હિન્દી સિનેમામાં અનેક એવી અભિનેત્રીઓ છે જેમણે પોતાની ફિલ્મી કરિયરમાં ઊંચી સફળતાઓને આંબી છે. પરંતુ તેમના અંગત જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આજે અમે તમને એવી જ એક અભિનેત્રી વિશે જણાવીશું જેમણે પોતાના પરિવારની મરજી વિરુદધ જઈને ફિલ્મોમાં કામ કર્યું. જાણો આ ગુજ્જુ અભિનેત્રી વિશે
ફિલ્મોની દુનિયા જેટલી અંદરથી સુંદર અને ઝગારા મારતી જોવા મળે છે એટલી જ અંદરથી બેરંગી હોય છે. આ વાતનો અહેસાસ કેટલાક કલાકારોને ત્યારે આવે છે જ્યારે ઘણો સમય વીતી જાય છે. આજે અમે તમને 80ના દાયકાની એક અભિનેત્રી વિશે જણાવીશું જેમની સાથે પણ કઈક આવું જ થયું. ગ્લેમરની દુનિયામાં ચમકતા સિતારાની જેમ ઉભર્યા બાદ આ અભિનેત્રી બધુ છોડીને સાધ્વી બની ગઈ.
અમે તમને આજે જે અભિનેત્રીની વાત કરીશું તે ગુજરાતી પરિવારમાંથી આવતા નીતા મહેતા છે. તેમના પિતા એક વકીલ અને માતા ડોક્ટર હતા. પરિવારમાં દૂર દૂર સુધી ક્યાંય ફિલ્મી માહોલ નહતો. પરંતુ તેમણે હીરોઈન બનવાનું સપનું જોયું. તેમને અભ્યાસમાં બિલકુલ રસ નહતો. તેમને અભિનેત્રી બનવાનું એવું તે ઝૂનુન હતું કે તેઓ તેમના પરિવાર વિરુદ્ધ ગયા હતા. તેમણે અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. અભિનેત્રીએ કપૂર પરિવારના હીરો રણધીર કપૂર સાથે 1975માં ફિલ્મ પોંગા પંડિતથી ડેબ્યૂ કર્યું હતું.
ફિલ્મ પોંગા પંડિત બાદ નીતા મહેતાએ 80ના દાયકામાં ફિલ્મ રિશ્તા કાગઝ કા અને હીરો જેવી સતત હિટ ફિલ્મોનો રેકોર્ડ બનાવ્યો હતો. આ સુપરહિટ ફિલ્મોથી અભિનેત્રીએ ફેન્સના દિલ પર પોતાની એક અલગ છાપ પણ છોડી હતી અને એક ગ્લેમરસ અભિનેત્રી તરીકે ઊભરી હતી.
નીતા મહેતાએ દિગ્ગજ કલાકાર સંજીવ કુમાર સાથે પણ અનેક ફિલ્મોમાં પડદે રોમાન્સ કર્યો હતો. પરંતુ સ્ક્રીન પર કરાયેલા રોમાન્સની લહેર ક્યારે તેમની અસલ જિંદગીમાં દોડવા લાગી તે તેમને પણ ખબર ન પડી. કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ બંને કલાકારોએ સગાઈ પણ કરી લીધી હતી. પરંતુ આ સંબંધના તૂટવાનું કારણ અભિનેત્રીનું ફિલ્મોમાં કામ કરવું જણાવવામાં આવ્યું હતું
સંજીવ કુમાર ઈચ્છતા હતા કે નીતા મહેતા ફિલ્મી દુનિયા છોડી દે. પરંતુ અભિનેત્રીએ એ વાતનો સ્પષ્ટ ઈન્કાર કર્યો. પરંતુ આશ્ચર્ય વચ્ચે થોડા સમય બાદ તેઓ પોતે જ આ ગ્લેમરની દુનિયાને અલવિદા કરી ગયા અને આધ્યાત્મિક જીવન અપનાવી લીધુ. હવે નીતા મહેતા સ્વામી નિત્યાનંદ ગિરી બનીને જીવન જીવે છે.