Cli

નવા તાલુકાથી તમને શું થશે ફાયદો ?

Uncategorized

ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના રાજ્ય સરકારે અગાઉ નવ મહાનગરપાલિકાને એક નવો જિલ્લો જાહેર કર્યા બાદ હવે વધુ એક મોટો નિર્ણય લીધો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજ્ય સરકારે એક નવો દાવ ખેલ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં 17 નવા તાલુકાની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવાય. નવા તાલુકામાં કયા કયા સ્થળોને સામેલ કરાયા છે

તેની પણ વાત કરી લઈએ. સંતરામપુરના ગોધરને નવો તાલુકો જાહેર કરાવ્યો છે લુણાવાડાના કોઠંબાને નવો તાલુકો જાહેર કરાવ્યો છે ડેડિયાપાડાનાચીકદાને તાલુકાનો દરજ્જો અપાયો છે વાપીના નાના પોઢાને તાલુકો જાહેર કરાવયો છે થરાદના રાહને તાલુકાનો દરજ્જો મળ્યો છે આ ઉપરાંત વાવના ધરણીધરને તાલુકો જાહેર કરાવયો છે.

કાંકરેજના ઓઘળને તાલુકાનો દરજ્જો મળ્યો છે. દાતાના હડાદને નવો તાલુકો જાહેર કરાયો છે. ઝાલોદના ગુરુ ગોવિંદ લીમડીને તાલુકાનો દરજ્જો અપાયો છે. પાવી જેતપુરના કદવાલને તાલુકો જાહેર કરાયો છે. કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલને તાલુકાનો દરજ્જો મળ્યો છે. ભિલોવડાના શામડાજીને તાલુકો જાહેર કરાવયો છે.

આ ઉપરાંત બાયડના સાઠંબાને તાલુકાનો દરજ્જો અપાયો છે. સોનગઢના ઉકાઈને તાલુકાનો દરજ્જોમળ્યો છે. માંડવીના અરેટને તાલુકાનો દરજ્જો અપાયો છે. મહુવાના અંબિકાને તાલુકો જાહેર કરાયો છે જ્યારે ફતેપુરાના સુખસરને તાલુકાનો દરજ્જો મળ્યો છે. સરકારના આ નિર્ણયથી ગુજરાતમાં હવે તાલુકાની સંખ્યા 265 થશે. સરકારે છેલ્લા 10 વર્ષની લોકોની રજૂઆતો વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ નવા તાલુકાની રચના કરવાનો નિર્ણય લીધો છે.

સરકારના આ નિર્ણયથી લાખો લોકોને તેમના કામકાજ માટે દૂરના ધરમ ધક્કા નહીં ખાવા પડે. નવા તાલુકાની રચનાથી લોકોને ફાયદો એ થશે કે સરકારી કામકાજ માટે દૂર સુધી નહીં જવું પડે. જેના પરિણામે સમય અને શક્તિબંનેનો બચાવ થશે. આ નિર્ણય સ્થાનિક સ્તરે શાસનને વધુ સરળ બનાવશે અને વહીવટી તંત્રની કાર્યક્ષમતામાં પણ સુધારો થશે. નવા જાહેર કરાયેલા તાલુકાનો શહેરી ઢબે વિકાસ પણ થશે.

વિકાસ માટે મળતી ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવશે. 17 માંથી 10 તાલુકાને વિકાસશીલ તાલુકાને મળતી ગ્રાન્ટનો લાભ મળશે. મહત્વનું છે કે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તાલુકા એકમના વિકાસ અને વહીવટને વધુ સશક્ત બનાવવા એટીવીટી એટલે કે આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકાનું વિભાવના આપી હતી જેને રાજ્ય સરકાર આગળ ધપાવી રહી છે. નવા 17 તાલુકાઓની રચના થવાથી હાલના 51વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં 10 તાલુકાઓનો વધાર થશે. જેના થકી વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળશે. નવા તાલુકાઓની રચના અંગેનું વિધિવત જાહેરનામું આપણે ટૂંકમાં પ્રસિદ્ધ કરીશું. સરકારનો દાવો છે કે નવા તાલુકાઓને પણ વિકાસના મોડલ બનાવવાની દિશામાં આ નિર્ણય મહત્વનો પુરવાર થશે એટલે કે હવે ગુજરાત માટે આ એક મોટી ભેટ પણ ગણાશે પ્રાઈમ લાઇન માં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *