સોનાક્ષી સિન્હા એ પોતાના પર લાગેલા આરોપો પર મૌન તોડ્યું છે છેલ્લા કેટલાક સમયથી મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છેકે સોનાક્ષી સામે છેતરપીંડી મામલે કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે અને તેના સામે બિનજામીન પાત્ર વોરંટ કાઢવામાં આવ્યો છે અહીં ફરિયાદ દાખલ કરનાર વ્યક્તિનું કહેવું છેકે.
સોનાક્ષીને એક ઇવેન્ટ માટે 28 લાખ રૂપિયા એડવાન્સમાં આપવામાં આવ્યા હતા જ્યાં એમને મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત થવાનું હતું પરંતુ અહીંથી સોનાક્ષીએ ઇવેન્ટમાં હાજરી ન આપી છતાં 28 લાખ રૂપિયા લઈ લીધા રિપોર્ટમાં એ પણ કહેવામાં આવી રહ્યું છેકે સોનાક્ષીને આવતા મહિને ઉત્તરપ્રદેશના.
મુરાદાબાદ કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યુ છે પરંતુ સોનાક્ષીએ મંગળવારે મીડિયાથી વાત કરતા બધી ખબરોને જુઠી બતાવી છે સોનાક્ષીએ જણાવતા કહ્યું કેટલાક દિવસોથી કોઈ સબૂત વગર મારા સામે મીડિયામાં બિનજામીન પાત્ર વોરંટ જાહેર પાડ્યાની અફવાઓ ચાલી રહીછે જે તમામ કાલ્પનિક છે.
જે તમામ કામ કોઈ દુષ્ષ્ટ વ્યક્તિનુંછે જે મને હેરાન કરવાની કોશિશ કરી રહ્યોછે હું તમામ સમાચાર પત્રો અને મીડિયાને વિનંતી કરું છુંકે આ ખોટી ખબરને ન છાપે કારણ કે મારા સામે ખોટી અફવાઓ ફેલાવી અને ખોટી લોકપ્રિયતા મેળવવા કરી રહ્યો છે અને તેના સામે કાર્યકીય પગલાં પણ લેવાનું છું અહીં સોનાક્ષીએ તમામ ખબરને જૂઠી જણાવી છે.