Cli

જમવાની તકરારમાં તલવાર લઈ ડોન બનવા નીકળેલા આરોપીઓનું આ રીતે સરઘસ નીકળ્યું

Uncategorized

બનાસકાંઠા જિલ્લામાં જાણે અસામાજિક તત્વોને કાયદાનો ડર ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે પાલનપુરના ચંડેસર મુકામે બે ત્રણ દિવસ અગાઉ આ મિત્રો હોટલ ઉપર જમવા બેઠા હતા અને આખરે આ મિત્રોમાં માથાકૂટ થઈ અને માથાકૂટમાં એક મિત્ર તલવાર વડે હુમલો કર્યો

અને આ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જોકે ચાર શખ્સો સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ થતા આરોપીઓને અટકાયત કરી આરોપીઓ સાથે ગઢ પોલીસે શું કર્યું તેની રે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લામાં નવા પોલીસવાળા તરીકે પ્રશાંત સુંબે આવ્યા છે જો કે પ્રશાંત સુંબે દ્વારા કડકાઈ કરવામાં આવી છે પરંતુ ક્યાંકને ક્યાંક જાણે અસામાજિક તત્વોને કાયદાનો ડર ના હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. પાલનપુરના ચંડીસર મુકામે એક ખાનગી હોટલ હતી

હોટલમાં મિત્રો જમવા બેઠા હતા અને આખરે આ મિત્રોમાં તકરાર થઈ અને તકરારને લઈને માથાકૂટ થતા માથાકૂટને લઈને તલવાર વડે હુમલો કરવામાં આવ્યો અને આ જ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા. જો કે ગઢ પોલીસ મથકે નામજોગ ચાર લોકોસામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ ફરિયાદના આધારે ગઢ પોલીસ મથકના પીઆઈ દ્વારા ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી અને અટકાયાત બાદ આ જ આરોપીઓના સ્થળ ઉપર લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ ગુનાને કઈ રીતના અંજામ આપ્યો તે આરોપીઓને ઘટનાસ્થળ લઈ જઈ પૂછવામાં આવ્યું હતું

અને આખરે આ આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું જો કે ગઢ પોલીસ મથકના પીઆઈ દ્વારા જાહેરમાં આ આરોપીઓને ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું ત્યારે બીજી બાજુ હજુ સુધી પોલીસ પકડથી એક આરોપી દૂર છે ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ કાયદો અને વ્યવસ્થાનેલઈને જિલ્લા પોલીસવાળા કડકાઈ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ આ અસામાજિક તત્વોને જાણે કાયદાનો ડર ના હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે જો તમે પણ તમારા વિસ્તારમાં આ પ્રકારે કાયદો હાથમાં લેતા હોય તો ચેજો નહી તો તમારું પણ વરગોડું કાઢવામાં આવશે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *