ફિલ્મ, પૈસા અને સંબંધો જ નહીં પરંતુ કામમાં પણ દગાબાજ નીકળ્યા પલાશ?એક્સ મંગેતર સ્મૃતિ મંધાનાના નામે કર્યો મોટો કાંડ, પલકના ભાઈનો ફરી ખુલ્યો ભાંડોબોલિવૂડ સિંગર પલાશ મુચ્છલની જિંદગીમાં આવેલો તોફાન થમવાનું નામ લેતો નથી. છેલ્લા લાંબા સમયથી પલાશ વિવાદોમાં ઘેરાયેલા છે
અને હવે આ તમામ વિવાદોએ એક નવો વળાંક લીધો છે. એકવાર ફરી પલાશ મુચ્છલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે, પરંતુ આ વખતે કોઈ નવું ગીત કે ફિલ્મ નહીં પરંતુ તેમના પર લાગેલા ગંભીર આરોપોના કારણે.ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાન
તેમનો સંબંધ અને લગ્ન તૂટ્યા બાદ હવે પલાશ પર છેતરપિંડી અને પૈસાની હેરફેર જેવા ગંભીર આરોપો સામે આવ્યા છે. આ સમાચાર બહાર આવતા જ સોશિયલ મીડિયામાં ભારે હલચલ મચી ગઈ.ખાસ વાત એ છે કે આ આરોપો એક્ટર અને ફિલ્મમેકર વિજ્ઞાન માને દ્વારા લગાવવામાં આવ્યા છે. આ આરોપો માત્ર પલાશ પર જ નહીં પરંતુ તેમની માતા પર પણ કરવામાં આવ્યા છે.ફરિયાદ અનુસાર, સ્મૃતિ મંધાનાના મિત્ર વિજ્ઞાન માનેનો દાવો છે કે પલાશે તેમની પાસેથી ફિલ્મ બનાવવાના નામે લાખો રૂપિયા લીધા, પરંતુ ન તો ફિલ્મ બની અને ન તો પૈસા પરત કરવામાં આવ્યા.
રિપોર્ટ્સ મુજબ, જ્યારે પલાશ સાંગલી આવ્યા હતા ત્યારે સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાએ તેમની મુલાકાત પલાશ સાથે કરાવી હતી.ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે જે ફિલ્મ પ્રોજેક્ટ માટે પૈસા લેવામાં આવ્યા હતા તે ક્યારેય શરૂ જ થયો નથી. એટલું જ નહીં, તેમને એવું પણ વચન આપવામાં આવ્યું હતું કે રોકાણ કરેલી રકમ નફા સાથે પરત મળશે. પલાશની વાતો પર વિશ્વાસ રાખીને વિજ્ઞાન માનેે અંદાજે 40 લાખ રૂપિયા આ પ્રોજેક્ટમાં રોકાણ કર્યા.સમય પસાર થતો ગયો, પરંતુ ન તો ફિલ્મ શરૂ થઈ અને ન તો પૈસા પરત મળ્યા. છ મહિના પૂરા થયા બાદ જ્યારે પૈસાની માંગ કરવામાં આવી ત્યારે પલાશની માતાએ ફિલ્મનો બજેટ 55 લાખથી વધારીને 1.5 કરોડ રૂપિયા હોવાનું જણાવ્યું. બાદમાં પલાશે કહ્યું કે સ્મૃતિ સાથે લગ્ન થયા પછી પૈસા પરત કરી દેવામાં આવશે.
પરંતુ જ્યારે લગ્ન રદ થયા ત્યારે પલાશે વિજ્ઞાનના ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું. વિજ્ઞાન માનેનો વધુમાં આરોપ છે કે પૈસા માગતા સમયે પલાશની માતાએ તેમને બ્લેકમેઈલ કર્યા હતા અને ફિલ્મમાંથી તેમનો પાત્ર કાઢી નાખવાની ધમકી આપી હતી.પરિસ્થિતિ ત્યારે વધુ બગડી જ્યારે પૈસા પરત આપવા બદલે પલાશ તરફથી વધુ એક લાખ રૂપિયાની માંગ કરવામાં આવી. વિજ્ઞાન માનેે જણાવ્યું કે પલાશ તેમની પાસેથી વારંવાર 1000 અને 2000 રૂપિયા માંગતા હતા. થોડા સમય બાદ પલાશે તેમના ફોન કોલ્સ અને મેસેજનો જવાબ આપવો પણ બંધ કરી દીધો.આખરે વાત અહીં સુધી પહોંચી કે વિજ્ઞાન માનેે સિંગર પલાશ મુચ્છલ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી.હાલांकि, હવે પલાશ મુચ્છલે આ તમામ આરોપો પર પોતાની ચુપ્પી તોડી છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર રિએક્શન આપતાં તેમણે લખ્યું કે સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ધ ચાલી રહેલી તમામ ખબર ખોટી છે.
વિજ્ઞાન માને દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો સંપૂર્ણપણે અસત્ય છે.પલાશના જણાવ્યા અનુસાર આ બધું તેમની ઇજ્જતને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યું છે અને તેઓ આ મામલાને કાયદેસર રીતે લડશે. તેમના વકીલે આ મુદ્દે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને સમગ્ર કેસને કાનૂની રીતે ગંભીરતાથી હેન્ડલ કરવામાં આવશે.હવે જોવાનું રહ્યું કે આ મામલામાં આગળ શું નવો વળાંક આવે છે અને પલાશની મુશ્કેલીઓ ઓછી થાય છે કે વધુ વધી જાય છે.બ્યુરો રિપોર્ટ E2