ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યમાં 17 નવા તાલુકાની રચના કરવામાં આવશે આ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મળેલી કેબિનેટની મીટિંગમાં લેવામાં આવ્યો છે. હાલના રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે.
નવા 17 તાલુકાનું નિર્માણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કરવામાં આવ્યું છે પરંતુ સૌરાષ્ટ્રમાંથી કોઈ પણ નવો તાલુકો નથી બનાવવામાં આવ્યો. ગુજરાતમાં સરકારે 17 નવા તાલુકા બનાવવાની જાહેરાત કરી છે જે અંતર્ગત હવે રાજ્યમાં તાલુકાઓની સંખ્યા વધીને 265 પર પહોંચી ચૂકી છે વર્ષ 2013 માં નવા 23 તાલુકાઓની રચના પછી પ્રથમવાર સૌથી વધુ સંખ્યામાં 17 નવા તાલુકાઓની રચનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નિર્ણય કર્યો છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નવા તાલુકાઓની રચના અંગેની વિગતો આપતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તાલુકા એકમને વિકાસ અને વહીવટમાં વધુ સશક્ત બનાવવા માટે એટીવીટી એટલે કે આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકાની વિભાવના આપી હતી. મુખ્યમંત્રીએ ગત સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાની જે જાહેરાત કરેલી છે એનો લાભ નવા બનનારા તાલુકા મથકોને મળવાથી એનો પણ શહેરી ઢબે વિકાસ થઈ શકશે. તો આ સાંભળો નવા તાલુકાઓની જાહેરાત વખતે મુખ્યમંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું છે આવો સાંભળીએ તેમને
>> મંજૂરી આપી છે 17 તાલુકાઓની રચના થતા હવે તાલુકાઓની સંખ્યા હવે 265 થશે 2013 પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે 2047 ના વિકાસના રોડમેપ માટે આ તાલુકાઓ એ વિકાસ માટે મહત્વ ની એક કડી સાબિત થવાની છે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે જે વહીવટી સરળીકરણનો વિચાર આપ્યો છે એમાં વર્તમાન માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારે એમાં એને વેગ મળે એ દિશામાં એક નવીન આ પગલું ભર્યું છે રાજ્યના વહીવટી વિકેન્દ્રીકરણથી જિલ્લા તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહેશે નવા તાલુકા મથક નજીકમાં મળવાથી સામાજિક આર્થિક આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધાઓમાં વધારો થાય તેમજ અંતર્યાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા જવાના સમયમાંથી સમય શક્તિ અને નાણાનો વ્યય પણ અટકશે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તાલુકા એકમને વિકાસ અને વહીવટમાં માં વધુ સશક્ત બનાવવા માટે એટિવિટી આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો તાલુકાની વિભાવના આપી હતી
પ્રધાનમંત્રી મોદી સાહેબે અને 2013 માં નવા 23 તાલુકાઓની રચના કર્યા પછી પ્રથમ વખત 17 નવા તાલુકાઓની આ રચના કરવાનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે નવા 17 તાલુકાઓની રચના થવાથી હાલના 51 વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં 10 તાલુકાઓનો વધાર થશે જેના થકી વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળશે નવા તાલુકાઓની રચના અંગેનું વિધિવત જાહેરનામું આપણે ટૂંકમાં પ્રસિદ્ધ કરીશું નવા જિલ્લા અને તાલુકાઓનું નવીન વહીવટી માળખું ઊભું કરવા સાથે વિવિધ વિકાસના કામો મળતી ગ્રાન્ટમાં પણ વધારો થશે તમારી પાસે આ મારી પાસે કેવી રીતે તાલુકાઓની રચના કરીછે એ વિગતવાર હું તમને આપીશ પરંતુ એક વખતે આપ સૌને પણ એક મૌખિક પણ જાણ મળે એના માટે જે હાલમાં મહીસાગર અને પંચમહાલ જિલ્લો છે
એમાં સંતરામપુર અને શહેરા તાલુકામાંથી ગોધર નવીન તાલુકાનું આપણે રચના કરીએ છીએ અને ગોધર એનું સૂચિત મુખ્ય મથક રહેશે લુણાવાડામાં કોઠંબા નવી તાલુકા પંચાયતની રચના કરીએ છીએ અને કોઠંબા એનું મુખ્ય મથક રહેશે નર્મદામાંથી ડેડિયાપાડા અને ડેડિયાપાડામાંથી ચીકદા નવીન તાલુકા પંચાયત અને એનું મુખ્ય સ્થળ ચીકદા રહેશે વલસાડમાં વાપી ગ્રામ્ય કપરાડા અને પારડી અને નવીન તાલુકાઓની રચના એમાં નાના પોઢા અને નાના પોઢા મુખ્ય તાલુકા મથક રહેશેબનાસકાંઠામાં થરાદમાંથી રાહ નવો તાલુકો અને રાહ મુકામે નવું એનું સૂચિત તાલુકા મથક રહેશે વાવમાંથી ધરણીધર અને એનો મુખ્ય સૂચિત તાલુકા પંચાયત સ્થળ એ ધીમા મુકામે રહેશે
કાંકરેજ ઓગડ તાલુકાના નામે અને થરા એનું મુખ્ય મથક રહેશે દાતામાંથી હડાદ અને હડાદ ખાતે જ એનું મુખ્ય મથક રહેશે દાહોદમાં માં ઝાલોદમાંથી ગોવિંદગુરુ લીમડી અને એનું મુખ્ય મથક લીમડી મુકામે રહેશે ફતેપુરામાંથી સુખસર તાલુકા પંચાયત અને તાલુકા પંચાયતનું મુખ્ય મથક એ સુખસર મુકામે રહેશે છોટા ઉદયપુરમાંથી જેતપુર પાવી માંથી કદવાલ નવીન તાલુકા પંચાયત અને કદવાલ એનું મુખ્ય મથક રહેશે ખેડામાંથીકપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલ તાલુકા પંચાયતની નવીન રચના કરવામાં આવી આવી છે જેમાંથી કાપડીવાવ ચિખલોડ મુકામે એનું મુખ્ય મથક રહેશે
અરવલ્લીમાંથી ભિલોડા ભિલોડામાંથી શામળાજી નવી તાલુકા પંચાયત તાલુકા મથક શામળાજી રહેશે બાયડમાંથી સાઠંબા અને સાઠંબા ખાતે એનું મુખ્ય મથક રહેશે તાપીમાંથી સોનગઢ તાપીમાં સોનગઢમાંથી ઉકાઈ નવીન તાલુકો અને એ તાલુકાનું મુખ્ય મથક ઉકાઈ મુકામે રહેશે સુરતમાં માંડવીમાંથી અરેઠ અને અરેઠ એનું મુખ્ય મથક રહેશે મહુવામાંથી અંબિકા નવીન તાલુકાનું નામ અને વલવાડા એનું મુખ્ય મથક રહેશે આમ નવીન 17 તાલુકાઓ બનતા આ વિકાસનીપ્રક્રિયા અને વેગ અને સાથે સાથે લોકોને જવા આવવાનો સમય પણ બચશે નાણાનો વ્યય બચશે અને વિકાસના વેગને ખૂબ મોટું એવું પરિબળ પૂરો પાડતો આ આ એક નિર્ણય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લીધો છે
અને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને પુનઃચ રચિત બનાસકાંઠા જિલ્લામાં આઠ તાલુકામાંથી નવીન 10 તાલુકા થશે જેમાં પાલનપુર વડગધામ દાંતા અમીરગઢ ડીસા કાંકરેજ ધાનેરા અને દાંતીવાડા અને એનું મુખ્ય મથક એ પાલનપુર રહેશે જેમાં કાંકરેજમાંથી ઓગડ અને દાંતામાંથી હડા તાલુકો બનશે સૂચિત વાવ થરાદ જિલ્લો છ તાલુકામાંથી આઠ તાલુકા થશે જેનું મુખ્ય મથક થરાદ મુકામે રહેશે જેમાંદિયોદર લાખણી થરાદ વાવ સુઈગામ ભાભર અને મુખ્ય મથક થરાદની રચનાને મંજૂરી આપી છે અને થરાદમાંથી રાહ અને વાવમાંથી ધરણીધર તાલુકો બનશે >> સાહેબ એક કરો કે તમે જયારે તાલુકા તાલુ તાલુકો બનાવવાની વાત કરે છે તો તાલુકાના વસ્તીના ધારાધોરણ શું છે? અત્યાર સુધી જે તાલુકા છે એની વસ્તી કેટલી છે? એના કોઈ ધારાધોરણ તો હશેને >> છેલ્લા 10 વર્ષથી અનેક વિવિધ રજૂઆતના અંતરે ક્યાંક વસ્તીના આધારે ક્યાંક અંતરના આધારિત માંગણીઓ હતી અને માગણીઓને માન આપતો આ નિર્ણય છે જેની અંદર વસ્તી અને વિસ્તાર આ બંનેનું ધ્યાન રાખી અને આ નિર્ણય આદરણીય મુખ્યમંત્રીશ્રીની કક્ષાએથી લેવા આવયો છે જેને કેબિનેટે મંજૂરી આપી છે. >> વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની તો જ્યારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કર્યા બાદ એક નવો જિલ્લો થરાદ બનાવવાની જાહેરાત થોડાક સમય પહેલા સરકાર દ્વારા કરવામાં આવી હતી ત્યારે ધાનેરા અને કાંકરેજનો થરાદમાં સમાવેશ કરવામાં આવ્યો હતો
જેથી બંને વિસ્તારોમાં લોકોએ વિરોધ કર્યો હતો અને હવે નવા તાલુકાઓની જાહેરાત બાદ ધાનેરા અને કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવ્યા છે. પરંતુ સૌથી મહત્વનો સવાલ એ છે કે આ જેટલા પણ નવા તાલુકા બનાવવામાં આવ્યા છે તે તમામ તાલુકાઓ ઉત્તર ગુજરાત મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તેની રચના કરવામાં આવી છે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છને એક પણ નવો તાલુકો નથી આપવામાં આવ્યો જેનાથી એ મેસેજ સાફ ગયો છે કે હાલમાં સરકારમાં ભારતીય જનતા પાર્ટી પાસે સૌરાષ્ટ્રમાં કોઈ મજબૂત ચહેરો જ નથી. આમ આ વખતે સૌરાષ્ટ્રમાં અને કે કચ્છમાં કોઈપણ નવા તાલુકાની જાહેરાત કરવામાં આવી નથી આવી. 2025 ની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં નવ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય લીધો હતો મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાંઆવ્યો હતો અને આ પહેલા વર્ષ 2013 માં સાત જિલ્લા અરવલ્લી, બોટાદ, છોટા ઉદયપુર, દેવભૂમિ, દ્વારકા, ગીર, સોમનાથ, મહીસાગર અને મોરબીની રચના કરવામાં આવી હતી. તો સૌરાષ્ટ્રમાં કે કચ્છમાં નવો તાલુકો નથી બનાવવામાં આવ્યો તેને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો.