ઇડીએ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને 2016ના પનામાં પેપર લીક મામલામાં પુછતાજ માટે બોલાવી છે અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી હતી અમિતાભ બચ્ચન ની 48 વર્ષીય વહુ ઐશ્વર્યા રાયને દિલ્હીમાં એન્જસી સામે હાજર થવાનું કહ્યું છે ઇડીએ સોમવાર સુધી તપાસ માટે બોલાવવામાં આવી હતી.
ઇડીના એક અધિકારીએ જણવ્યું હતું કે અમે ઐશ્વર્યાને 20 ડિસેમ્બરના રોજ સુધી મળવા કહ્યું છે હજુસુધી અમને તેમના તરફથી કોઈ જવાબ મળ્યોઈ નથી તેડું એમને મુંબઈના ઘરે મોકલવામાં આવ્યું છે ઐશ્વર્યા રાય જો ઇડીની ઓફિસે આજના દિવસે નહીં જાય તો ઇડી આગળની કાયદેસરની કાર્યવાહી કરશે.
ઐશ્વર્યા રાયને પહેલા પણ બે વાર ઇડીએ પુછતાજ માટે બોલાવી ચુકી છે જણાવી દઈએ પનામા પેપર લીકમાં દેશના 500 થી વધુ નામ સામેલ છે જેમાં એક્ટર અને મોટા ઉદ્યોગપતિઓની ટેક્સ ચોરીનો રેકોર્ડ છે અને ઐશ્વર્યા એક કંપનીની માલિક હતી જેમાં પોતાના પરિવારના ભાઈ અને બીજાસભ્યોના પણ નામ સામેલ છે.