પાવડર કેસમા આર્યન ખાનને મળી મોટી રાહત હા મિત્રો જણાવી દઈએ આર્યન ખાન 28 દિવસ જેલમાં વિતાવીને આવ્યા તેમને જયારે જામીન મળ્યા હતા ઑક્ટોમ્બર મહિનામાં તેમાં કેટલીક શરતો રાખવામાં આવી હતી એવામાં એક શરત એવી પણ હતી કે દર શુક્રવારે આર્યને એનસીબી ઓફિસે આવીને હાજરી આપવાની રહેશે.
જામીન મળ્યા બાદ આર્યન નિયમિત રીતે દર શુક્રવારે હાજરી પુરાવવા જતા હતા જે છેલ્લા દોઢ મહિનાથી આર્યને એનસીબીની ઓફિસમાં હાજરી પુરાવા જવું પડતું હતું પરંતુ હવે પછી આર્યને દર શુક્રવારે એનસીબી ઓફિસે જવાની જરૂર નથી હા કારણ કે ગયા શુક્રવારે આર્યને મુંબઈ હાઇકોર્ટમાં અરજી કરી હતી.
આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સફેદ પાવડર મામલે કંઈ આવ્યું જ નથી અને મુંબઈની એનસીબી જોડે આ કેસ છેજ નહીં હવેતો આ કેશ દિલ્હીની એસઆઈટી પાસે ટ્રાન્ફર થઈ ગયો છે એવામાં આર્યને દર શુક્રવારે મુંબઈમાં એનસીબી ઓફિસે હાજરી પુરાવવા જવાની જરૂર નથી એટલા માટે કોર્ટમાં હાજરી બાબતે આર્યનના વકીલ દ્વારા અરજી કરી હતી.
મુંબઈ હાઇકોર્ટે આર્યનની આ અરજીને સ્વીકારતા કહ્યું હવે દરેક શુક્રવારે આર્યને એનસીબી ઓફિસમાં જવાની જરુરુ નથી અને દિલ્હી એસાઈટી ગમે ત્યારે હાજર થવા બોલાવે તો સાત કલાકની અંદર હાજર થવાનું રહેશે અને આમિર વાનખેડેને કઈ પુછપરછ કરવી હશે ત્યારે પણ આર્યને જવાનું રહેશે.