Cli

અમદાવાદના પેલેડિયમ મોલમાં ધર્મના નામે ખેલ થયા! શું પ્લાસ્ટિકના ‘ઝાડ’થી ખતરામાં છે તમારો ધર્મ?

Uncategorized

જ્યારે જ્યારે કોઈ તહેવાર આવે છે ત્યારે પોતાને સનાતની માનતા અને ધર્મના કથિત ઠેકેદાર હોવાનો દાવો કરનારા લોકોની દાદાગીરી સામે આવતી હોય છે હાલ ક્રિસમસનો સમય ચાલી રહ્યો છે અને ક્રિસમસના તહેવારમાં શાંતિ ડોહળવા ધર્મના કથિત ઠેકેદારો વિરોધ કરતા અને લુખાગીરી કરતા જોવા મળી રહ્યા છે. અમદાવાદના પેલેડિયમ મોલમાં આવાજ કેટલાક ધર્મના કથિત ઠેકેદારો આવ્યા અને મોલમાં લગાવેલા ક્રિસમસ ટ્રીમાં તોડફોડ કરે છે

જે મોલમાં અનેક પરિવાર તેમના બાળકો સાથે આવ્યા હતા તે મોલમાં શું થયું તેની વાત કરીશું આ વીડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈજાણ રે નમસ્કાર નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા અમદાવાદમાં નાતાલને લઈને અનેક મોલમાં ક્રિસમસ ટ્રી તેમજ રંગબેરંગી લાઈટોથી રોશની કરવામાં આવી છે પરંતુ આ મામલે હિન્દુ સંગઠનો દ્વારા નાતાલની ઉજવણીને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે અમદાવાદના એસજી હાઈવે પર આવેલા પેલેડિયમ મોલમાં ભગવા સેના દ્વારા ક્રિસમસની ઉજવણીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ભગવા સેનાના કાર્યકરો દ્વારા પેલેડિયમ મોલ ખાતે પહોંચ્યા હતા અને મોલમાં લગાવેલા ક્રિસમસ ટ્રીને તોડી નાખ્યું હતું અને જે જગ્યા ઉપર તેવા સ્ટીકરો લગાવ્યા હતા ક્રિસમસ ટ્રી લગાવ્યાહતા તેને દૂર કર્યા હતા તેમજ મોલમાં અનેક જગ્યાએ ક્રિસમસ ટ્રી લગાવવામાં આવ્યા હતા

ત્યાંથી ક્રિસમસ ટ્રીને તાત્કાલિક દૂર કરવાની માંગ માંગણી પણ કરવામાં આવી આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને આ જે લોકો મોલમાં લુખાગીરી કરી રહ્યા હતા તેમની અટકાયત કરવામાં આવી પહેલા તો પેલેડિયમ મોલમાં શું બન્યું તેની ઉપર એક નજર કરીએ તુરંત નિકાંટ લાઈટ બંધ કયા નીચે દો નીચે પડવું જોઈએ તમે નીચે ન હું નમાવીશ પછી બધા નીચે પણ લાઈટો ચાલુ છે જોડે કનેક્શન છે કનેક્શન બંધ છે બરાબર કનેક્શન બંધ નથી એમાં નીચેઅડધો કલાક ટાઈમ અડધો કલાક ભાઈસાહબ હરે છે અમને રૂપ વાલો છે પણ આપણું કરવાનું નથી તમાે બરાબર છે વધારે હજી હું પોલીસ કહું છું ભાઈ ફરીથી હું આવી બરાબર પોલીસને પછીનો કાર્ય નથી એ બધે રજૂઆત કરવાની તમે આજે ટોળા લઈને આવીને જે પબ્લિક છે એવી રીતે વ્યવસ્થા નથી

આજે અમદાવાદના પેલેડિયમ મોલમાં જે દ્રશ્ય જોવા મળ્યા તેને જોઈને કોઈપણ સાચા સનાતનીનું માથું શરમથી ચૂકી કી જશે પોતાને ધર્મના રક્ષકો કહેવડાવતા કેટલાક તત્વોએ એક પ્લાસ્ટિકના ક્રિસમસ ટ્રી પર પોતાનું નકલી પરાક્રમ બતાવ્યું છે સવાલ એ છે કે શું આપણો હજારો વર્ષ જૂનો સનાતન ધર્મ આટલોનબળો છે કે એક પીસના ઝાડથી ખતરામાં આવી જાય કે પછી આ ગુંડાગીરી માત્ર પ્રસિદ્ધિ મેળવવાનું સસ્તું સાધન છે જય શ્રીરામના નારા લગાવતા લોકો કદાચ ભૂલી ગયા છે કે મર્યાદા પુરુષોત્તમ રામે ક્યારેય કોઈના ઘર ઘર કે ઉત્સવ ઉજાળવાનું નથી શીખવ્યું સનાતન ધર્મ તો એ છે જેણે પથ્થરમાં પણ ભગવાન જોયો છે અને આ લોકો ઝાડમાં દુશ્મન શોધી રહ્યા છે બીજાના ધર્મને નીચો દેખાડવો એ સનાતન નથી એ તો હલકી માનસિકતા છે જે સંસ્કૃતિ આખી દુનિયાને સર્વધર્મ સંભાવ શીખવ્યો છે તેના નામે આવી લુખાગીરી કરીને

આ લોકો કોને છેતરી રહ્યા છે પોલીસનો કાફલો આવ્યો અને આસુરવીરોને ગાડીમાં પૂરીને લઈ ગયો છે સાથે જ મોલના સત્તાધીશો એ પણ આ લુખાગીરી કરનારા સામે ફરિયાદ આપવા માટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને હાલ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલી રહી છે. પણ સવાલ એ છે કે આટલી હિંમત આ લોકોમાં આવે છે ક્યાંથી? આજે ક્રિસમસ ટ્રી તોડ્યું છે. કાલે કોઈના ઘરમાં ઘુસીને એને મારશે. તો શું આ છે આપણું સનાતની હોવાનું ગર્વ. આ અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *