ્યું હતું પણ હવે જે સિસ્ટમ આવી રહી છે એ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો અને કચ્છના વિસ્તારો ઉપર તીવ્રતા થોડીક વધારે જોવા મળશે એ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદો જોવા મળી શકે છે એટલે એક કહી શકાય કે સૌરાષ્ટ્રની અંદર 2025 ના ચોમાસામાં અત્યાર સુધી જે ટોટલ વરસાદ નથી થયો એના કરતાં પણ વધારે વરસાદ છે એ હવે આવનારા રાઉન્ડમાં જોવા મળે