લાંબા સમયથી લોકોની સેવા કરતા પોપટભાઈ અને એમની ટિમ પોપટભાઈ ફાઉન્ડેશન લોકોની સેવા કરવાંમાં ક્યારેય પાછી પાની નથી કરતા એમના વિડિઓ સોસીયલ મીડિયા વાયરલ થતા હોય છે એવામાં હમણાં એક વિડિઓ જોવા મળ્યો જેમાં પોપટભાઈ એક એવા પરિવારની મુલાકાત કરે છે જેઓ પોતાની વ્યસ્થા સંભળાવતા રડી પડે છે.
સુરતમાં રહેતા ભાવનાબેન જેઠાબાઈ ખોરસિયા જેઓ વિધવા છે જેઠાભાઇનું નિધન ડા!યાબિટીસ જેવી બીમારીના કારણે થયું હતું જેમાં ભાવનાબેને લગભગ 3 લાખ ખર્ચો કર્યો છતાં તેઓ ન બચી શક્યા ભાવનાબેન બાળકોના ભવિષ્ય માટે સુરતમાં જ સ્થાઈ થઈ ગયા પરંતુ એમની 2 પુત્રીઓ અને એક પુત્રની ઉંમર નાની.
તેથી તેઓ એક પટેલને ત્યાં નોકરી કરે છે અને પટેલ મદદ પણ કરે છે પરંતુ અહીં ભાવનાબેનને ઘર ચલાવવું એમના ઉપર જ જમવાનું રૂમ ભાડું બાળકોનો ખર્ચો પહોંચી ન વળતા લાંબા સમય સુધી મુંઝાયા રહેતા પરંતુ ત્યારે ગરીબોની હંમેશા મદદે આવતા પોપટભાઈને યાદ કરે છે જયારે પોપટભાઈ ભગવાન રૂપી ભાવના બેનની મદદે આવી જાય છે.
અહીં ભાવનાબેન પોતાની વ્યથા સંભળાવતા રડી પડે છે ભાવના બેન જણાવે છેકે ખરાબ સમય આવે ત્યારે કોઈ બોલાવતું પણ નથી પરંતુ અહીં પોપટભાઈ થકી સોનલબેન અને કૃપાબેન પરમાર તરફથી ભાવનાબેનને સિલાઈ મશીન મદદ રૂપ થવા આપવામાં આવે છે જેથી પોતાની રોજીરોટી મેળવી શકે સાથે પોપટભાઈ પણ ભાવનાબેનને 10 હજાર રૂપિયા.
ઘર ચલાવવા આપે છે અહીં ભાવનાબેનને ખુશીના આંશુ જોવા મળે છે અને એમને સિલાઈ મશીન આપનાર અને પોપટભાઈને હાથ જોડીને આભાર મને છે મિત્રો આ પોસ્ટ કરવાનો એટલો હેતુ છેકે તમારી આજુબાજુ,આ ક્યાંક આવા જરૂરિયાત મંદ લોકો જોવા મળે ત્યારે અચૂક તેમના હાલચાલ પૂછવા અને બનતી મદદ કરવી મિત્રો પોસ્ટને વધુમાં વધુ લોકો સુધી શેર કરવા વિનંતી.