પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં સૌથી ઝડપી બોલિંગ કરતા શાહીન આફ્રિદી માટે અત્યારે ખુશીના દિવસો ચાલી રહ્યા છે કારણ કે પાકિસ્તાન ક્રિકેટ ટીમનો આ ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી એ 22 વર્ષની ઉંમરે પાકિસ્તાની ટીમના પૂર્વ કેપશન શાહિદ આફ્રિદીની પુત્રી અંશા આફ્રિદી સાથે લગ્ન કરી લીધા છે.
બંનેએ ગઈકાલે 3 ફેબ્રુઆરી 2023ના રોજ ધામધૂમથી સગાવ્હાલા અને મિત્રોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે અહીં બંને કપલની કેટલીક સુંદર તસ્વીર પણ સામે આવી છે જેમાં બને ખુબજ ખુશ છે જેમની તસ્વીર સામે આવ્યા બાદ ચાહકો બનેંને લગ્નની શુભેછાઓ પાઠવી રહ્યા છે.
કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ શાહીન આફ્રિદી અને અંશા આફ્રિદીએ 3 ફેબ્રુઆરી 2023ના રોજ પાકિસ્તાનના કરાચીમાં ભવ્ય નિકાહ સમારોહમાં લગ્ન કર્યા હતા બંનેના લગ્નમાં કેટલીયે મોટો સેલિબ્રિટીઓ હાજર રહી હતી જેમાં શાહિદ આફ્રિદી સાથે પાકિસ્તાની ક્રિકેટરો પણ જોવા મળ્યા હતા.
શાહીન અને અંશાની સામે આવેલી તસવીરો એ સોસીયલ મીડિયામાં હાહો મચાવી દીધી છે જેમાં કપલ ખુબ ખુશ જોવા મળી રહ્યું હતું શાહીન આફ્રિદી અને અંશા આફ્રિદીના લગ્ન સમયના લૂક ની વાત કરીએ તોશાહીને સુંદર શેરવાની પહેરી હતી તો દુલ્હન અંશાએ પેસ્ટલ રંગનો શરારા પહેર્યો હતો.