Cli

પરેશ ગોસ્વામીની આગાહી મુજબ હજુ કેટલા માવઠા પડશે?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને હવે તમને ગરમીનો અહસાસ થોડો થોડો થતો હશે ગુજરાતમાં હવે વરસાદની આગાહી નથી. આ 24 કલાક એટલે આજે 28 તારીખ છે. આજે વાતાવરણમાં ક્યાંક તમને ભેજવાળું વાદળછાયું વાતાવરણ લાગે અમુક જિલ્લાઓમાં છૂટો છવાયો એકદમ સામાન્ય વરસાદ પડે એવી સંભાવનાઓ છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સની સિસ્ટમો જે સતત પસાર થઈ રહી છે. ઉનાળો આપણો જે અત્યારે બેસી જવો જોઈતો હતો. એ ઉનાળો ધીરે ધીરે પાછળ જતો દેખાઈ રહ્યો છે

એ બહુ જ બધા કારણો છે એના માટે કારણ કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બને છે અરબી સમુદ્રમાં એની અસર થાય છે ગુજરાતમાં જ્યારે શિયાળો જાય અને ઉનાળાની શરૂઆત થાય ત્યારે જે માવઠું પડતું હોય છે એ પ્રકારનું માવઠું આ પડ્યું છે માર્ચ મહિનામાં હજુ એક માવઠાની સંભાવના છે અને એ સિસ્ટમો જે બની રહી છે એની પહેલા વિસ્તારથી વાત કરીએ આપણે જે વેસ્ટર્ન ડિસ્ટરબન્સ સિસ્ટમની વાત કરીએ છીએ તમે જુઓ કે ધીરે ધીરે આ વાદળો જે છે વધારે મજબૂત ને વધારે ઘેરાવવાળા થઈ રહ્યા એટલે અહીંયાથી ઉપરના પ્રદેશોમાંથી જેટલા વાદળો પસાર થઈ રહ્યા છે

જે સિસ્ટમ પસાર થઈ રહી છે એની અસર તમે જુઓ તો રાજસ્થાનમાં થવાની સંભાવના છે સાથે જ એની અસર મધ્યપ્રદેશમાં પણ થવાની સંભાવના છે તમને અહીંયા બધી જ વાદળો દેખાતા હશે જ્યારે એની અસર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં થાય એટલે એની અસર ગુજરાત પર પણ થાવી સ્વાભાવિક છે કારણ કે એની બોર્ડરો એકદમ નજીક છે આપણાથી એટલે મધ્ય ગુજરાતના ભાગ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં હજુ પણ જે વાદળછાયું વાતાવરણ છે એવું રહેવાનું છે અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની હતી એ સિસ્ટમની અસર અરબી સમુદ્રમાં થાય અને એના કારણે તમે જુઓ કે અહીંયા મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તમને અહીંયા વાદળો દેખાતા હશે એ વાદળો સંભવિત રીતના દરિયાકાંઠાનો જે આખો પટ્ટો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો પટ્ટો છે એને અસર કરતા હોય છે એટલે આજના દિવસમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમુક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પણ પડવાની સંભાવના છે

આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો જે પસાર થઈ રહી છે એના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે આપણે જેમ વાત કરી એ પ્રમાણે બપોરે તમને ગરમીનો અહેસાસ થાય વહેલી સવારે થોડી ઠંડક લાગે અને પછી સાંજ પડતા સુધીમાં ફરીથી બફારો લાગે એટલે ગુજરાતમાં હજુ એકાદ અઠવાડિયું આવી સ્થિતિ રહેવાની છે એના પછી ઓફિશિયલી ઉનાળો બેસી જશે આ વખતે ઉનાળામાં પણ ખૂબ વધારે ગરમી પડવાની સંભાવના છે માર્ચ મહિનામાં પણ વરસાદની સંભાવના છે માર્ચ અને એપ્રિલ બંનેમાં ક મોસમે વરસાદ પડે એવી આગાહી કરવામાં આવી છે. પરેશભાઈ ગોસ્વામી સાથે અમે જ્યારે વાત કરી હતી ત્યારે એમણે પણ આગાહી કરી હતી કે આ વખતે ગરમીની વચ્ચે પણ ક મોસમી વરસાદ પડવાનો છે અત્યારે જ્યારે ગરમીની શરૂઆત થશે ત્યારે પણ વરસાદ પડવાનો છે તો ક્યારે ક્યારે માવઠા પડવાના છે તે સાંભળો. માર્ચ મહિનામાં તો પ્રથમ અઠવાડિયામાં થોડું તાપમાન નોર્મલ હશે પણ માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી તાપમાન ઉચકાશે અને એકદમ આપણે ઉનાળાની શરૂઆત થાય તેવું એક અનુમાન છે જો કે આ ફેબ્રુઆરીનું માવઠું છે

એ પછી માર્ચમાં પણ એક માવઠું આવવાની સંભાવનાઓ છે સૌપ્રથમ તો આપના માધ્યમથી જણાવું તો લગભગ 21 થી 25 માર્ચ વચ્ચે આ અત્યારે જે માવઠું ચાલી રહ્યું છે એવું અથવા અથવા તો એનાથી થોડું તીવ્ર માવઠું જોવા મળે તેવી શક્યતાઓ એટલે દર મહિનામાં આમ તો જે હવે જૂન મહિનામાં જ્યારે ચોમાસાની શરૂઆત થાય ત્યાં સુધી માવઠા રેગ્યુલર આવતા રહેશે કેમ કે આ વર્ષે અલણીનો પણ કદાચ સક્રિય થાય તેવી શક્યતાઓ છે ગરમીનું પ્રમાણ વધારે રહેવાનું છે. માર્ચ એપ્રિલ અને મે છે એમાં વારંવાર હિટ વેવના રાઉન્ડ આવશે. તાપમાન છે આપણે ખૂબ ઊંચું જાય એને કારણે પણ ઘણી વખત અસ્થિરતાઓ બનશે અને માવઠાઓ થતા રહેશે. હ અત્યારે જે માવઠું પડી રહ્યું છે તમે કીધું કે છૂટા છવાયા વરસાદ પડવાની સંભાવના છે એ કયા કયા વિસ્તારોમાં પડવાની વધારે સંભાવના છે આમ તો સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના તમામ જિલ્લાઓ છે એમાં છૂટા છવાયા માવઠા છે એ જોવા મળી શકે છે કચ્છના અમુક ભાગોની અંદર પણ કચ્છનો જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો હશે રાપર તાલુકો જે વાગળ વિસ્તાર છે બંની વિસ્તાર છે ખડેરી વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર છૂટા છવાયા માવઠાના ઝાપટા જોવા મળશે અને એક ઉત્તર ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં પાટણ મહેસાણા જેવા વિસ્તારો છે ગાંધીનગરના અમુક વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના છૂટા છવાયા કોઈ કોઈ વિસ્તારમાં માવઠાના ચાપટા પડે એ શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જે મહારાષ્ટ્ર બોર્ડરના જે ગામડા હશે એ વિસ્તારમાં થોડીક શક્યતા વધારે રહેલી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *