Cli

સૌરાષ્ટ્ર-કચ્છ માટે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું!

Uncategorized

28 ઑક્ટોબરથી 3 નવેમ્બર સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ માટે ઓરેન્જ એલર્ટ તથા દક્ષિણ ગુજરાત માટે યેલો એલર્ટ જાહેર કરાયું છે;

ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, ભાવનગર, પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દાંગ અને દાદરા-નગર હવેલી વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે; આગામી ચારથી પાંચ દિવસ વીજળી સાથે

વરસાદ અને 30 થી 40 કિ.મી. પ્રતિ કલાકની પવન ગતિ રહેશે, માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે, અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ અને 27°C મહત્તમ તથા 21°C લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *