કે પરેશ ગોસ્વામી એ ક્યાય પણ જો પૈસાની લાલચમાં આવી અને કોઈ કામ કર્યું હશે અથવા તો પૈસા ક્યાંથી લીધા હશે તો જૂનાગઢની બજારમાં એને ટકો કરીને ગધેડા ઉપર ફેરવવાની અમારી સમિતિ આજે નિર્ણય લીધો છે જય જવાન જય કિસાન આજે અમે બધા જ કિસાન સહકાર સમિતિ જે આંદોલન લઈને સમગ્ર ગુજરાતના ખેડૂતોનો પ્રાણ પ્રશ્ન એવો દેવા માફી 2019 નો પાક પાક વીમાઓની ઝડપથી ચૂકવણી અને 200 મણ મગફળી સરકાર ખરીદે આ ત્રણ માંગને લઈને 10 ઓક્ટોબરથી જે શરૂઆત કરી છે
જૂનાગઢથી અને પરેશભાઈના નેતૃત્વમાં એ અમે જે માંગ મૂકી અને સરકારે સુધી એ વાત પહોંચી ત્યારેસરકારે એ માંગને સમજવા માટે આમંત્રણ આપ્યું અને સમિતિ ગુજરાતના કૃષિમંત્રી સુધી રૂબરૂ મળી અને આ ત્રણ મુદ્દાની રજૂઆત કરી છે મિત્રો મિત્રો ત્યાર પછી જેમને જાણકારી નહોતી અથવા તો અમારી જે સમિતિમાં ત્યાં હાજર નહોતા એવા લોકોએ સોશિયલ મીડિયામાં પોતાની વાતને મરોડી તરોડી અને મૂકી છે
અને જે માંગ છે ખેડૂતોની જે છે એ વાતને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કોઈને કોઈ તત્વોએ કર્યો છે એટલે આજે અમારે થોડાક ખુલાસા એની સામે કરવા છે અમારી જે ત્રણ માંગ છે એ સરકાર જ્યાં સુધી ન સ્વીકારે ત્યાં સુધી ખેડૂતો વતી અમારી કિસાન સહકાર સમિતિ એ લડત ચાલુ રાખશે પણપરેશભાઈ ઉપર જે આક્ષેપો થયા છે કે તમે ગાંધીનગર જઈ પડીકું લઈ લીધું કોઈએ 25 લાખ રૂપિયા લઈ લીધા
એવા ખુલેઆમ મેસેજો અને આક્ષેપો કર્યા છે સોશિયલ મીડિયામાં આજે પોતાની વાત રજૂ કરવાનો સ્વતંત્ર અબધિત અધિકાર છે પણ એનો અર્થ એવો નથી કે જ્યાં સુધી તમારી પાસે પુરાવા ન હોય કોઈપણ પ્રકારના એવિડન્સ ન હોય અને તમે ગમે એવા ગોળા ચલાવો એ બિલકુલ વાજિદ એટલે આજે અમારે ખુલાસો એ કરવો છે પરેશભાઈ ગોસ્વામીએ જો કોઈની પાસે પુરાવા એવા હોય કે એમણે સરકાર પાસેથી પૈસા લઈ લીધા છે પડીકું લઈ લીધું છે 25 લાખ લઈ લીધા છે આવી જે વાતનો એક પણપુરાવો તમારી પાસે હોય તો અમારી સહકાર સમિતિ જે છે આ કિસાનો માટેનું જે આંદોલનની લડત હોય એ સમિતિ વતી હું આપને આહવાન કરું છું
અમારી સમિતિનો સંપર્ક કરો અને પુરાવા લઈને આવો હું ડંકાની ચોટ ઉપર કહું છું સમિતિ વતી બધાને કે પરેશ ગોસ્વામીએ ક્યાંય પણ જો પૈસાની લાલચમાં આવી અને કોઈ કામ કર્યું હશે કે અથવા તો પૈસા ક્યાંથી લીધા હશે તો જૂનાગઢની બજારમાં એને ટકો કરી અને ગધેડા ઉપર ફેરવવાની અમારી સમિતિ આજે નિર્ણય લીધો છે પણ એ પહેલા આપને પણ કહી દઉં છું કે વાહિયાત વાતો કરતાં પહેલા પુરાવા સાથે રજૂ કરજો ગાંધીનગર ગયા છે તોસરકારના મંત્રી સાથે બેઠા છે વન બાય વન વાત થઈ છે ત્રણ મુદ્દાની મુખ્ય માંગણી હતી
એ અન્ય અમે અન્ય જે ખેડૂતોએ પોતાની વાત વાત પણ ત્યાં રજૂ કરી છે ફરી કહું છું પુરાવા સાથે અમારી સામે આવી જાવ સમિતિ સામે પરેશભાઈને બાજુએ અમે રાખશું તમે પુરાવા આપો અથવા તો તમારી પાસે જે કાઈ એવિડન્સ હોય એને લઈને આવો અમે ચોક્કસ પરેશભાઈ ઉપર પણ એક્શન લેશું કોઈ ગદ્દારી કરી શકે એવું આ સમિતિ નહી ચલાવે નહી ચલાવે અને નહી ચલાવે ધન્યવાદ