આગળ આગળ સૈફનો લાડલો દીકરો ઇબ્રાહિમ અલી ખાન અને પાછળ પાછળ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી. સિક્રેટ ડેટિંગની ચર્ચાઓ વચ્ચે હવે બંનેએ પોતાનું રિલેશન ખુલ્લેઆમ કન્ફર્મ કરી દીધું હોય તેવી ચર્ચા ચાલી રહી છે.
નવા વર્ષની શરૂઆત પહેલાં બંને એરપોર્ટ પર સાથે નજરે પડ્યા અને ત્યારથી ચર્ચાઓએ જોર પકડ્યું છે.ઇન્ટરનેટથી લઈને બોલીવૂડના ગલિયારાઓ સુધી આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પહેલા ઇબ્રાહિમ ગાડીમાંથી ઉતરે છે અને તેના થોડા પળોમાં ચહેરા પર માસ્ક લગાવી પલક એરપોર્ટ પર એન્ટ્રી કરે છે.
બંનેને એકસાથે જોઈ લોકો ચોંકી ગયા અને પહેલીવાર જાહેરમાં આ રીતે સાથે જોવા મળતાં ચર્ચાઓ ગરમ થઈ ગઈ છે.આ પહેલા પણ બંનેના એક જ લોકેશન પરથી અલગ અલગ ફોટા સામે આવી ચૂક્યા છે. એ પછીથી જ બંનેની ડેટિંગની અફવાઓ ચાલતી આવી છે.
પરંતુ હવે બિનધાસ્ત રીતે એરપોર્ટ પર સાથે દેખાતા લોકોએ માનવાનું શરૂ કરી દીધું છે કે ઇબ્રાહિમ અને પલક હવે પોતાનું રિલેશન ઓફિશિયલ કરી રહ્યા છે.વાયરલ વીડિયો અને તસવીરો જોયા પછી લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈ કહે છે કે હવે બંને ખુલ્લેઆમ સાથે ફરતા જોવા મળે છે,
તો કોઈ લખે છે કે પલકે તો ખરેખર મોટો હાથ માર્યો છે. ઘણા લોકો તો બંનેની જોડીને લઈને ખૂબ ખુશ પણ દેખાઈ રહ્યા છે.હાલમાં બંને નવા વર્ષની વેકેશન માટે સાથે ગયા છે કે પછી કોઈ વર્ક પ્રોજેક્ટ માટે મુસાફરી કરી રહ્યા છે તે હજી સ્પષ્ટ નથી.
પરંતુ આટલું ચોક્કસ છે કે આ વીડિયો સામે આવ્યા પછી ફેન્સ બંનેના રિલેશનશિપ વિશે સત્ય જાણવા માટે આતુર બની ગયા છે. જો બંને ખરેખર સાથે વેકેશન પર ગયા હશે તો ચાહકો હવે તેમની તસવીરોની રાહ જોઈ રહ્યા છે. સાથે સાથે સૌને આ પણ ઉત્સુકતા છે કે બંને ક્યારે પોતાનો સંબંધ જાહેર રીતે કન્ફર્મ કરશે.